ETV Bharat / city

Death By Drowning In Surat: સુરતમાં 17 વર્ષની કિશોરીનું ડુમસના દરિયામાં ડૂબી જવાથી મોત - ડુમસ બીચ પર પ્રવાસીઓ

સુરતના ડુમસ દરિયામાં ડૂબી જવાથી 17 વર્ષની કિશોરીનું મોત (Death By Drowning In Surat) થયું છે. કિશોરી પરિવાર સાથે ડુમસ ફરવા ગઈ હતી અને દરિયામાં ન્હાવા પડી હતી. દરિયામાં ભરતી હોવાના કારણે પાણીનું વહેણ ખૂબ જ હતું. દીરીને ડૂબતી જોઈ તેના પિતાએ બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જો કે કિશોરી બચી શકી નહીં.

સુરતમાં 17 વર્ષની કિશોરીનું ડુમસના દરિયામાં ડૂબી જવાથી મોત

author img

By

Published : Apr 18, 2022, 8:29 PM IST

સુરત: સુરત શહેરના રામપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય રોશની મહેશભાઈ સોલંકી જે માતાપિતા સાથે ડુમસ ફરવા (Death By Drowning In Surat) ગઈ હતી. રોશની ડુમસના દરિયામાં ન્હાવા (dumas beach surat) ગઈ હતી. પૂનમની ભરતી હોવાને કારણે પાણીનું વહેણ પણ ખૂબ જ હતું અને તેને કારણે રોશની દરિયાના પાણીમાં ખેંચાઈ ગઈ હતી. પોતાની કિશોરીને ડૂબતા જોઈ પિતાએ બૂમાબૂમ કરી હતી.

આ પણ વાંચો: દેશના 34 બીચના સર્વેમાં સુરતના ડુમસ બીચને રાષ્ટ્રીય સ્તર ઉપર સૌથી સ્વચ્છ બીચ જાહેર કરાયો

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી- આ જોઈને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કિશોરીને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે બચી શકી નહોતી. ઘટનાની જાણ થતા જ ડુમસ પોલીસ (dumas police surat) પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ બાબતે મૃતક રોશનીના પિતાએ જણાવ્યું કે, આજે અમે પરિવાર સહિત ડુમસ ફરવા (dumas beach tourism) ગયા હતા. ત્યાં મારી પુત્રી રોશની (Tourists At Dumas Beach)ને દરિયાના પાણીમાં જવાની ઈચ્છા થઇ એટલે તેણે મને કહ્યું કે, હું અહીં જ છું. એમ કહેતા તે દરિયાના પાણીમાં ગઈ હતી.

આ પણ વાંચો: દરિયામાં ડૂબતા 4 વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યા

પડ્યા બાદ ઊભી થઈ પણ તેમ છતાં વહેણ ખેંચી ગયા- તેમણે જણાવ્યું કે, દરિયાની લહેર આવતા તે પાણીમાં પાડી ગઈ હતી અને ફરી પાછી ઊભી પણ થઈ ગઈ હતી, પરંતુ તેનું સંતુલન ન રહેતા તેને ફરી પાછા પાણી પોતાના વહેણમાં ખેંચી ગયા હતા. આ જોઇને બૂમાબૂમ પણ કરી હતી, જેને લઈને ફૂડ સ્ટોલના કેટલાક લોકોએ મારી દીકરીને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે બચી શકી નહોતી. હાલ મારું આખું પરિવાર શોકમય છે. મારા ઘરની લાડકલી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.