- સુરતમાં પેટ્રોલ પંપ પર પાણીની બોટલ અંગે મારામારી (Blows about water bottles) થઈ
- 2 યુવકોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ પાસે માગી હતી પાણીની બોટલ
- 500 રૂપિયાના પેટ્રોલ પર પાણીની બોટલ ફ્રી હોવાની હતી સ્કીમ
- સ્કીમનો લાભ લેવા યુવકોએ માગી હતી પાણીની બોટલ
- પેટ્રોલ પંપના કર્મચારીઓએ બંને યુવકને ઢોર માર માર્યો
- પેટ્રોલ પંપના કર્મચારીઓએ માર મારતા એક યુવકનું મોત
સુરતઃ શહેરના સોશિયો સર્કલ (Socio Circle) પાસે આવેલા પેટ્રોલ પંપ પર રવિન્દ્ર ગણેશભાઈ સંગડિયા અને તેનો મિત્ર નિખીલ પ્રજાપતિ પેટ્રોલ ભરાવવા માટે પહોચ્યા હતા. જ્યાં બાઈકમાં તેમણે 500 રૂપિયાનું પેટ્રોલ પૂરાવ્યું હતું. જોકે, પેટ્રોલ પંપ પર 500 રૂપિયાના પેટ્રોલ પર એક પાણીની બોટલ ફ્રી તેવી સ્કીમ હતી. આથી બંને મિત્રોએ પાણીની બોટલ માગી હતી. આ વાતને લઈને પેટ્રોલ પંપના કર્મચારીઓ અને બંને મિત્રો વચ્ચે બોલાચાલી (Fights between petrol pump employees and 2 customers) થઈ હતી, જેમાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ બંને મિત્રોને ઢોરમાર (Fights between petrol pump employees and 2 customers) માર્યો હતો. તો આ મારામારી દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મિત્રોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં રવીન્દ્ર ગણેશભાઈ સંગડિયા બેભાન થયો હતો. એટલે તેને હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પંપના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે થયેલી મારામારીની સમગ્ર ઘટના કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે પેટ્રોલ પંપના કર્મચારીઓ યુવકને ઘેરીને માર મારી રહ્યા છે અને કેટલાક કર્મચારીઓ આ ઝઘડાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ માંગરોળના બોરસરા GIDCમાં નજીવી બાબતે મારામારી, ઘટના CCTVમાં કેદ
મારા ભાઈથી માર સહન નહતો થતોઃ મૃતકનો ભાઈ
આ અંગે મૃતકના ભાઈ હિતેન્દ્રએ જણાવ્યું હતું કે, મારો ભાઈ અને તેનો મિત્ર પેટ્રોલ પૂરાવવા ગયા હતા ત્યારે તેમને પાણીની બોટલ મામલે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પેટ્રોલ પંપના કર્મચારીઓએ મારા ભાઈને ઢોર માર (Fights between petrol pump employees and 2 customers) માર્યો હતો. પોલીસ ત્યાં પહોંચીને મારા ભાઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં મારા ભાઈએ મને કહ્યું હતું કે, તેને ખૂબ જ માર મારવામાં આવ્યો છે અને તેનાથી રહેવાતું નથી. તે સમયે મારા ભાઈને ચક્કર આવતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરામાં ધોળા દિવસે તલવારો અને પાઈપો ઉછળી, વૃદ્ધ અને યુવાન લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ
પોલીસ કર્મચારીઓ યુવકોને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા
તો બીજી તરફ આ અંગે પોલીસે જાણાવ્યું હતું કે, રાત્રિ 10 વાગ્યાની આસપાસની છે. રવિન્દ્ર ગણેશભાઈ સંગડીયા અને તેનો મિત્ર નિખીલ પ્રજાપતિ બંને ખટોદરા સોશિયો સર્કલ પાસે પેટ્રોલ પૂરાવવા ગયા હતા. તે દરમિયાન પેટ્રોલ પંપની સ્કિમ પ્રમાણે પાણીની બોટલ ફ્રી મળતી હતી. આથી બંને યુવાનોએ પાણીની બોટલ માગી હતી. પરંતુ તે વાતને લઈને ત્યાં બબાલ થઈ હતી અને પેટ્રોલ પંપના કર્મચારીઓએ (Fights between petrol pump employees and 2 customers) તેને માર માર્યો હતો. જોકે, ત્યાંથી પસાર થતા પોલીસ કર્મચારીઓ બંને યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જોકે, બંને યુવકો નશો કરેલી હાલતમાં હતા. ત્યારબાદ યુવકનો ભાઈ પણ પોલીસ સ્ટેશન આવ્યો હતો. આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે.