ETV Bharat / city

16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતના વીજ કર્મચારીઓ આંદોલન કરશે - વીજ કર્મચારી

રાજ્યમાં દર થોડા મહિનાઓમાં નવું આંદોલન સામે આવે છે, ત્યારે સમગ્ર રાજ્યના વીજ કર્મચારીઓ સાતમાં પગાર પંચના એલાઉન્સ તથા અન્ય લાભોની અમલવારી માટે 16 જાન્યુઆરીથી આંદોલન ઉપર જશે.

16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતના વીજ કર્મચારીઓ આંદોલન કરશે

author img

By

Published : Jan 12, 2021, 9:58 PM IST

  • સમગ્ર રાજ્યના વીજ કર્મચારીઓ કરશે આંદોલન
  • 16 જાન્યુઆરી શરૂ થશે આંદોલન
  • સાતમાં પગાર પંચના એલાઉન્સ માટે કરશે આંદોલન

સુરતઃ રાજ્યમાં દર થોડા મહિનાઓમાં નવું આંદોલન સામે આવે છે, ત્યારે સમગ્ર રાજ્યના વીજ કર્મચારીઓ સાતમાં પગાર પંચના એલાઉન્સ તથા અન્ય લાભોની અમલવારી માટે 16 જાન્યુઆરીથી આંદોલન ઉપર જશે.

કોરોના સંક્રમણ વચ્ચે પણ વિવિધ ક્ષેત્રની તમામ ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી

આ અંગે અખિલ ભારતીય મંત્રી જયેન્દ્ર ગઢવી અને ઝોનલ સેક્રેટરી જીઇબી એન્જીનિયર્સ એસોસિએશન સાઉથ ઝોનના દિપક ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત ઊર્જા ક્ષેત્રની તમામ કંપનીઓના કુલ 55 હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ કુદરતી આપત્તિઓના સમયમાં નીડરતા પૂર્વક, ખંત, નિષ્ઠા અને પોતાના કુટુંબની પરવા કર્યા વિના ફરજો બજાવીને રાજ્ય સરકાર તથા રાજ્યની પ્રજાની પ્રતિષ્ઠામાં દિન-પ્રતિદિન વધારો કર્યો છે. ગત 9 માસથી વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના મહાસંક્રમણ વચ્ચે પણ વિવિધ ક્ષેત્રની તમામ ફરજો ખૂબ નિષ્ઠાપૂર્વક બજાવીને તમામ કંપનીના ગ્રાહકો અને સમગ્ર પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થવા દીધી નથી, ત્યારે વિજ કર્મચારીઓ/અધિકારીઓ-ઇજનેરોના વ્યાજબી હક અને એલાઉન્સ જે ચોથા વેતન પંચની અમલવારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 40 ટકા વેઈટેજ મુજબ બેઝીક સુધારી, જ્યારે ઉર્જાક્ષેત્રના પાંચમા વેતન પંચના અમલ સમયે સદરતે એલાઉન્સ અકબંધ રાખવા 30 ટકા વેઈટેજ મુજબ
બેઝીકમાં સુધારો કર્યો છે. જેથી સદર એલાઉન્સબેઝિક સામે હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમના અન્ય વિભાગો સાથે સરખામણી કરીને મંજૂર કરી અટકાવી રાખ્યા છે, જે અન્યાયકર્તા છે.

16મી જાન્યુઆરીએ હડતાળ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંકલન સમિતિ તથા GUVNL અને તેને સંલગ્ન સાતેય કંપનીઓના માન્ય યુનિયન આસોસિયેશન દ્વારા વારંવાર વિનંતી રૂપે પત્રો આપવા છતાં ઉર્જા ક્ષેત્રના 55 હજાર જેટલા વીજ કર્મચારીઓ અને અધિકારીઓ- ઇજનેરોને નબળા ગણીને અન્યાય થઇ રહ્યો છે. જેથી તેમને 16 જાન્યુઆરીના રોજ આંદોલન પર જવાની ફરજ પડી છે.

ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિની માંગણી

  • સાતમાં વેતનપંચની અમલવારી પછી સુધારેલા બેઝિક ઉપરના તમામ એલાઉન્સ 01 જાન્યુઆરી 201 થી ચૂકવી આપવા
  • બાકીના અન્ય એલાઉન્સઅને એડવાન્સ અંગે માન્ય યુનિયન/એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે 2 માસની મર્યાદામાં ચર્ચાઓ કરી નિકાલ લાવવો, વધુમાં હાઉસિંગ લોન ( એચ.બી.એ.) અને અન્ય એડવાન્સની રકમની મર્યાદામાં વધારો કરવો.
  • વિદ્યુત સહાયકોના સમયગાળા બાબતે માંન્ય યુનિયન/એસોસિએશનનાઅને મેનેજમેન્ટ વચ્ચે થયેલા સમાધાનનું પાલન કરવું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર અંતર્ગત આવતા કર્મચારીઓ/અધિકારીઓને મળતા તમામ લાભોની અમલવારી ત્વરિત કરવી.
  • કર્મચારીઓ/અધિકારીઓને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તથા બોનસ એક્ટ તેમજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લાગુ પડતો હોવાથી એચ.આર.એ/સી.એલ.એ. કેન્દ્ર સરકાર આધારીત જાહેર કરવું.
  • સાતમાં વેતન પંચના સંપૂર્ણ મુદ્દાઓને સાંકળીને 2(પી) કરાર કરવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.