ETV Bharat / city

એક જ પરિવારના ચાર બાળકો પરિવારની જાણ વગર યુપી વતન જવા નીકળી ગયા હતા, ભૂસાવલ ટ્રેનમાંથી મળી આવ્યા

ડુમસ મગદલ્લા બંદર નજીકના રણછોડ નગર ખાતે રહેતા એક જ પરિવારના ચાર બાળકો એક સાથે ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જો કે, એક બાળકની પાસે મોબાઇલ ફોન હોવાથી પોલીસનું કામ સરળ થઇ ગયું હતું અને તેનો મોબાઈલ ટ્રેસ કરીને ભુસાવલ ટ્રેનમાં બેઠેલા બાળકોને નંદુરબારની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશને પહોંચીને ઉતારી લઈને ડુમસ પોલીસને સોંપ્યા હતા.

ડુમસ પોલીસ
ડુમસ પોલીસ
author img

By

Published : Sep 18, 2021, 7:25 PM IST

  • એક જ પરિવારના ચાર બાળકોએ સાથે ગુમ થઈ જતા પોલીસે દોડતી થઈ ગઈ હતી
  • નંદુરબારની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશને પહોંચીને ચારેય બાળકોને ઉતાર્યા
  • તમામની ઉંમર 13થી 14 વર્ષની છે તે એક સાથે ઘરેથી ગુમ થઈ ગયા હતા

સુરત :ડુમસ મગદલ્લા બંદર નજીકના રણછોડ નગર ખાતે રહેતા એક જ પરિવારના ચાર બાળકો એક સાથે ગુમ થઈ જતા પોલીસે દોડતી થઈ ગઈ હતી. જો કે એક બાળકની પાસે મોબાઇલ ફોન હોવાથી પોલીસનું કામ સરળ થઇ ગયું હતું અને તેનો મોબાઈલ ટ્રેસ કરીને ભુસાવલ ટ્રેનમાં બેઠેલા બાળકોને નંદુરબારની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશને પહોંચીને ઉતારી લઈને ડુમસ પોલીસને સોંપ્યા હતા.

એક પરિવારના ચાર બાળકો જેમાં બે બાળકીઓ અને બે બાળકો હતા

ડુમસના મગદલ્લા બંદર નજીક આવેલા રણછોડ નગરમાં રહેતા એક પરિવારના ચાર બાળકો જેમાં બે બાળકીઓ અને બે બાળકો હતા. તે તમામની ઉંમર 13થી 14 વર્ષની છે તે એક સાથે ઘરેથી ગુમ થઈ ગયા હતા. એક સાથે ચાર બાળકો ગૂમ થતાં પરિવારના સભ્યો દોડતા થઇ ગયા હતા. ડુમસ પોલીસ મથકે ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ડુમસ પોલીસે બાળકોને શોધવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જો કે એક બાળકે પોતાની સાથે મોબાઈલ ફોન રાખ્યો હોવાથી પોલીસે નંબરના આધારે ફોન ટ્રેસ કરતા લોકેશન મહારાષ્ટ્ર જતી ભૂંસાવલ ટ્રેનમાં બાળકો બેઠા હોવાનું જણાયું હતું.

એક જ પરિવારના ચાર બાળકો પરિવારની જાણ વગર યુપી વતન જવા નીકળી

ગામ ફરવા માટે નીકળ્યા હતા

ડુમસ પોલીસે તરત જ નંદુરબાર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને બાળકો અંગે જાણ કરી હતી. નંદુરબાર પોલીસે પણ વિલંબ કર્યા વિના રેલવે સ્ટેશને પહોંચી ટ્રેનમાંથી ચારે બાળકોને શોધી કાઢ્યા હતા. નંદુરબાર પહોંચેલી ડુમ્મસ પોલીસની ટીમને બાળકો સોંપી દીધા હતા, ત્યારે બાળકોને ફરવા જવું હતું પરિવાર બિહાર અને ઉત્તર પ્રદેશ બોર્ડર નજીક રહે છે. તેઓ પોતાના વતન ફરવા જવા માટે નીકળ્યા હતા. ચારે બાળકો હેમખેમ મળી આવતાં પોલીસ અને તેના પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.