સુરત: સોશિયલ મીડિયા ફેસબુક પર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત (Cyber Crime Police Station Surat City) નામનું ફેક પેજ બનાવી (Fake Social Media Page Of Surat Police)તથા પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોતાના ફોટો સાથે પોતે રાજ્ય સેવક હોવાનું ખોટું નામ ધારણ કરનારા યુવકની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાત પોલીસના લોગો (Gujarat Police logo)નો ઉપયોગ કરી પોતે સાયબર ક્રાઈમ સેલ ઈન્ટેલિજન્સ હેડ ઓફ સુરત સિટી (Cyber Crime Cell Intelligence Head of Surat City) હોવાનું જાહેર કરી તે પોસ્ટ વાયરલ પણ કરી હતી.
આ પણ વાંચો: Offline work in Surat court: સુરતમાં કોર્ટો બે મહિના બાદ ફરી ધમધમતી થઈ
ફેસબુકમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેરનું ફેક પેજ બનાવ્યું
સાયબર ક્રાઈમ પોલીસે પાસોદરા (Cyber Crime Police Surat) ખાતે રહેતા પ્રહલાદ શાંતિભાઈ રાજપરાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પોતે સાયબર ક્રાઈમ સેલ સુરત (Cyber Crime Cell Surat)શહેરમાં નોકરી કરતા હોય તે રીતે રાજ્ય સેવક તરીકેનું ખોટું નામ ધારણ કરી શોશિયલ મીડિયા ફેસબુકમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેરનું ફેક પેજ બનાવ્યું હતું. તે પેજમાં તથા પોતાના ફેસબુક એકાઉન્ટ (Cyber Crime Police Surat Facebook)માં પોતાના ફોટાની સાથે ગુજરાત પોલીસના લોગોનો ઉપયોગ કરી પોતે સાયબર ક્રાઈમ સેલ ઇન્ટેલિજન્સ હેડ ઓફ સુરત સિટી હોવાનું જાહેર કરી પોસ્ટ બનાવી વાયરલ કરી હતી.
આ પણ વાંચો: Pasodara Murder Case : કઠોર કોર્ટે આરોપી ફેનીલને લાજપોર જેલમાં મોકલી આપ્યો
આરોપી રત્નકલાકાર છે, FY.B.Comeનો કર્યો છે અભ્યાસ
એટલું જ નહીં પોલીસની જાણ બહાર તેણે આ પેજ બનાવી દીધું હતું. હાલ સાયબર ક્રાઈમ પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમને આ એકાઉન્ટ ધ્યાને આવ્યું હતું જેને લઈને આ મામલે તપાસ કરવામાં આવી હતી અને ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી રત્નકલાકાર છે અને તેણે FY.B.Comeનો અભ્યાસ કર્યો છે.