ETV Bharat / city

પાટીદારોએ ભગવાનને આપ્યો અનોખો ઉપહાર - Virtual inauguration by PM Modi

આવતીકાલે સુરતમાં ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નો (Global Patidar Business Summit 2022) પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ સમિટને યાદગાર બનાવશે 36 કિલો ચાંદીમાંથી બનાવાયેલા ભગવાન માટેના (Vagha made from 36 kg of silver)વાઘા. વધુ વાંચો અહેવાલમાં.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 : 36 કિલો ચાંદીમાંથી ભગવાનના વાઘા જાણો શા માટે બનાવાયાં

author img

By

Published : Apr 28, 2022, 8:45 PM IST

Updated : Apr 29, 2022, 3:48 PM IST

સુરત : ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022માં લોકો 36 કિલો ચાંદીના ભગવાનના અદભૂત વાઘા જોવા મળશે. સરસાણા ખાતે તા. 29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 (Global Patidar Business Summit 2022) યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટ અને એક્ઝિબિશનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન (Virtual inauguration by PM Modi) કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.

18 કારીગરોએ 95 દિવસમાં બનાવ્યા
18 કારીગરોએ 95 દિવસમાં બનાવ્યા

36 કિલો ચાંદીમાંથી ભગવાનના વાઘા -ગુજરાત પાટીદાર બિઝનેસ સમિટ 2022માં (Global Patidar Business Summit 2022) કંઈક નવું આપવાના આગ્રહ સાથે પ્રેમવતી ગોલ્ડ દ્વારા 36 કિલો ચાંદીથી ભગવાનના વાઘા (Vagha made from 36 kg of silver)બનાવવામાં આવેલા છે. જેને 18 કારીગરોએ 95 દિવસમાં બનાવ્યા છે. આ કારીગરો ભગવાનના અલંકારો પૂરી ભક્તિભાવના સાથે બનાવતા હોવાથી ખૂબ જ ધન્યતા અનુભવે છે અને ઘરેણા ખૂબ જ આકર્ષક બનાવી રહ્યા છે.

પ્રેમવતી ગોલ્ડ દ્વારા 36 કિલો ચાંદીથી ભગવાનના વાઘા બનાવાયા

આ પણ વાંચોઃ વડોદરા ખાતે યોજાયેલ 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' માં પાટીલે આપી હાજરી

ક્યાં યોજાશે સમિટ- સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તા.29એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 (Global Patidar Business Summit 2022)યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટ અને એક્ઝિબિશનનું 29મીએ સવારે 11 વાગ્યે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે. પ્રથમ દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનોની પણ ઉપસ્થિતિ રહેશે.

950 સ્ટોલ રહેશે- સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત રાજ્ય સરકારના વાઈબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. વર્ષ 2018માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તેમજ 2020માં હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી. જેની સફળતા બાદ સુરતના સરસાણા ખાતે પણ સમિટ યોજાશે. જેમાં 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ રહેશે. જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15 થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો એક્ઝિબિશનમાં ભાગ લેશે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત અપાશે.

આ પણ વાંચોઃ સુરતમાં આ તારીખે યોજાશે Global Patidar Business Summit 2022

ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય- સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ (Global Patidar Business Summit 2022)વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરત ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્સટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે, ત્યારે મિશન 2026 હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે.

15 થી વધુ સેશનમાં તજજ્ઞ વક્તા - તેમણે વધુમાં કહ્યું કે સમિટમાં (Global Patidar Business Summit 2022) કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય અને ડેરી વિભાગના પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા, કેન્દ્રીયપ્રધાન અનુપ્રિયા પટેલ સહિત રાજ્ય સરકારના પ્રધાનો સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ, બિઝનેસમેનો તેમજ દેશવિદેશમાંથી ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને ત્રણ દિવસ દરમિયાન 15થી વધુ સેશનમાં તજજ્ઞ વક્તાઓ, ટેકનોક્રેટ તેમજ યુવા સાહસિકો માર્ગદર્શન આપશે.

Last Updated : Apr 29, 2022, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.