- શુક્રવારથી સમગ્ર રાજ્યમાં શરૂ થયું વેકસીનેશન
- 18 થી 45 વર્ષના લોકોએ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજીયાત
- કોવિન પોર્ટલ કે એપ પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે
બારડોલી : સુરત (Surat) જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શુક્રવારથી 18 થી 45 વર્ષની વયજુથ ધરાવતા યુવાનોને પણ રસી મુકવાનું શરૂ થતા, રસીકરણ કેન્દ્રો પર યુવાનોની ભારે ભીડ જોવા મળી હતી. 18 વર્ષથી ઉપરનાને જિલ્લાના અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને નક્કી કરેલા સન્ટરો પર વેકસીનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરનાને વેકસીન માટે આપી છૂટ
કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે ત્યારે આ જીવલેણ રોગને નાથવા માટે ઝડપી વેકસીનેશન જ એક ઉપાય બચ્યો છે. સરકાર પણ જેમ બને તેમ વધુ ને વધુ લોકો વેકસીન મુકાવે તેવા પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી માત્ર 45વર્ષથી વધુ વય ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવતું હતું. પરંતુ આજે શુક્રવારથી 18થી ઉપરની વયજુથના લોકોને પણ વેકસીન મુકવાની છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં ગુરૂવારે વધુ 2389 લોકોએ કોરાના રસી લીધી
રસીકરણ કેન્દ્રો પર યુવાનોની લાંબી લાઈન
વેકસીનેશનની છૂટ મળતા જ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો તેમજ રસીકરણ કેન્દ્રો પર યુવાનોની લાઈન લાગી હતી. રસી લેવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલમાં કોવિન પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવનારને જ રસી મુકવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ ભીડ એકત્રિત ન થાય તે માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવા આવ્યું છે.
બારડોલીમાં ચાર કેન્દ્રો પર થઈ રહ્યું છે રસીકરણ
બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પંકજ ફણાસિયાએ જણાવ્યું હતું કે, હાલ બારડોલી તાલુકામાં 4 કેન્દ્રો પર 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. 200 - 200 લાભાર્થીઓના ચાર સેશન્સ કરવામાં આવશે અને જરૂર જણાય તો સેશન્સ વધારવામાં આવશે.
આ પણ વાંચો : 18-44 વયજૂથ માટે કેન્દ્રની રસીકરણ નીતિ પક્ષપાતી અને તર્કહીન : સુપ્રીમ કોર્ટ