ETV Bharat / city

એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'! - એકતરફી પ્રેમનું મનોવિજ્ઞાન

સુરતની ફાસ્ટટ્રેક કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસમાં આજે (ગુરુવારે) આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા (Surat Grishma Murder Case Verdict) ફટકારી છે. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવ્યો હતો. કોર્ટના ચૂકાદા પછી પણ આરોપીના ચહેરા પર કોઈ અફસોસ જોવા મળ્યો નહતો.

એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!
એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!
author img

By

Published : May 5, 2022, 1:59 PM IST

Updated : May 5, 2022, 2:32 PM IST

સુરતઃ ફાસ્ટટ્રેક કોર્ટે (Surat Fast Track Court) ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી (Surat Grishma Murder Case Verdict) છે. આખરે 85 દિવસે ગ્રીષ્માને ન્યાય (Surat Grishma Murder Case Verdict) મળ્યો છે. આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણી ઉપર ઈન્ડિયન પિનલ કોડ મુજબ કલમ 302, 307, 354, 342, 504, 506-2 હેઠળનું તમન્નામું એ કલમ લગાવવામાં આવી હતી. રાજ્યના ગૃહપ્રધાને પણ ટ્વિટ (Harsh Sanghvi Tweet on Grishma Murder Case) કરી ગ્રીષ્મા વેકરિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ તેમણે લખ્યું હતું કે, નામદાર કોર્ટના આ ઐતિહાસિક ચૂકાદાને હું સલામ અન વંદન કરું છું.

કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સજા મહત્વનું પરિબળ - કોર્ટમાં જજ વી. કે. વ્યાસે સજા સંભળાવતા પહેલા મનુસ્મૃતિના શ્લોકથી શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દંડ આપવો સહેલો નથી. 28 વર્ષના કાર્યકાળમાં આ પહેલી વખત આટલો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં જેમાં નિર્દયતાની તમામ હદો વટાવી લેવામાં આવી હોય તેવું જોવા મળ્યું છે. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સજા મહત્વનું પરિબળ છે. ત્વરિત તપાસ અને સ્પિડ ટ્રાયલ આરોપીની તરફેણમાં નથી એમ કહી શકાય નહીં. સજાની જોગવાઈનો ઉદ્દેશ છે કે, કોઈ વ્યક્તિ કે સ્ત્રીની સ્વતંત્રતા બાધિત ન થાય.

  • આજે વ્હાલી ગ્રીષ્માને શ્રદ્ધાંજલી પાઠવું છું એમને પરિવારને આપેલો વાયદો પૂર્ણ કરીને સંતોષ અનુભવું છું. ગ્રીષ્મા ના હત્યારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.અપરાધિયોં સામેંની અમારી લડાઈ અવિરત છે.

    — Harsh Sanghavi (@sanghaviharsh) May 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોર્ટમાં જજે આ શ્લોકથી કરી હતી શરૂઆત - यत्र श्यामो लोहिताक्षो दण्डश्चरति पापहा । प्रजास्तत्र न मुह्यन्ति नेता चेत्साधु पश्यति ॥२५॥ (यत्र श्यामः लोहिताक्षः दण्डः चरति पापहा प्रजाः तत्र न मुह्यन्ति नेता चेत् साधु पश्यति ।) અર્થાત્ઃ જ્યાં શ્યામ રંગ અને લાલ આંખો અને પાપોનો નાશ કરનાર (પાપીઓ?) 'દંડ' ફરે છે અને જ્યાં નિયમનું પાલન કરનાર વ્યક્તિ સાચાખોટાનો વિચાર કરીને શિક્ષા કરે છે, ત્યાં લોકો પરેશાન કે વિચલિત થતા નથી.

  • ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ ની સૂચના થી પોલીસની સ્પેશયલ ઇનવેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલી ઐતિહાસિક કમગીરી માટે દરેક સભ્ય અને ન્યાયતંત્ર સાથે જોડાયેલા દરેક કર્મચારીને અભિનંદન પાઠવું છું અને નામદાર કોર્ટના આ એતિહાસિક ચુકાદાને સલામ કરું છું વંદન કરું છું

લાઈવ હત્યાના દ્રશ્ય કદાચ લોકોએ પ્રથમ વાર જોયા હશેઃ કોર્ટ - આરોપીની ઉંમર અને સજાને ધ્યાનમાં રાખી કોર્ટે નિર્ભયા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ બચ્ચન સિંહ કેસ અને મુન્ના ચૌબે કેસનો કોર્ટે ઉલ્લેખ કર્યો હતો. જજે કહ્યું હતું કે, કઠોર વૃત્તિ અને અપરાધિક માનસિકતા છે. આ હત્યા પૂર્વનિર્ધારિત અને કાવતરું (Grishma Assassination Predetermined and Conspiracy) હતું. સાથે જ ગ્રીષ્મા નિઃસહાય અને ભયભીત હતી. આરોપીએ ગ્રીષ્માના કાકા અને ભાઈ પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગ્રીષ્માની ઘાતકી હત્યા (Surat Grishma Murder Case) કરી હતી. મૃતક ગ્રીષ્મા નિઃશસ્ત્ર હતી. આરોપીને હાથ નીચે દબાયેલી સ્ત્રીનું રૂદન ન દેખાયું અને ન તો તેની પર દયા આવી. મૃતક ગ્રીષ્મા આરોપી સાથે સંબંધ રાખવા માગતી નહતી. જોકે, કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો.

