ETV Bharat / city

સુરત શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્મશાન ગૃહના હૈયું હચમચાવી દેતા દ્રશ્યો

સુરત શહેરમાંથી અગ્નિ સંસ્કાર માટે મૃતદેહો જિલ્લાના ત્રણ અલગ-અલગ સ્મશાન ગૃહો પર લાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના સ્મશાન ગૃહોમાં મૃતકોના અગ્નિદાહના વળવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક સ્મશાન ગૃહમાં રોજ 20થી 25 મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવતા હોય સ્મશાન ગૃહની ભયાવહ તસ્વીરો સામે આવી રહી છે.

કેપેસિટી કરતા વધુ મૃતદેહો આવતા સર્જાયા ભયાવહ દ્રશ્યો

author img

By

Published : Apr 11, 2021, 3:33 PM IST

  • રોજ 20થી 25 મૃતદેહો આવી રહ્યા છે
  • જિલ્લાના બારડોલી, ખોલવડ અને કડોદરામાં મૃતદેહ મોકલવામાં આવે છે
  • કેપેસિટી કરતા વધુ મૃતદેહો આવતા સર્જાયા ભયાવહ દ્રશ્યો

બારડોલી: સુરત શહેરમાં કોરોનાને કારણે વધી રહેલા મૃત્યુઆંકને કારણે મૃતદેહોને જિલ્લાના સ્મશાન ગૃહોમાં મોકલવામાં આવી રહ્યા છે. જિલ્લાના બારડોલી ઉપરાંત કડોદરા અને કામરેજના ખોલવડમાં આવેલા સ્મશાન ગૃહમાં કોરોના સંક્રમિત મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. ત્રણેય સ્મશાન ગૃહોમાં કેપેસિટી કરતા વધુ મૃતદેહ આવતા સ્થિતિ ભયાનક થઈ ગઈ છે.

જિલ્લાના બારડોલી, ખોલવડ અને કડોદરામાં મૃતદેહ મોકલવામાં આવે છે

આ પણ વાંચો: જામનગર આદર્શ સ્મશાન ગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહોની લાંબી કતારો

સુરત શહેરમાં લાંબી કતારો લાગતા મૃતદેહો ગ્રામ્ય વિસ્તારમાં મોકલાય રહ્યા છે

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મૃત્ય દરમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેને કારણે સુરત શહેરના તમામ સ્મશાન ગૃહોમાં હાલ મૃતદેહોની લાંબી કતાર લાગી રહી છે અને ટોકન પદ્ધતિથી અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. આથી હવે સુરત શહેરના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ગ્રામીણ વિસ્તાર તરફ મોકલવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાગી રહી છે લાઇન, પરંતુ મૃતદેહોનો ભરાવો એટલો છે કે ગ્રામીણ વિસ્તારના સ્મશાન ગૃહોમાં પણ 3થી 4 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. સુરતના બારડોલી, કડોદરા અને ખોલવડ સ્મશાન ગૃહો પર સુરત શહેરમાંથી મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે.

શહેર કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો નિર્ણય

સુરત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સુરત શહેરના કોવિડ મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટેની વાત કરતા તમામ સ્મશાન ગૃહો પર હાલ અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે. કામરેજના ખોલવડમાં 11 એપ્રિલે સવારથી 22 જેટલા મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી છે અને હજુ પણ સુરત શહેર વિસ્તારમાંથી મૃતદેહો અંતિમ ક્રિયા માટે લાવવામાં આવી રહ્યા છે.

કડોદરામાં સ્મશાન ગૃહના વળવા દ્રશ્યો સામે આવ્યા

જિલ્લાના કડોદરા સ્મશાન ગૃહમાં વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બે દિવસ અગાઉ સુરત શહેરમાં સ્મશાન ભૂમિ જે ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતાં. એ દ્રશ્યો હવે સુરત જિલ્લામાં જોવા મળી રહ્યા છે. જિલ્લાના કડોદરા વિસ્તારમાં આવેલા સ્મશાન ભૂમિના આ દ્રશ્યો છે.

આ પણ વાંચો: સુરતમાં અંતિમક્રિયા માટે વસૂલવામાં આવી રહ્યા છે 1થી 2 હજાર રૂપિયા

કામચલાઉ સગડી મૂકી અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.

સ્મશાનમાં મર્યાદા માત્ર ત્રણ ભઠ્ઠીની છે. જેની સામે 22થી વધુ કોરોનામાં મૃત્યુ પામનારા મૃતદેહો અહીં આવી રહ્યા છે. ત્યારે કડોદરા સ્મશાન ગૃહના ઇતિહાસમાં આટલી માત્રામાં અગ્નિદાહ આપ્યાનો પહેલો કિસ્સો છે. બીજી તરફ મૃતદેહોને અગ્નિદાહને પહોંચી વળવા માટે કામચલાઉ સગડીઓ મૂકી અગ્નિદાહ કરવામાં આવી રહ્યો છે. રાત્રે એક સાથે સાત-સાત મૃતદેહો સળગતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા.

સતત અગ્નિદાહને કારણે બારડોલીની બે સગડી તૂટી ગઈ

બીજી તરફ બારડોલીના સ્મશાન ગૃહમાં સતત અગ્નિદાહ આપવામાં આવતા ત્રણ પૈકી બે સગડીની લોખંડની ટ્રે તૂટી ગઈ હતી. જો કે હવે આ સગડીનું સમારકામ કરી દેવામાં આવ્યું હોવાથી ફરીથી તેને કાર્યરત કરવામાં આવી હોવાનું સંચાલકે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.