- સુરતમાં આવતીકાલે શનિવારથી રાત્રે 9થી 6 વાગ્યા સુધી કરફ્યૂ
- RTPCRના નેગેટિવ રિપોર્ટ વગર નહીં મળે હોટેલ, ગેસ્ટ હાઉસમાં પ્રવેશ
- આજે 3 ત્રણ વિદ્યાર્થી સહિત બે શિક્ષકો કોરોના પોઝિટિવ
સુરત: શહેરમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આજે શુક્રવારે સુરત શહેરમાં 324 પોઝિટિવ દર્દી નોંધાયા છે અને જિલ્લામાં 71 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ મનપા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલા શાળા- કોલેજમાં ટેંસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી શાળામાં 1 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી શાળામાં 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા, કોલેજો, કોચિંગ ક્લાસિસ વગેરે કોરોના સુપર સ્પ્રેડર ન બને તે માટે ત્યાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી અચૂક રાખવા મહાનગરપાલિકાએ અપીલ કરી છે. બીજી બાજુ સુરત શહેરમાં આવેલા તમામ હોટેલ ગેસ્ટ હાઉસના માલિકોને જણાવવામાં આવ્યું છે કે, હોટેલ, ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ પાસે RTPCRનો નેગેટિવ રિપોર્ટ અવશ્ય માગવાનું રહેશે. હોટેલ, ગેસ્ટ હાઉસના માલિકો તથા પ્રવાસીઓને કોરોના સંક્રમણને અટકાવવા સહકાર આપવા મનપા દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટમાં આજે ગુરુવારથી રાત્રે 10 વાગ્યા બાદ કરફ્યૂ જાહેર
શહેરના તમામ મોલ શનિ- રવિવારે ફરજિયાત બંધ રાખવાનો નિર્ણય
સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા એક બાદ એક નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. શહેરમાં બાગ બગીચા, સીટી બસ, BRTS બસ, તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ શાળા- કોલેજો ઓફલાઇન બંધ કરીને ઓનલાઇન કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલા કરફ્યૂના સમયમાં પણ મહાનગરપાલિકાએ વધારો કરી આવતીકાલથી 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. સાથે જ શહેરના તમામ મોલ શનિ- રવિવારે ફરજિયાત બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મનપા કમિશનરે લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરી
બીજી બાજુ વધી રહેલા કોરોના કેસને લઈને સુરત મહાનગરપાલિકા ચિંતિત છે. સુરત મનપા કમિશનર લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરી રહ્યાં છે. સાથે જ રાજ્ય કે સુરતમાં પ્રવેશતા તમામ લોકોના રેપિડ ટેસ્ટ ફરજિયાત કરી દેવાયા છે. શહેરમાં પ્રવેશતા ટોલનાકા પર શહેરમાં પ્રવેશેલા લોકોના ટેસ્ટિંગ પણ હાલ કરાઈ રહ્યાં છે.
આ પણ વાંચો : 17 માર્ચથી રાત્રિના 10થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ, ST ડેપો રહેશે બંધ