- ત્રણ ચુંટણી લડીને હારી ચુકેલા ધીરુ ગજેરા પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે.
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તેઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો
- કોંગ્રેસમાંથી તેઓ 3 વખત ચુંટણી લડ્યા હતા અને ત્રણેય વખત તેઓની હાર થઇ હતી
સુરત: ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા અને કોંગ્રેસમાં ત્રણ ચુંટણી લડીને હારી ચુકેલા ધીરુ ગજેરા પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે. સુરતમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તેઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આ ઉપરાંત તેઓના ભાઈ ચુની ગજેરા પણ ભાજપમાં જોડાઈ ગયા છે ઉધના ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ શહેર પ્રમુખ અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- ધીરુ ગાજેરાની 'ઘર વાપસી', 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે
1995થી 2007 સુધી ભાજપમાં હતા
ધીરુ ગજેરા રાજકારણમાં મોટું નામ ધરાવે છે. તેઓ 1995થી 2007 સુધી ભાજપમાં હતા ભાજપમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા બાદ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાંથી તેઓ 3 વખત ચુંટણી લડ્યા હતા અને ત્રણેય વખત તેઓની હાર થઇ હતી. આ કાર્યક્રમ વખતે ધીરુભાઈએ જણાવ્યું હતું કે, 14 વર્ષના વનવાસ બાદ હું ભાજપમાં જોડાઈ રહ્યો છું, આ ઘર વાપસી છે અને જીવનના અંત સુધી ભાજપનો ખેસ ધારણ કરીને રહીશ.
મહેશ સવાણી v/s ધીરુ ગજેરા
ગુજરાતમાં હવે ત્રીજી પાર્ટી આપ પાર્ટી પણ મેદાનમાં છે. સુરતમાં મોટું નામ ધરાવતા મહેશ સવાણી આપ પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે આગામી ચુંટણીમાં આપ પાર્ટી મહેશ સવાણીને મેદાનમાં ઉતારી શકે છે. તો બીજી તરફ સુત્રો કહે છે કે, આવનારી ચુંટણીમાં ભાજપ તરફથી અને નારાજ પાટીદારોને મનાવવા ધીરુ ગજેરા મેદાનમાં ઉતરી શકે છે. પરંતુ આ તો સુત્રો તરફથી થઇ રહેલી ચર્ચાઓ છે. પરંતુ આવનારી ચુંટણી સુધીમાં શું રાજકીય રંગ દેખાય છે, તે તો આવનારો સમય જ બતાવશે.
આ પણ વાંચો- કોંગ્રેસને સચિન પાયલટની ઘર વાપસીની આશા, નેતાઓને નકારાત્મક નિવેદન ન આપવા સૂચના
ધીરુભાઈ દંત કથા જેવા
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, હું ઊંઝા હતો તયારે અનેક પાટીદારો મળ્યા તેમને જણાવ્યું હતું કે, પાટીદારના હાથમાં દંડો જ શોભે ઝાડુ નહિં. ધીરુભાઈની ચૂંટણી વખતે ડિપોઝીટ 2 હજાર મેં ભરી તે પણ આપી નથી. તેઓ કોઈ દિવસ બે નંબરના પૈસા લેતા નથી. ધીરુભાઈએ ક્યાંય પૈસા લીધા હોઈ એવું દેખાતું નથી. ધીરુભાઈ દંત કથા જેવા છે. તેઓ કોંગ્રેસમાં ઘણા સમયથી દુઃખી હતા.