ટેસ્ટ વગર ગેરકાયદેસર લાઈસન્સ કાઢી આપી આરટીઓ એજન્ટ ચિરાગ વજુભાઇ સાવલિયા અને મોહમ્મદ હુસેન મોહમ્મદ મેહરાજભાઈ શેખના કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. બંને RTO એજન્ટ દ્વારા કુલ 58 જેટલા વાહન ચાલકોના ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાયસન્સ બનાવી આપવામાં આવ્યા હતા.
એજન્ટો દ્વારા RTO કચેરીના કોમ્પ્યુટર સિસ્ટમમાં છેડછાડ કરી વાહન ચાલકો ડ્રાયવિંગ ટેસ્ટમાં પાસ થયા હોવા અંગેનું બટન ગેરકાયદેસર રીતે પુશ કરી ગુનો કૌભાંડ આચર્યું હતું. ગેરકાયદે ડ્રાયવિંગ લાયસન્સ કાઢી આપવાના આ કૌભાંડમાં અન્ય ખુલાસા બહાર આવે તેવી શકયતા પણ છે જેની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે.