ETV Bharat / city

Grey Cloth Production In Surat: સુરતમાં 2 લાખ કારીગરોના એક નિર્ણયથી ટેક્સટાઇલ ઉદ્યોગને પડ્યો કરોડોનો ફટકો

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરોની અછત ચાલી રહી છે. અંદાજે 2 લાખ જેટલા કારીગરો વતનથી પરત ન આવવાને કારણે ગ્રે કાપડનું ઉત્પાદન (Grey Cloth Production In Surat) દોઢ કરોડ મીટર ઘટ્યું છે. પહેલા દરરોજ સાડા 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હતું. હોળી પહેલાથી કારીગરોનું વતન જવાનું ચાલુ છે.

2 લાખ કારીગરો વતનથી પાછા ન આવતા ઘટ્યું ગ્રે કાપડનું ઉત્પાદન

author img

By

Published : Apr 25, 2022, 7:36 PM IST

સુરત: ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતના કારણે ગ્રે કાપડનું દૈનિક ઉત્પાદન (Grey Cloth Production In Surat) દોઢ કરોડ મીટર ઘટ્યું છે. આ વખતે આશરે દોઢથી 2 લાખ સુધી કારીગરો (Textile Craftsmen In Surat) વતનથી પરત આવ્યા નથી. દરરોજ જે સાડા 4 કરોડ મીટરના કાપડનું ઉત્પાદન (Textile production In Surat) થતું હોય છે તેની જગ્યાએ હાલમાં માત્ર સાડા 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરોની અછત

હોળી પહેલાથી વતન જવાનું ચાલુ છે- બીજી બાજુ વિવિંગ ઉદ્યોગ (Weaving industry surat)માં આધુનિક મશીનો આવ્યા પછી કારીગરોની હવે પરંપરાગત લુમ્સ મશીન ઉપર કામ કરવાની રુચિ ઘટી ગઈ છે. વિવિંગ ઉદ્યોગમાં કારીગરોની અછત (Shortage of Textile Craftsmen) સર્જાઈ રહી છે. હોળી પહેલાથી જ કારીગરો પોતાના વતન તરફ જઈ રહ્યા હતા અને હજુ પણ વતન તરફ જવાનું ચાલુ હોવાથી વિવિંગ એકમોમાં એક પાળી ચાલી રહી છે.

પ્રોડક્શનમાં કાપ મૂકવામાં આવ્યો- કારીગરોની અછતના કારણે બજારમાં કામકાજો ખૂબ જ ઘટી ગયા છે. જ્યારે બીજી બાજુ ગ્રેના ભાવમાં કોઈ વધારો થયો નથી. કોરોનાકાળ (Corona In Gujarat) અને કારીગરોની તકલીફને કારણે આખા વર્ષનું ઉત્પાદન ખોરવાયું હોવા છતાં કારખાનેદારોને કોઈ લાભ મળ્યો નથી. સાઉથ ગુજરાત વિવિંગ એસોસિએશન (South Gujarat Weaving Association)ના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, કારીગરોની અછતના કારણે પ્રોડક્શનમાં કાપ મૂકવામાં આવ્યો છે. જે કારીગરો પોતાના વતન ગયા હતા તે હજી સુધી પરત આવ્યા નથી.

આ પણ વાંચો: Surat Textile Market: શ્રીલંકામાં સર્જાયેલી કટોકટીની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર થઈ, વેપારીઓના પેમેન્ટ અટવાયા

એક તરફ મંદી, બીજી તરફ વીજકાપની સમસ્યા- તેમણે વધુમાં કહ્યું કે, દર વર્ષે કારીગરો પોતાના વતન જતા હોય છે અને પરત આવી જતા હોય છે પરંતુ આ વર્ષે તેઓ પરત આવ્યા નથી. એક તરફ મંદીનો માહોલ છે અને બીજી તરફ વીજકાપની સમસ્યા છે. આ તમામ ભય કારીગરોના મનમાં બેસી ગયું છે. આજ કારણ છે કે કારીગરો પરત આવી રહ્યા નથી. પ્રોસેસિંગ યુનિટમાં પણ જે કોલસાની જરૂર છે ત્યાં કોલસાના ભાવમાં વધારો (Coal prices rise In India) થવાના કારણે પણ પ્રોડક્શન ઓછું છે.

આ પણ વાંચો: Surat Textile Market: કાપડ માર્કેટમાં લગ્નસરા અને રમઝાનને કારણે ધૂમ ખરીદી, પાર્સલોના ડિસ્પેચિંગ માટે ટ્રક ઓછી પડી

માત્રા સાડા 3 મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે- અશોક જીરાવાળાના જણાવ્યા પ્રમાણે, ટ્રેડર્સ પણ વ્યવસાય સારી રીતે કરી શકી રહ્યા નથી. આ વખતે આશરે દોઢથી 2 લાખ સુધી કારીગરો વતનથી પરત આવ્યા નથી, જેનો અર્થ થાય છે કે દરરોજ જે સાડા 4 કરોડ મીટરના કાપડનું ઉત્પાદન થતું હોય છે તેની જગ્યાએ માત્ર સાડા 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે જેના કારણે અમારા ઉદ્યોગને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.