સુરત : સુરત શહેરમાં છેતરપિડીં કાડ દિવસેને દિવસે (Fraud Case in Surat) રફતાર પકડી જાય છે, ત્યારે ફરી એકવાર સુરતના અડાજણ વિસ્તારમાં કરોડોની છેતરપિંડીના ગુનામાં 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી SOG પોલીસે પકડી પાડ્યો છે. આ આરોપી ટ્રક તેમજ લક્ઝરી બસોની (Fraud with Bank in Surat) બોગસ આરસી બુકના આધારે પ્રાઇવેટ ફાઇનાન્સ માંથી 12.52 કરોડની લોન લઈ કરેલી હોવાનું સામે આવ્યુ હતું. તેને લઈને આરોપી પોલીસના હાથે લાગતા કાયદેસર કાર્યવાહી (Surat SOG Police) પોલીસે હવે શરૂ કરી છે.
આ પણ વાંચો : Fraud with Textile Trader : સુરતમાં લેભાગુ તત્વોને લઈને ગૃહપ્રધાન લાલ, મોટા માથા બહાર આવવાના એંધાણ
ચોંકાવનારો કર્યો ખુલાસો - SOG પોલીસની ટીમે બાતમીના આધારે ડીંડોલી મિલેનિયમ પાર્ક પાસેથી આરોપી છગન ચૌહાણને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, પોતે અગાઉ બાંધકામનો ધંધો કરતો હતો. પરંતુ તે ધંધામાં અમુક પાર્ટીએ કામ કરાવી પૈસા નહિ આપતા ધંધામાં ખોટ ગયી હતી. પોતાનું મકાન તથા 7 જેટલી ટ્રક વેચતા પણ કર્જ ચૂકવાયો ના હતો અને આર્થિક ભીસમાં સપડાયો હતો. જેથી શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે તેણે સુરત ખાતે રહેતા આરોપી ઈર્શાદ ઉર્ફે ઇસુ કાળુ પઠાણ સાથે મળી પોતાના તેમજ અન્ય વ્યક્તિઓના નામે લકઝરી બસ, ટ્રકોની બોગસ આરસી બુકો બનાવી તે બુકોના આધારે અલગ અલગ વ્યક્તિના નામે અડાજણ ખાતે આવેલી ઇન્ડો સ્ટાર કેપિટલ ફાઇનાન્સ માંથી 12 કરોડ 52 લાખ 65 હજારની (Surat Fraud Crime Case) લોન લઈ બેંક સાથે છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો : Fraud case in Surat : દસ દિવસમાં પેમેન્ટ આપવાનું કહી 5 વેપારીઓનું બુચ મારનાર ઝડપાયો
હપ્તા ભરવાનું બંધ - પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ એક બીજાની મદદગારીથી જે વાહનો અસ્તિત્વમાં ના હોય તેવા વાહનો જેવા કે લકઝરી બસ, ટ્રક વિગેરેની બોગસ આરસી બુક, ખોટા રહેઠાણના ઓળખાણના પુરાવો બનાવી યુઝ કોમર્શિયલ વાહનો ઉપર અન્ય વ્યક્તિના નામે બેંકમાંથી લોન મેળવવા બોગસ ડોક્યુમેન્ટ બેંકમાં રજુ કરતો હતો. બાદમાં બેંક દ્વારા જે વાહન ઉપર લોન લેવાની હોય તે વાહનના ફિઝિકલી ચેકિંગ તેમજ સ્થળ વિઝીટ માટે વેલ્યુઅરની નિમણૂક કરતો હતો. જેથી (Vehicle Fraud in Surat) આરોપીઓ તે વેલ્યુઅરને થોડા ઘણા પૈસાની લાલચ આપી અસ્તિત્વમાં જ ના હોય તેવા વાહનો ખોટા વેલ્યુએશન રિપોર્ટ બેંકમાં સબમીટ કરાવતા બાદમાં બેન્કમાંથી કરોડો રૂપિયાની લોન લઇ લેતો હતો. જે બાદ પ્રથમ થોડા હપ્તા બેંકમાં રેગ્યુલર ભરતો અને બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી નાસી જતો હતો. હાલ આ આરોપીની SOG પોલીએ ધરપકડ કરી તેનો કબજો અડાજણ પોલીસને સોંપ્યો હતો.