ETV Bharat / city

Fire In Surat Tuition Class: આગ લાગી ત્યારે બિલ્ડિંગનો એક્ઝિટ દરવાજો હતો બંધ, ફાયર વિભાગે કોની સામે ફરિયાદ નોંધી જાણો - કતારગામ ફાયર કંટ્રોલ રૂમ

સુરતના સિંગણપોરના એમ સ્કવેર બિલ્ડિંગમાં લાગેલી આગ (Fire In Surat Tuition Class)માં બિલ્ડિંગનો એક્ઝિટ દરવાજો બંધ હતો. ફાયર વિભાગે બિલ્ડિંગ મેન્ટેનન્સ વિભાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ આગમાં 20 વિદ્યાર્થીઓ ફસાઈ ગયાં હતાં જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

આગ લાગી ત્યારે બિલ્ડિંગનો એક્સિટ દરવાજો હતો બંધ, બિલ્ડિંગ મેન્ટેનન્સ વિભાગ વિરુદ્ધ ફાયર વિભાગે નોંધાવી ફરિયાદ

author img

By

Published : Feb 24, 2022, 4:57 PM IST

સુરત: ગતરોજ સાંજે સુરતના સિંગણપોર (m squer building singanpor)ના એમ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ (Fire In Surat Tuition Class) લાગી હતી. આ મામલે બિલ્ડિંગનો એક્ઝિટ દરવાજો બંધ હોવાના કારણે બિલ્ડિંગના મેન્ટેનન્સ વિભાગ (maintenance department of the buildings ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. ફાયરના સાધનોની જગ્યા ઉપર ખુબ જ ધુમાડો હોવાથી તેનો ઉપયોગ થઈ શક્યો નહોતો.

ફાયરના સાધનોની જગ્યા ઉપર ખુબ જ ધુમાડો હોવાથી તેનો ઉપયોગ થઈ શક્યો નહોતો.

બિલ્ડિંગ મેન્ટેનન્સ વિભાગ વિરુદ્ધ ફરિયાદ

સુરત શહેરના સિંગણપોર ચાર રસ્તા (singanpor char rasta) પાસે આવેલા એમ સ્વેકર બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી હતી. આગ ત્રીજા માળ સુધી પહોંચતા (Fire accident in Surat) ટ્યુશન ક્લાસિસના 20 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમને ફાયર વિભાગ (Fire Department Surat) દ્વારા હાઇડ્રોલિક મશીન દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જો કે આગ લાગતા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ફાયરના સાધનોની જગ્યા ઉપર ખુબ જ ધુમાડો હોવાથી તેનો ઉપયોગ કરી શકાયો નહોતો અને બાળકો જ્યાં હતા તેની ઉપર ટેરેસનો દરવાજો બંધ હોવાના કારણે બિલ્ડિંગ મેન્ટેનન્સ વિભાગ વિરુદ્ધ સીંગણપોર પોલીસ સ્ટેશન (singanpor surat police station)માં ફાયર વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો: Students caught fire in Surat : ટ્યૂશન ક્લાસીસની આગમાં 20 વિદ્યાર્થી ફસાયાં તમામનું દિલધડક રેસ્ક્યૂ થયું

6 ફાયર સ્ટેશનો ઉપર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો

ગઈકાલે કતારગામ વિસ્તારમાં ફાયર કંટ્રોલ રૂમ (katargam fire control room)ને 6:14 મિનિટે કોલ આવ્યો કે, ડિવાઇન સેંટરમાં આગ લાગી છે. બાળકો ફસાઈ ગયા છે. તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા 3 હાઇડ્રોલિક મશીન અને બાકીના 6 ફાયર સ્ટેશનો ઉપર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તમામ ફાયર ઓફિસરોએ ઘટનાસ્થળે પહોંચી તેમની કામગીરી શરૂ કરી દીધી હતી. હાઇડ્રોલિક મશીન દ્વારા 20થી 22 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Child suicide in Surat: કામરેજના ખોલવડમાં સગીરે કર્યો આત્મહત્યા, સ્યૂસાઈડ નોટમાં બાવાનો ઉલ્લેખ

ટ્યુશને જતા બાળકોને ખાસ સલાહ

એડિશનલ ફાયર ઓફિસર સુરત (Additional Fire Officer Surat)એ જણાવ્યું કે, બિલ્ડિંગમાં જોવામાં આવ્યું કે, જ્યાં બાળકો ફસાયા હતા તેની ઉપર ટેરેસ હતું અને ત્યાં બાળકો સરળતાથી જઈ શકતા હતા. પરંતુ ત્યાં ટેરેસનો દરવાજો બંધ હોવાના કારણે અમે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, બિલ્ડિંગમાં ફાયરના સાધનો હતાં ત્યાં ખુબ જ ધુમાડો અને અંધારું હતું જેથી ફાયરના સાધનો ઓપરેટ કરી શક્યા નહીં. બધાને આ બાબતે જાણકારી આપવામાં આવશે. શહેરની તમામ જગ્યાઓએ જ્યાં ઇમર્જન્સી ગેટ છે તેને ખૂલ્લો રાખવામાં આવે અને જે બાળકો સ્કૂલ-ટ્યુશને જઈ રહ્યા છે તે બાળકો જોઈ લે કે ,ઇમર્જન્સી ગેટ કઈ જગ્યા ઉપર છે અને કઇ રીતે બહાર નીકળાય, તે બંધ તો નથી આ વસ્તુને ધ્યાનમાં રાખે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.