ETV Bharat / city

100 કરોડ રૂપિયાની જમીન માટે લંડનથી સોપારી આપી ભાજપના કોર્પોરેટર ઉપર ફાયરિંગ કર્યો હોવાનો ખુલાસો - ભાજપના કોર્પોરેટર ઉપર ફાયરિંગ

સુરતમાં 100 કરોડ રૂપિયાની જમીન માટે લંડનથી સુપારી આપી ભાજપના કોર્પોરેટર ઉપર ફાયરિંગ કરી હોવાનો ખુલાસો ક્રાઇમબ્રાન્ચે કર્યો છે. થોડા દિવસ પહેલા કરંજ વિસ્તારના ભાજપના કોર્પોરેટર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરતાં મોટો ખુલાસો થયો છે. કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં ભાજપના કોર્પોરેટર ને લંડનમાં રહેતા લાભુમેર નામના શખ્સે વોટ્સઅપ થકી જાનથી મારવાની સોપારી આપવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે પોલીસે સુરતના બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી એકનો કોરોના પોઝિટિવ કેસ આવતા સારવાર હેઠળ ખસેડાયો છે. જ્યારે ઘટનામાં સામેલ બે શાર્પ શૂટરોની શોધખોળ કરવા પોલીસ મુંબઇ રવાના થઇ છે.

100 કરોડ રૂપિયાની જમીન માટે લન્ડન થી સુપારી આપી ભાજપના કોર્પોરેટર ઉપર ફાયરિંગ કરી હોવાનો ખુલાસો

author img

By

Published : Jul 11, 2020, 6:26 PM IST

સુરતઃ લંડન, બેંગ્લોર અને સુરતમાં વેપાર કરનારા લાભુ નામના શખ્સે લંડનમાં બેસીને સુરતની એક સો કરોડ રૂપિયાની જમીનના વિવાદમાં ભાજપના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસિયાને જાનથી મારી નાખવા માટેની સોપારી આપી હતી. જે જમીન અંગે વિવાદ ચાલી રહ્યો છે, તેની કિંમત સો કરોડ રૂપિયાથી પણ વધુ છે. સુરતના વરાછાની વર્ષા સોસાયટી પાસે થયેલા કોર્પોરેટર પર ફાયરીંગ પ્રકરણમા ક્રાઇમબ્રાંચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. કરોડો રુપિયાની જમીન વિવાદને લઇને મુંબઇથી શાર્પ શુટરો બોલાવી કોર્પોરેટરની હત્યાનુ કાવતરુ ઘડવામાં આવ્યું હતું. જ્યાં ક્રાઇમબ્રાચે બે શાપ શુટરો તથા જીતુ નિશાદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

100 કરોડ રૂપિયાની જમીન માટે લંડનથી સુપારી આપી ભાજપના કોર્પોરેટર ઉપર ફાયરિંગ કરી હોવાનો ખુલાસો

સુરતના વરાછા એલ.એચ. રોડ પર આવેલા સર્વે નંબર 35 પોપડાવાળી જગ્યાના મુળ માલિક પ્રદિપકુમાર વાડીવાલા છે. જેની અડઘી જગ્યા પર છેલ્લા ચાલીસ વર્ષથી નરેશ રબારીએ કબ્જો કરી ત્યા તબેલો બાંધી દીધો હતો. દરમિયાન લાબુ મેર નામના શખ્સે આ સર્વે વાળી જગ્યા ખરીદવાનુ નક્કી કર્યુ હતુ. જેમા નરેશને અડધી જગ્યા છોડવાના રુપિયા તથા વિજયદાન ગઢવીને દલાલીના રુપિયા આપવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ. જો કે જમીનનો સોદો થાય તે પહેલા જ કંરજ વિધાનસભાના કોર્પોરેટર ભરત મોનાએ પોપડાવાળી અડધી જગ્યા પ્રદિપભાઇ સાથે રહી રાહુલ ભાદરકા તથા રાકેશ ગોરીયાના નામ પર દસ્તાવેજ કરાવી દીધો હતો. આ વાતની જાણ નરેશને થતા તેને મામલતદારને આ અંગે અરજી કરી હતી. જો કે ત્યા વાંધા અરજી નકારવામા આવી હતી. વાંધા અરજી નકારતા તેને પોતાની અડધી જમીન પર જતી દેખાય હતી. સાથો-સાથ વિજયને પોતાની દલાલીના રુપિયામા નુકશાની જતી દેખાય હતી. જેથી આ બંનેએ ભરત મોના અન્ય જમીનનો સોદો નહિ કરી લે તે માટે તેને મોતને ઘાટ ઉતારવાનુ નક્કી કરી દીધુ હતુ.

આ જમીનમાં વધારે રસ લંડનમાં રહેતા બાબુભાઈને હતો. આ જ કારણ છે કે તેને નરેશ અને બીજાને આઠ લાખ રૂપિયા મોકલી મધ્યસ્થતા કરી રહેલા ભાજપના કોર્પોરેટરને જાનથી મારી નાખવાની સોપારી આપી હતી અને નરેશે આ માટે મુંબઈના શાર્પ શૂટરો સાથે સંપર્ક કર્યો હતો. ફાયરિંગ કરનારા બંને શૂટરો સુરત પણ આવ્યા હતા. પરંતુ ફાયરિંગની આ ઘટનામાં કોર્પોરેટર ભરતને ગોળી વાગી હતી. પરંતુ સારવાર દરમિયાન તે બચી ગયા હતા. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળેથી સીસીટીવીના આધારે આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસે વિજય અને નરેશની ધરપકડ કરી છે. જ્યારે બંને સૂત્રોની શોધખોળ કરવા માટે પોલીસની એક ટીમ મુંબઇ રવાના થઇ છે. લંડનના સોપારી આપનાર લાભુ મેરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને ટૂંક સમયમાં રેડ કોર્નર નોટિસ જાહેર કરી તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરશે, બીજી બાજુ વિજય અને નરેશ બંનેનો કોરોના રિપોર્ટ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાંથી વિજયનો કોરોના પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.