સુરતઃ ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસના (Grishma Murder Case) આરોપી ફેનિલ ગોયાણીને આજે (શનિવારે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ આજે ચૂકાદો સંભળાવવાની જ હતી. ત્યારે આજે કોર્ટમાં બચાવ પક્ષના વકીલ ગેરહાજર રહેતા હવે આ સંભવિત ચૂકાદો 21 એપ્રિલે (Grishma murder case Judgement Postponed) આવશે. તેવી કોર્ટે જાહેરાત કરી હતી.
આ પણ વાંચો- Grishma Murder Case : કેસના ચુકાદા પહેલા મૃતક ગ્રીષ્માના પરિવારે સાથે ખાસ વાતચીત જૂઓ...
બચાવ પક્ષના જૂનિયર વકીલે કોર્ટને કરી વિનંતી - સુરતનો ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસ (Grishma Murder Case) મુખ્ય ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલ્યો હતો અને આજે આ કેસમાં સંભવિત ચૂકાદો જાહેર થવાની શક્યતા હતી. નામદાર કોર્ટ જ્યારે બોર્ડ ઉપર આવ્યા ત્યારે આરોપી તરફે જે વકીલ છે. તેમના જૂનિયર વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે, તેમના અમારા સિનિયર વકીલ આજે અગત્યના કામથી અમદાવાદ રોકાયા છે. તેથી ચૂકાદો જાહેર ન કરવામાં આવે. સાથે જ જૂનિયર વકીલે એક કે બે દિવસની મુદત આપવા પણ વિનંતી કરી હતી. કોર્ટે આ વિનંતીને ધ્યાનમાં રાખીને આ કેસનો ચૂકાદો 21મી એપ્રિલ સુધી મુલતવી (Grishma murder case Judgement Postponed) રાખ્યો છે.
ઘટનાના દિવસે આરોપી ફેનિલ ગ્રિષ્માની કોલેજમાં પણ ગયો હતો - આ ઘટનાના દિવસે સવારે આરોપી ફેનિલ ગોયાણી ગ્રિષ્માની કોલેજમાં ગયો હતો, પરંતુ ગ્રિષ્મા તે દિવસે ક્લાસમાં હતી. એટલે કોલેજમાં આ ઘટના નહતી બની. આરોપી ફેનિલે ગ્રિષ્માનો પીછો કરી તેના ઘરે ગયો હતો. ત્યાં જઈને તેણે ગ્રિષ્માના કાકા સુભાષભાઈ પર હુમલો કર્યો હતો. તેમ જ તેમના પેટમાં ચાકુ માર્યું હતું. ત્યારબાદ ગ્રિષ્માના ભાઈને પણ માથા પર ઈજા પહોંચાડી હતી. તો ગ્રિષ્મા ભાગતી હતી. ત્યારે જ આરોપી ફેનિલે તેને પકડી તેના ગળા પર ચાકુ ફેરવી તેની હત્યા (Grishma Murder Case) કરી હતી.