ETV Bharat / city

જાણો શા માટે અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલા ટ્રેડવોરના કારણે ભારતમાં મેરી ક્રિસમસ

કોવિડ 19 ના કારણે જ્યાં એક તરફ અનેક ઉદ્યોગ ધંધાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા હતા ત્યારે જેમ્સ એન્ડ જવેલરીમાં આ વખતે એક્સપોર્ટ બમણું જોવા મળ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલા ટ્રેડવોરના કારણે આ વખતે ક્રિસમસમાં જેમ્સ એન્ડ જ્વેલરી માટેનો ઓર્ડર ભારતને મળ્યો છે. એટલે આ ટ્રેડ વોરના કારણે ભારત માટે કોવિડ 19 કાળ મેરી ક્રિસ્મસ લાવ્યો છે.

જાણો શા માટે અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલા ટ્રેડવોરના કારણે ભારતમાં મેરી ક્રિસમસ
જાણો શા માટે અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલા ટ્રેડવોરના કારણે ભારતમાં મેરી ક્રિસમસ
author img

By

Published : Dec 19, 2020, 4:56 PM IST

  • જેમ્સ એન્ડ જ્વેલરીમાં આ વખતે એક્સપોર્ટ બમણું
  • ક્રિસમસમાં જેમ્સ એન્ડ જ્વેલરી માટેનો ઓર્ડર ભારતને મળ્યો
  • ભારત પોલિશડ ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ હબ

સુરત : કોવિડ 19 ના કારણે જ્યાં એક તરફ અનેક ઉદ્યોગ ધંધાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા હતા. ત્યારે જેમ્સ એન્ડ જવેલરીમાં આ વખતે એક્સપોર્ટ બમણું જોવા મળ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલા ટ્રેડવોરના કારણે આ વખતે ક્રિસમસમાં જેમ્સ એન્ડ જ્વેલરી માટેનો ઓર્ડર ભારતને મળ્યો છે. એટલે આ ટ્રેડ વોરના કારણે ભારત માટે કોવિડ-19 કાળ મેરી ક્રિસ્મસ લાવ્યો છે.

જાણો શા માટે અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલા ટ્રેડવોરના કારણે ભારતમાં મેરી ક્રિસમસ

અમેરિકામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેકટરમાં કંજક્શન વિશ્વના 70 ટકાથી પણ વધારે

ભારત પોલિશડ ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ હબ છે. જ્યારે ચાઇના અને હોંગકોંગ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ છે. અમેરિકામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેકટરમાં કંજક્શન વિશ્વના 70 ટકાથી પણ વધારે છે. જે જ્વેલરી ભારત, ચાઇના કે હોંગકોંગમાં બને તેના 70 ટકા કંજક્શનથી પણ વધારે અમેરિકામાં થાય છે.

અમેરિકાએ પોતાના પ્રોડક્ટ પર 7 ટકા ડ્યૂટી વધારે નાખી

કોવિડ-19 કાળમાં જે રીતે ચાઇના અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર ચાલ્યું છે. અમેરિકાએ પોતાના પ્રોડક્ટ પર 7 ટકા ડ્યૂટી વધારે નાખી છે. એટલે હોંગકોંગ અને ચાઇના મેડની કોઈપણ પ્રોડક્ટ હોય ભલે ડાયમંડ જ્વેલરી હોય કે, અન્ય વસ્તુની હોય તેની ઉપર સાત ટકા ડ્યૂટી નાખતા તે પ્રોડક્ટ 7 ટકા મોંઘી થઈ જતી હોય છે. જ્યારે ભારત દ્વારા જે પણ એક્સપોર્ટ થતું હોય છે. તેની ઉપર અમેરિકા દ્વારા કોઈપણ ડ્યુટી મૂકવામાં આવી નથી. જેના કારણે તેનો સીધો લાભ ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને થયો છે.

હાલની તારીખમાં ભારતની અંદર અને ખાસ કરી સુરત શહેરની વાત કરીએ તો સચિન સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 22 જેટલી જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કંપની આવી છે. લોકલ બેઝ પર 400 થી પણ વધારે કંપનીઓ કાર્યરત છે. આ લોકોને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ સારા ઓર્ડર મળી રહ્યા છે. જેમાં સૌથી વધુ અમેરિકાના ઓર્ડર સામેલ છે. વર્ષ 2019 નવેમ્બર એક્સપોર્ટમાં ભારતનો કટ અને પોલીશીંગનો બિઝનેશ 620 મિલિયન ડોલરનો હતો. જોકે, કોવિડ 19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ વધ્યો અને નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ થયું છે.

અમેરિકા,યુરોપિયન કન્ટ્રી યુએઈની આ એરિયા સિવાય ડોમેસ્ટિકમાં પણ જેમ્સ જ્વેલરીની ડિમાન્ડ

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વેસ્ટ ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના કાળની શરૂઆતથી જ ભારતને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં લાભ થતો શરૂ થઈ ગયો હતો. જેથી કહી શકાય કે, આ વખતે મેરી ક્રિસ્મસ ભારત માટે ચોક્કસથી છે. કારણ કે, ક્રિસમસ દરમિયાન અમેરિકા સહિત આ અન્ય દેશોમાં ડાયમંડ જ્વેલરી ડિમાન્ડ થતી હોય છે. અમેરિકા,યુરોપિયન કન્ટ્રી યુએઈની આ એરિયા સિવાય ડોમેસ્ટિકમાં પણ જેમ્સ જ્વેલરીની ડિમાન્ડ આ વખતે વધારે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.