ETV Bharat / city

સુરતઃ નાનપુરા માછીવાડ ખાતે પાણીનો વાલ્વ ખોલવા ગયેલા બન્ને કામદારના મોત

સુરતમાં નાનપુરા માછીવાડ ખાતે પાણીનો વાલ્વ ખોલવા ગયેલા બે કામદારના મોત થયા છે. બંને કામદાર કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા હતા. આ ઘટનાથી ફરી એક વખત સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે.

Death of a laborer
નાનપુરા માછીવાડ ખાતે પાણીનો વાલ્વ ખોલવા ગયેલા બન્ને કામદારના મોત
author img

By

Published : Sep 7, 2020, 4:44 PM IST

સુરતમાં પાણીનો વાલ્વ ખોલવા ગયેલા મજૂરોના મોત

નાનપુરા માછીવાડ ખાતે બની ઘટના

બન્ને કામદાર કોન્ટ્રાકટ હેઠળ કરતા હતા કામ

ગૂંગળામણ થવાના કારણે બન્ને મજૂરોના થયા મોત

ઓક્સિજન અને સેફટી વગર પાણીની લાઈન ચાલુ કરવા અંડર લાઈનમાં ઉતર્યા હતા

સુરતઃ શહેરમાં નાનપુરા માછીવાડમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદાર પાણીનો વાલ્વ ખોલવા જતા ગુંગળાયા હતા, ગૂંગળામણ થતાની સાથે જ તેઓ અંડર લાઈનમાં ઢળી પડ્યા હતા, જેથી તેમના પરિવાર જનોએ બૂમાબૂમ કરતા આસપાસના રહેવાસીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપી હતી. ફાયર વિભાગે બન્ને કામદારોને બહાર કાઢી એક ને નવી સીવીલ હોસ્પિટલ જ્યારે બીજા કામદારને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા, જો કે, કામદારોને સારવાર મળે તે પહેલાં જ તેમનું કરુણ મોત થયું હતું.

નાનપુરા માછીવાડ ખાતે પાણીનો વાલ્વ ખોલવા ગયેલા બન્ને કામદારના મોત

45 વર્ષીય મોનસિંગ રત ઉમલિયારનું સિવિલમાં જ્યારે 25 વર્ષીય જ્યેન્દ્ર ખુનો ઉમલિયારનું સ્મીમેર હોસ્પિટલમાં મોત થયું હતું. બન્ને કામદાર દાહોદ રવાળી ખેડાના વતની છે. મોતને ભેટનાર બન્ને પિતરાઈ ભાઈ છે. બે સફાઈ કર્મીઓ ઓક્સિજન અને સેફટી વગર પાણીની લાઈન ચાલુ કરવા અંડર લાઈનમાં ઉતર્યા હતા, ત્યારે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સામે આવી છે.

પરિવારજનો કલ્પાંત કરતા નજરે આવ્યા હતા, ત્યારે સવાલ એ છે કે આ બન્નેના મોત માટે જવાબદાર કોણ ?? પાલિકાના ઇજાર કામકાજ માટે નિયુક્ત કરવામાં આવેલા એજન્સીની ફરી એક વખત બેદરકારી સામે આવી છે. એજન્સીએ જે મજૂરોને પાણીની લાઈન શરૂ કરવા માટે નિયુક્ત કર્યા હતા. તેઓને કોઈ પણ સાધન સુવિધા કે ઓક્સિજનની વ્યવસ્થા કર્યા વગર નાનપુરા માછીવાડ ખાતે પાણીની લાઈન ખોલવા માટે મોકલી આપ્યા હતા. જ્યાં ગુંગળામણના કારણે સોમવારના રોજ બન્ને મજૂરો બેભાન થઈ ગયા હતા. ઓક્સિજનના સાધનો વગર અંડર લાઇન પાઇપ લાઇનમાં વોલ્વ ખોલવા માટે કોન્ટ્રાક્ટરે મોકલી દીધા હતા. આ બન્ને મજૂરોને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવાય હતા. પોલીસ કોન્ટ્રાકટરને સાથે લઈ ગઈ હતી.

નવી સિવિલ હોસ્પીટલ આવેલા કોન્ટ્રાકટરનું નિવેદન લેવા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. મીડિયાના કેમેરાથી કોન્ટ્રાકટર મોઢું સતાંડતા જોવા મળ્યા હતા. મીડિયા દ્વારા પુછાયેલા સવાલોના જવાબ આપવા કોન્ટ્રાકટરે કેમેરાથી મોઢું ફેરવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બનાવને પગલે કોન્ટ્રાકટરની ધરપકડ થઈ શકે છે. આ ઘટના બાદ કોંગ્રેસે અનેક સવાલો ઉભા કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.