- લોકડાઉનની અફવાના કારણે શ્રમિકો થયા ચિંતાતુર
- શ્રમિકો વતન તરફ જવા રવાના થયા
- ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પોતે મોરચો સંભાળ્યો
સુરતઃ એક બાજુ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકોને આશ્વાસન આપ્યું છે કે રાજ્યમાં લોકડાઉન લાગશે નહીં. પરંતુ સુરતના પરપ્રાંતિય શ્રમિકોના વિસ્તારમાં અંગે ડર જોવા મળી રહ્યો છે. એક વર્ષ પહેલાં જ્યારે કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી ત્યારે લોકડાઉન લાદવામાં આવ્યું હતુ. 1 વર્ષ પહેલા પણ આવી પરિસ્થિતિમાં હજારોની સંખ્યામાં શ્રમિકો સુરતથી પલાયન કરી પોતાના વતન જવા માટે રવાના થયા હતા. સોમવારે જ્યારે સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે સુરતમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકો ચિંતાતુર બન્યા છે.
આ પણ વાંચોઃ કોરોનાકાળમાં 1 લાખથી વધુ શ્રમિકોને નિઃશુલ્ક રાજકોટથી તેમના માદરે વતન પહોંચાડાયા
અફવાઓએ પણ જોર પકડ્યું છે
સુરતના અનેક વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રહે છે ત્યાંથી પલાયન કરી રહ્યા છે. શ્રમિકોએ જણાવ્યું હતું કે તેઓ કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉનની પરિસ્થિતિ ન આવે તે ભયથી પલાયન કરી રહ્યા છે. સુરતમાં અનેક સ્થળે અફવાઓએ પણ જોર પકડ્યું છે. લોકોને ભય છે કે સરકાર ફરીથી લોકડાઉન લાવી શકે છે. અનેક શ્રમિકોના મનમાં આ બે વાત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સુરતમાં વસતા લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકોમાંથી દરરોજ 5,00થી 1,000 જેટલા શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે. સુરતથી મોટા ભાગે શ્રમિકો ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ માટે રવાના થઇ રહ્યા છે. લક્ઝરી બસ દ્વારા તેઓ પોતાના વતન જઈ રહ્યા છે કારણ કે હાલ ટ્રેનોની સંખ્યા પણ મર્યાદિત છે અને હોળીના તહેવાર પર રિઝર્વેશન મળી રહ્યું નથી.
આ પણ વાંચોઃ 'લોકડાઉનમાં કેટલા પરપ્રાંતિય મજૂરો મર્યા, કેટલી નોકરીઓ ગઇ- મોદી સરકાર નથી જાણતી': રાહુલ ગાંધી
લોકડાઉન લાગશે નહીંઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી
લોકડોઉનની અફવાઓથી લોકો ડરી ગયા છે. 22મી માર્ચથી લોકડાઉન લાગુ થઈ જશે એવી વાતો વહેતી થઇ છે. જેના કારણે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પોતે મોરચો સંભાળ્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના આફવાથી તેઓ દૂર રહે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારનો લોકડાઉન લાગશે નહીં. કોરોના સંક્રમણને નાથવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી છે. તમામ પ્રકારની મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે, જેથી લોકો પલાયન કરી પોતાના વતન ન જાય.