ETV Bharat / city

ATS દ્વારા બોગસ bogus passports- Visas બનાવી વિદેશોમાં લોકોને મોકલવાના રેકેટનો પદાફાશ - બોગસ પાસપોર્ટ અને વિઝા

Gujarat ATS બોગસ પાસપોર્ટ તથા વિઝા બનાવડાવી તેના આધારે અલગ અલગ દેશોમાં લોકોને મોકલવાના રેકેટનો પદાફાશ કર્યો છે. ગુજરાત એટીએસે વરાછા વિસ્તારમાંથી એક ઇસમની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેની પાસેથી અલગ અલગ દેશોના Visas લાગેલા bogus passportsની કોપી પણ કબજે કરી હતી.

ATS દ્વારા બોગસ  bogus passports- Visas બનાવી વિદેશોમાં લોકોને મોકલવાના રેકેટનો પદાફાશ

author img

By

Published : Jul 13, 2021, 1:29 PM IST

  • Gujarat ATS એ વરાછા વિસ્તારમાંથી એક ઇસમની કરી ધરપકડ
  • બોગસ પાસપોર્ટ તથા વિઝા બનાવડાવી વિદેશોમાં લોકોને મોકલવાનું રેકેટ
  • પાસપોર્ટ ડોમેનીકલ સિવાય બીજા દેશોમાં વિઝા મેળવવા માટે ઉપયોગ કરી શકાય

    સુરત : Gujarat ATS ને બાતમી મળી હતી કે બોગસ પાસપોર્ટ તથા વિઝા બનાવડાવી તેના આધારે અલગ અલગ દેશોમાં લોકોને મોકલનાર વ્યક્તિ સુરત શહેરમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે ગુજરાત એટીએસની ( Gujarat ATS ) ટીમ સુરતમાં આવી હતી અને સુરત પોલીસ કમિશનરને માહિતી આપી એસ.ઓ.જી. (SOG) પોલીસની મદદ લીધી હતી. બાતમીના આધારે મોટા વરાછા જાદવત ફળિયામાં રહેતા મોહમદ ઈરફાન ઐયુબ ઈસ્માઈલ આદમને ઝડપી પાડ્યો હતો. Gujarat ATS ની ટીમે તેના ઘરમાં તપાસ કરતા ત્યાંથી નેપાળ, તૂર્કી, મલેશિયા, આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરૂ, નાઈજીરિયા વિગેરે દેશના Visas લાગેલા passportsની કોપીઓ મળી આવી હતી. જેથી ગુજરાત એટીએસની ટીમે તેની ધરપકડ કરી હતી

    ખોટા નામે bogus passports મેળવી આપવામાં મદદ કરી

    આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું તું કે ઘણાં લોકોને થાણે મહારાષ્ટ્ર, તથા દિલ્હી સહિત ભારત દેશની અલગ અલગ પાસપોર્ટ ઓફિસ ખાતેથી ખોટા નામે bogus passports મેળવી આપવામાં મદદ કરી હતી. તેમજ ડોમિનીકલ આઈડી પાસપોર્ટ કઢાવવા માટેનું ઇન્વેસ્ટમેન્ટ સર્ટિ વગર રોકાણે બનાવવું શક્ય છે અને આ રીતે બનાવેલા પાસપોર્ટ ડોમેનીકલ સિવાય બીજા દેશોમાં Visas મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે.

    વોટ્સએપ ચેટીંગમાં પણ અનેક ખુલાસા

    Gujarat ATS ટીમે તેના મોબાઈલ વોટ્સએપ ચેટીંગ ચેક કરતા તેમાં પણ જુદી જુદી વ્યક્તિ સાથે પોતાનું એરપોર્ટ પર સેટિંગ છે તેવું જણાવ્યું હતું. તથા પાકિસ્તાની, બાંગ્લાદેશીને પાકિસ્તાનથી યુરોપ, સાઉથ આફ્રિકા, કેનેડા, તથા યુકેમાં મોકલેલા છે. તેમજ ભારતની બે છોકરીઓને બાંગ્લાદેશના passports Visa આધારે દુબઈમાં સેટ કરવાની છે અને ખોટા ડોકયુમેન્ટ આઈ. ડી. પાસપોર્ટ રેસીડેન્ટ પરમિટ બનાવવા બાબતે અન્ય વ્યક્તિ સાથે થયેલી વાતચીત ચેટીંગ પણ મળી આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

આરોપી વિરુદ્ધ ચીટિંગના 7 ગુના નોંધાયેલા છે

ઝડપાયેલા આરોપી વિરુદ્ધ સુરત, ભરૂચ, વડોદરા, મહેસાણા, મુંબઈ તથા કોલકતા વગેરે જગ્યાએ કુલ 7 જેટલા ચીટિંગના ગુના નોંધાયેલા છે. જે તમામ ગુનાઓ વિઝા મેળવી પૈસા લઇ bogus passports Visa આપવા બાબતના છે. વધુમાં આરોપીએ એક વેબસાઈટ પર અશ્લીલ પોસ્ટ પ્રસિદ્ધ કરેલ છે જે વાંચીને મહિલાઓની નીતિ ભ્રષ્ટ થાય તેવું પ્રથમ દર્શનીયરૂપે જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરા SOGએ બોગસ વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.