સુરત : ચાઇનાના સરકારી અખબાર ગ્લોબલ્સ ટાઈમ્સ જણાવ્યું હતુ કે, ભારતના લોકો ક્યારે પણ ચીનની વસ્તુઓ નહિ ખરીદે એ બની શકે નહીં. આ વાતને ગુજરાતના વેપારીઓએ ચેલેન્જ તરીકે સ્વીકાર્યા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા સરકાર 3000 વસ્તુઓની લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાંથી 500 વસ્તુઓનું લિસ્ટ ટ્રેડર્સ દ્વારા સરકાર ને આપી દેવામાં આવ્યું છે, અને માંગ કરવામાં આવી છે કે, આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવે અથવા વધારે ટેક્સ લગાડવામાં આવે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત પ્રાંતના વેપારીઓએ જણાવ્યું છે કે, ગુજરાત કરોડો વેપારીઓ ચાઇનાની વસ્તુઓ નો વેપાર ખોરવી કાઢશે.
એક તરફ સરહદ પર ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કાયરતા ભરેલો હુમલો કરવાને લઈને ગુજરાતના બજારમાં પણ રોષ છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સાથે જોડાયેલા તમામ વેપારીઓએ ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો છે. ઉત્પાદનોનો બહિષ્કાર વધુ તીવ્ર બન્યો છે. સાથે આવનાર દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરી ચાઇના ની વસ્તુઓનું બહિષ્કાર કરવાનો જણાવ્યું છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત રાજ્યના વેપારીઓ એ જણાવ્યું છે કે, 2021 સુધી ચાઇનાની વસ્તુઓ વેચાણ ન કરી 1 લાખ કરોડનું નુકશાન પહોંચાડવામાં આવશે. ચીનથી આવેલા કોરોના રોગચાળા સામે લડતા બજારમાં ચીની સૈનિકો દ્વારા તાજેતરના હુમલાને લઈને આક્રોશ તીવ્ર બન્યો છે.
આ અંગે વેપારીઓમાં રોષ છે. ત્યારે આવા માલ સામાનની યાદી અન્ય વેપારીઓ અને ખરીદદારોને મોકલીને, તેઓ તેને ન ખરીદવા અથવા ન વેચવાની અપીલ કરી રહ્યા છે. આ અંગે કેન્દ્ર સરકાર પાસે ચાઇનાની વસ્તુઓનું લિસ્ટ પણ મોકલી આપવામાં આવ્યું છે.