ETV Bharat / city

ડિંડોલી અકસ્માત: પાલિકાના અધિકારીઓની મધ્યસ્થી બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યા - ડિંડોલી અકસ્માત

સુરત: સીટી બસની અડફેટે મોતને ભેટેલા ત્રણ લોકોના પરિવાર દ્વારા આજે વહેલી સવારથી સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ન્યાયની માગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરિવારે અલગ અલગ માગણીઓ સાથે ધરણા પ્રદર્શન કરી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે દરમિયાન સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ સમગ્ર મામલે સમાધાન થઈ જતા પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. સીટી બસના કોન્ટ્રાક્ટરે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

મૃતદેહ
author img

By

Published : Nov 21, 2019, 5:09 PM IST

સુરતના ડિંડોલી-નવાગામ ઓવરબ્રિજ પર સીટી બસની અડફેટે ત્રણ લોકોના મોત થયા હતા. જે બાદ મૃતકોના પરિવારને આર્થિક સહાય આપવાની માગ સાથે સબંધીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા પર બેસી ગયા હતા. દરમિયાન સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ પરિવાર દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું છે.

પાલિકાના અધિકારીઓની મધ્યસ્થી બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યા

સીટી બસના કોન્ટ્રાકટરે મૃતકના પરિવારને 5 લાખનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી. જેથી, પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. મળતી માહિતી મુજબ, પરિવારે 8 લાખની માગ કરી હતી. જ્યારે, કોન્ટ્રાકટર દ્વારા 5 લાખની સહાય આપવાની બાંહેધરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સીટી બસ કોન્ટ્રાક્ટર અને મૃતકના પરિવાર વચ્ચે સમાધાન કરાવવા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મધ્યસ્થી બન્યા હતા. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, નીતિ નિયમો પ્રમાણે પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે.

Intro:સુરત : સીટી બસ અડફેટે મોતને ભેટેલા ત્રણ લોકોના પરિવાર દ્વારા વહેલી સવારથી સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પરિવારે અલગ અલગ માંગણીઓ સાથે ધરણાં પ્રદર્શન કરી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો..દરમ્યાન સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ સમગ્ર મામલે સમાધાન થઈ જતા  પરિવારે લાશ સ્વીકારી લીધી હતી.સીટી બસના કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પાંચ લાખની સહાય મૃતકો ના પરિવારને આપવાની જાહેરાત કરી હતી.

Body:સુરતના ડીંડોલી - નવાગામ ઓવરબ્રિજ પર સીટી બસ અડફેટે ત્રણ લોકોના મોત થયા હતા.જે બાદ મૃતકોના પરિવારને આર્થિક સહાય આપવાની માંગ સાથે સંબંધીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં આજ રોજ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા - પ્રદર્શન પર બેસી ગયા હતા.જ્યાં તંત્ર તરફથી બાંહેધરી મળતા હવે પરિવારજનો દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું છે.પરિવારે લાશ સ્વીકારી લીધી છે.સીટી બસના કોન્ટ્રાકટર દ્વારા પરિવારને પાંચ લાખનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી.જેથી પરિવાર લાશ સ્વીકારવા રાજી થયો હતો.પરિવારે આઠ લાખની માંગ કરી હતી.જો કર કોન્ટ્રાકટર દ્વારા પાંચ લાખ આપવાની બાંહેધરી આપતા પરિવારે લાશ સ્વીકારી હતી.સુરત મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનરે સ્થળ પર આવી વાતનું સમાધાન કરાવતા મામલો થાળે પડ્યો...Conclusion:આ અંગે પાલિકાના ડેપ્યુટી કમીશનર એન.વી.ઉપધ્યાય એ જણાવ્યું હતું કે નીતિ નિયમો પ્રમાણે પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે..જો કે તેમણી કોઈ માંગણી સ્વીકારવામ આવી નથી.

બાઈટ :શૈલેષભાઈ પરાતે ( સમાજ અગ્રણી)

બાઈટ :એ.પી.પરમાર ( એસીપી સુરત પોલીસ )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.