ગ્રીષ્માનો પરિવાર કોર્ટના ચૂકાદાથી સંતુષ્ટ

આરોપીના ચહેરા પર કોઈ અફસોસ ન દેખાયો - કોર્ટે કહ્યું (Surat Grishma Murder Case Verdict) હતું કે, લાઈવ હત્યાના દ્રશ્ય કદાચ લોકોએ પ્રથમ વખત જોયા હશે. આરોપીના મોઢા પર આ જઘન્ય કૃત્યનો કોઈ અફસોસ પણ નથી જણાતો. સાથે જ કોર્ટે સુનાવણી દરમિયાન આતંકવાદી અજમલ કસાબનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કેસમાં દાર્શનિક પૂરાવા છે. આરોપીએ પ્રોફેશનલ ગુનેગારની જેમ જ ગુનો કર્યો છે.

આરોપી ફેનિલ ગોયાણીએ 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની કરી હતી હત્યા

આ પણ વાંચો- Grishma Murder Case 2022: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, પરિવારે કડર સજાની કરી માંગ

ક્રૂરતા અંગે ઉલ્લેખ - જજે કહ્યું હતું કે, આ કેસનો આરોપી સાયકો છે અને આ કેસ કોલ્ડ મર્ડર છે. આ કેસમાં દાર્શનિક પૂરાવા છે. કોર્ટે આતંકવાદી અજમલ કસાબનું નામ લઈ આરોપીના ઉંમર અને ક્રૂરતાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું (Surat Grishma Murder Case Verdict) હતું કે, લાઈવ હત્યાના દ્રશ્ય કદાચ લોકોએ પ્રથમ વખત જોયા હશે. આરોપીના મોઢા પર આ જઘન્ય કૃત્યનો કોઈ અફસોસ પણ નથી જણાતો. સાથે જ કોર્ટે સુનાવણી દરમિયાન આતંકવાદી અજમલ કસાબનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કેસમાં દાર્શનિક પૂરાવા છે. આરોપીએ પ્રોફેશનલ ગુનેગારની જેમ જ ગુનો કર્યો છે.

આરોપી ફેનિલ ગોયાણી
આરોપી ફેનિલ ગોયાણી

ગ્રીષ્માના પિતાએ શું કહ્યું - કોર્ટના ચૂકાદા અંગે (Surat Grishma Murder Case Verdict) ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ જણાવ્યું હતું કે, કોર્ટના ચૂકાદાથી મને સંતોષ છે. આ રીતે સમાજમાં સારો દાખલો બેસે છે. આખરે મારી પૂત્રીને ન્યાય (Surat Grishma Murder Case Verdict) મળ્યો છે.

આ પણ વાંચો-Grishma Murder Case Hearing: ગ્રીષ્માની હત્યા પહેલાં ફેનીલે એવું તે શું જોયું હતું? વકીલે કર્યો ખુલાસો

પોલીસે રજૂ કરી હતી 2,500 પાનાની ચાર્જશીટ - સૌપ્રથમ સેશન ટ્રાયલ હોવાથી કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટી થઈને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. આ કેસમાં પોલીસે 2,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યારે 23 પંચનામા કર્યા હતા. તો 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઈજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પહેલાના વીડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પૂરાવાઓ રજૂ કર્યા હતા. ત્યારે આજે સુરતની નામદાર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિમલ. કે. વ્યાસે આ કેસમાં આજે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે.

પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું - આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને સજા આપવામાં ફરિયાદપક્ષે નજરે જોનારા સાહેદો, મેડિકલ એવિડન્સ ઘટના બન્યા બાદ જે DNA પૂરાવો, અન્ય પૂરાવાઓ પંચોના પૂરાવાઓ, આ બધા પૂરાવાથી કેસ પૂરવાર કર્યો છે. ફરિયાદપક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં ઈરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યા પહેલા આરોપીએ ડી-માર્ટમાંથી ચાકુ ખરીદી કરી હતી. તેનો પુરાવો રજૂ કરવામાં આવ્યો. પરંતુ આરોપીએ લાગ્યું કે, એક ચાકુથી કામ નહીં ચાલે. એટલે તેણે બીજું ચાકું ખરીદ્યું હતું. તેણે આ ચાકુ સુભાષના પેટમાં માર્યું, જેના કારણે સુભાષને પેટમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવના દિવસે સવારે આરોપી ફેનિલ ગોયાણી ગ્રીષ્માની કૉલેજ પણ ગયો હતો, પરંતુ ગ્રીષ્મા તે દિવસે ક્લાસમાં હતી. એટલે કૉલેજમાં આ ઘટના ન બની. ત્યારબાદ આરોપી ગ્રીષ્માનો પીછો કરી તેના ઘરે ગયો હતો. ત્યાં જાહેરમાં તેની હત્યા કરી હતી. જોકે, પોલીસે આ ઘટનાનું રિકન્સ્ટ્ર્ક્શન પણ કરાવ્યું હતું.

શું હતી ઘટના - સુરત જિલ્લાના પોસાદરા ગામમાં 12 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાનું (Grishma Murder Case) તેના જ ઘર પાસે જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરી હતી. આ હત્યા પહેલાં આરોપી ફેનિલે ગ્રીષ્માના કાકા અને ભાઈને પણ ચાકુથી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ગ્રીષ્માનું ગળું કાપ્યું હતું. આ ઘટના પછી આરોપી ફેનિલ ગોયાણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. આ ચકચારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર એવો વાઈરલ (Grishma Murder Case) થયો હતો કે, સુરત જ નહીં, સમગ્ર રાજ્ય અને દેશના લોકો હચમચી ગયા હતા. આ કેસમાં રાજ્ય સરકારે પણ તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો. જ્યારે કામરેજ પોલીસે આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

Last Updated : May 5, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.