સુરતઃ સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક શિવધારા કોમ્પ્લેક્સમાં 31 વર્ષીય માતાએ પોતાના બે વર્ષના બાળકને ઝેર (mother poisoned her son and committed suicide) આપી પોતે પણ ઝેર ગટગટાવી આત્મહત્યા (Death by Suicide in Surat ) કરતાં ચકચાર મચી હતી. માતાપુત્ર પોલીસને બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. આ માતાપુત્ર કાપોદ્રા વિસ્તારના ઝડપીયા સર્કલ પાસે સરથાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ માતાનું મોત (Crime News in Surat) થયું હતું. ત્યારબાદ મોડીરાત્રે પુત્રનું પણ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આ બનાવ અંગે સુરત પોલીસની તપાસ માટે મૃતકોની ઓળખ માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
યુવકે પત્ની-પુત્ર ગુમ થયાંની નોંઘાવી હતી ફરિયાદ- જીગ્નેશભાઈ ગજેરાએ પત્ની અને પુત્રની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના (Death by Suicide in Surat ) પગલે સરથાણા પોલીસેે(Surat Police Investigation) માતા પુત્રની ઓળખ કરી હતી. ત્યારબાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે માતાએ પુત્રને ઝેર આપી પોતે પણ આત્મહત્યા કરી હતી. મૃતક ચેતનાબેન હીરાની કંપનીમાં નોકરી કરતાં હતાં અને જીગ્નેશભાઈ સાથે ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતાં.
આ પણ વાંચોઃ Rajkot Suicide Case: પ્રેમના કારણે વધુ એક યુવતીએ ગુમાવ્યો જીવ, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ
પરિવાર મૂળ સાવરકુંડલાનો છે - સરથાણા પોલીસ સ્ટેશન તપાસકર્તા અધિકારી પી.એસ.આઇ ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતક ચેતનાબેન અને જીગ્નેશભાઈને સંતાનમાં એકનો એક દીકરો હતો. જીગ્નેશભાઈ હીરાની કંપનીમાં નોકરી કરે છે. જોકે અમારા લાખ પ્રયત્નો બાદ માતા અને પુત્ર જીવ (mother poisoned her son and committed suicide)બચી શક્યાં નથી. આ પરિવાર મૂળ સાવરકુંડલાના છે. હાલ તો માતા-પુત્રના મોતથી પરિવાર (Death by Suicide in Surat ) પણ આઘાતમાં છે. વધુ તપાસ (Surat Police Investigation) કરી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો...
મૃતક મહિલા માનસિક અસ્વસ્થ હતી?- પોલીસને મૃતક (mother poisoned her son and committed suicide)ચેતનાબેનના પતિ જીગ્નેશભાઈ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી તેમની પત્ની માનસિક સંતુલન ગુમાવી બેઠી છે. તેઓ કોઈકવાર ભાનમાં રહેતાં તો કોઈકવાર ભાનમાં ન રહેતાં. આ સમસ્યાને કારણે તેમણે આ પગલું (Death by Suicide in Surat ) ભર્યું હોય તેવું માની શકાય છે.