ETV Bharat / city

પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સુરતની મુલાકાતે, કહ્યું- એક મેચ હારવાથી ભારતીય ટીમ નબળી છે એવું હું નથી માનતો - કપિલ દેવ સુરત ઈટીવી ભારત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી કપિલ દેવ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે ક્રિકેટ સહિત અનેક મુદ્દાઓ પર પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે. કોઈ બીજી ટીમ આપણાથી સારું રમીને જીતે તો પ્રશંસા થવી જોઈએ. ગયા રવિવારે ટી20 વર્લ્ડ કપમાં પહેલી જ મેચમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું. તેને ધ્યાનમાં રાખીને કપિલ દેવે આ નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, એક મેચના પર્ફોર્મન્સ પર કોઈ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઈએ.

પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સુરતની મુલાકાતે, કહ્યું- એક મેચ હારવાથી ભારતીય ટીમ નબળી છે એવું હું નથી માનતો

author img

By

Published : Oct 30, 2021, 11:48 AM IST

  • વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે સુરતની મુલાકાત લીધી
  • ક્રિકેટ જેન્ટલમેનની રમત છે, કોઈ બીજી ટીમ આપણાથી સારું રમીને જીતે તો પ્રશંસા થવી જોઇએ : કપિલ દેવ
  • કપિલ દેવે કહ્યું હતું કે, એક મેચના પરફોર્મન્સ પર કોઈ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઈએ

સુરતઃ વર્ષ 1983માં ભારતને પહેલી વખત ક્રિકેટમાં વર્લ્ડ કપ અપાવનારા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે. તેમાં નિંદા, અપશબ્દો કે હિંસાને કોઈ સ્થાન જ નથી. ટી20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને મળેલા પરાજય અંગે કપિલ દેવે જણાવ્યું હતું કે, એક મેચના પરફોર્મન્સ પર કોઈ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઈએ. કોઈ બીજી ટીમ આપણાથી સારું રમીને જીતે તો પ્રશંસા થવી જોઈએ. જે ટીમ 30 વર્ષ સારું રમીને જીતી છે. તેની નોંધ પણ લેવી જોઈએ. તે મેચને એ રીતે લેવી જોઈએ કે એક ટીમ આટલા વર્ષો સારું રમી આપણને અનેક મેચો જીતાડી તેમના દ્વારા એક મેચ હારવાથી ભારતની ટીમ નબળી પડી હોય તેવું હું માનતો નથી.

આ પણ વાંચોઃ ક્રિકેટર કપિલ દેવે પત્ની સાથે નાથદ્વારાના દર્શન કરી ધન્યતા અનુભવી

ક્રિકેટ અનિશ્ચિતાઓની રમત છેઃ કપિલ દેવ

પૂર્વ ક્રિકેટર કપિલ દેવે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન ટીમ ટી-20 ફોર્મેટ માટે પરફેક્ટ ટીમ છે અને તે સારો દેખાવ કરશે તેવી દરેકને આશા છે. એક મેચ હારવાથી જે દર્દ લોકોને થયું છે. તમે કલ્પના પણ ન કરી શકો કે, જે લોકો મેચ રમ્યા તેમને સામાન્ય લોકોથી ખૂબ વધુ દુઃખ થયું હશે. જો આ ટીમ જીતી ગઈ હોત તો લોકોના મોઢા બંધ હોત. આપણે જીત પર વાતો કરીએ છીએ પ્રોસેસ પર નહીં બધું બરાબર હોય તો સામી ટીમ ક્રિકેટમાં જીતી શકે. આ અનિશ્ચિતાઓની રમત છે.

કપિલ દેવે કહ્યું હતું કે, એક મેચના પરફોર્મન્સ પર કોઈ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઈએ

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહુવાની મુલાકાતે, પૂજ્ય મોરારી બાપુ સાથે કરી શુભેચ્છા મુલાકાત

જે સારું રમે તેના વખાણ થવા જોઈએઃ કપિલ દેવ

તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું. તો આ વાતનો ઉલ્લેખ કરતા કપિલ દેવે જણાવ્યું હતું કે, એક મેચ જીતી તે પછીના લોકોના જૂનૂનને હું યોગ્ય ગણતો નથી. આપણી ટીમ પાછલા 30 વર્ષ તેમનાથી સારું રમી મોટા ભાગની મેચો જીતી તેની પણ નોંધ લેવી જોઈએ. હવે તેઓ આપણાથી સારું રમ્યા તો તેમના વખાણ કરવા જોઈએ. અપશબ્દો બોલવા કે ટીકા કરવી સરળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.