ETV Bharat / city

ગરબા રમવા માટે ડ્રેસ અને ઓર્નામેન્ટની સાથે ખેલૈયાઓએ કોરોના વેક્સિનના લીધા બન્ને ડોઝ - vaccination

ગણેશ ઉત્સવ બાદ હવે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વ પર અનેક છૂટછાટો આપવામાં આવી છે. હવે ખેલૈયા નવરાત્રીના નવ દિવસ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને મનમુકી ગરબા રમી શકશે. સરકારની ગાઇડલાઇન બહાર પાડવામાં આવે તે પહેલાં જ ખેલૈયાઓએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે, જેથી રંગમાં ભંગ નહીં પડે. કેટલાક ખેલૈયાઓએ નવરાત્રીમાં ગરબા રમવા માટે ખાસ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે.

વેક્સિન લઇ ખેલૈયાઓ ગરબા રમવા તૈયાર
વેક્સિન લઇ ખેલૈયાઓ ગરબા રમવા તૈયાર
author img

By

Published : Sep 25, 2021, 5:21 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વ પર અનેક છૂટછાટો આપવામાં આવી
  • કેટલાક ખેલૈયાઓએ ગરબા રમવા ખાસ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે
  • ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારી કરી દીધી શરૂ

સુરત :કોરોનાના કારણે એક વર્ષથી લોકો નવરાત્રીના પર્વ પર ગરબા રમવાથી વંચિત રહ્યા હતા, પરંતુ આ વખતે કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે અનેક છૂટછાટો આપીને ગાઈડલાઈન મુજબ ગરબા રમવાની પરવાનગી આપી છે. જેને લઇને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખેલૈયાઓ વેક્સિનના બન્ને ડોઝ લઇ ગરબા રમવા તૈયાર

સુરતમાં છેલ્લા એક મહિનાથી અસમંજસની સ્થિતી વચ્ચે ખેલૈયાઓ ગરબાના અનેક સ્ટેપ શીખી રહ્યા હતા અને આખરે અસમંજસ સરકારની ગાઇડલાઇન બાદ સમાપ્ત થયો છે. ખેલૈયાઓ પણ જાણતા હતા કે, જો સરકાર પરવાનગી આપશે તો તેમાં વેક્સિનના બે ડોઝ ફરજિયાત હશે. આજ કારણથી મહિના પહેલાથી જ ખેલૈયાઓએ રાસ ગરબા રમવા માટે વેક્સિનના બન્ને ડોઝ પૂર્ણ કરી લીધા છે.

સરકારની ગાઈડલાઈન મુજબ આયોજન થશે

સુરતમાં ગરબા ક્લાસીસ ચલાવનાર તરુણ પટેલે જણાવ્યું હતું કે, ક્લાસીસમાં પણ ખાસ એવા લોકોને પરવાનગી આપવામાં આવી હતી, જેઓએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. એટલું જ નહિ જે આયોજન થશે તેમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવશે અને આયોજનમાં એવા લોકોને જ પ્રવેશ મળશે કે જેઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. ખેલૈયાઓનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને સરકારની ગાઈડલાઈન મુજબ આયોજન થશે.

ડ્રેસ અને ઓર્નામેન્ટની ખરીદી કરી લીધી હતી

વર્ષા પટેલે જણાવ્યું હતું કે, બે વર્ષથી કોરોનાના કારણે ગરબા રમવાની મજા તેઓ માણી શક્યા નથી, પરંતુ હવે પરવાનગી મળી છે તેના કારણે આ વર્ષે ગરબા રમવાનો ઉત્સાહ બમણો થઇ ગયો છે. પરવાનગી મળે તે પહેલા જ અમે ડ્રેસ અને ઓર્નામેન્ટની ખરીદી કરી લીધી હતી. આ સાથે અમે ખાસ નવરાત્રી રમવા માટે કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે.

વેક્સિન લઇ ખેલૈયાઓ ગરબા રમવા તૈયાર

હેલ્થ વર્કર છું આ માટે જાણું છું કે વેક્સિન જરૂરી છે

હેલ્થ વર્કર સાગરે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ઘણું કામ હતું અને નવરાત્રી મને ખૂબ જ ગમે છે, આ હળવો થવાનો સમય છે. હેલ્થ વર્કર છું આ માટે જાણું છું કે વેક્સિન જરૂરી છે. પોતાના માટે અને પરિવાર માટે તો વેક્સિન મૂકાવી છે, પરંતુ ખાસ કહી શકાય કે, નવરાત્રીના આયોજનમાં જઈ શકુ આ માટે અગાઉથી જ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. ગરબા મારે માટે મેડિસિન છે.

આ પણ વાંચો- ખેલૈયાઓ થઇ જાવ તૈયાર, આ વર્ષે નવરાત્રીમાં ગાવા મળશે ગરબા

આ પણ વાંચો- ખેલૈયાઓ માટે મોટા સમાચાર, વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.