ETV Bharat / city

Crime Rate In Surat: ક્રાઇમ ઓછો કરવા 'ગામદૂત' બનશે સુરત પોલીસ, દત્તક લીધેલા ગામમાં કરશે રાત્રી રોકાણ - સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિ

સુરત જિલ્લામાં ક્રાઇમ રેટ (Crime Rate In Surat) કંટ્રોલ કરવા માટે હવે પોલીસ ગામદૂત બનીને ગામમાં જશે અને લોકો વચ્ચે રહેશે. પોલીસ દ્વારા ગામ દત્તક લેવામાં આવશે. 15 દિવસમાં એક વખત ASIથી લઈ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ અધિકારીઓ ગામમાં રાત્રી રોકાણ કરશે. ક્રાઇમ રેટ કેટલો ઓછો થયો તેની સમીક્ષા કરવામાં આવશે.

Crime Rate In Surat: ક્રાઇમ ઓછો કરવા 'ગામદૂત' બનશે સુરત પોલીસ, દત્તક લીધેલા ગામમાં કરશે રાત્રી રોકાણ

author img

By

Published : Mar 30, 2022, 4:08 PM IST

સુરત: જિલ્લા અંતર્ગત આવનારા ગામોમાં હવે સુરત પોલીસ ગામદૂત તરીકે ઓળખાશે. જિલ્લામાં ક્રાઇમ રેટ (Crime Rate In Surat)ને કંટ્રોલ કરવાની સાથોસાથ ગામમાં અંધશ્રદ્ધા (Superstition In Surat) દૂર કરવા માટે પણ જિલ્લા પોલીસના ASI અને કોન્સ્ટેબલ અનેક કાર્યક્રમો ગામદૂત (Surat Police Gaamdoot Project) બનીને કરશે. વિદેશથી આવનારા લોકો અને અન્ય રાજ્યોથી આવનારા શ્રમિકો પર પણ નજર રાખશે. ગામને દત્તક લઇ તેઓ પંદર દિવસમાં એક રાત્રી ગામમાં રોકાણ કરશે.

ગામને દત્તક લઇ પંદર દિવસમાં એક રાત્રી ગામમાં રોકાણ કરશે.

ગામના દૂત બનીને દરેક ગામમાં જશે પોલીસ- પોલીસ અને પ્રજા ખરેખર સાથે રહે અને સાથે રહી ક્રાઇમ (Crime In Surat)ને ઘટાડી શકે એ માટે સુરત રેન્જ IG ડો.રાજકુમાર પાંડિયને ખાસ મુહિમ શરૂ કરી છે. હવે કોઇપણ ગામમાં પોલીસકર્મી જશે તો તેઓને ખાખી વર્દીવાળા અધિકારી નહિ, પરંતુ લોકો ગામદૂત તરીકે બોલાવશે. પોલીસ ગામના દૂત બનીને દરેક ગામમાં જશે અને ગામના લોકોની પીડાઓ સમજશે. ખાસ કરીને બહેનો અને દીકરીઓની જે ફરિયાદો પોલીસકર્મી તરીકે તો ખરી પરંતુ ગામના દૂત બનીને પણ સાંભળશે.

આ પણ વાંચો: Fraud merchant in Surat: સુરતમાં ડ્રાયફ્રુટના વેપારી સાથે 14.58 લાખ રૂપિયાની ઠગાઈ

ગામ દત્તક લેવામાં આવશે- આ અંગે સુરતના પોલીસ સુપ્રિટેન્ડન્ટ (Surat Police Superintendent) ઉષા રાડા દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસ હવે ગામદૂત બનશે. પોલીસની ભૂમિકા સમાજ માટે મદદરૂપ બનવા અને પ્રેરણારૂપ હોવી જોઈએ. ક્રાઇમ કંટ્રોલની સાથે સાથે જ પોલીસ જો આ એક્ટિવિટી કરે તો ક્રાઈમ બનતા રોકાઈ જાય. પ્રિવેન્શન કાર્ય આ કાર્યક્રમ હેઠળ જોડાયેલું છે. ગામ દત્તક લેવામાં આવશે. ગામ દત્તક લેવા પછી પોલીસ પર ઘણી બધી જવાબદારી આવી જશે. ગામમાં ગુનાહિત ગતિવિધિ (Criminal activity In Surat) ઉપર અંકુશ મૂકવાની સાથોસાથ શાળાઓ અને આરોગ્ય વિભાગ (Department of Health Surat) સાથે સંપર્ક અને ગામના તમામ આધારભૂત તલાટી, સરપંચ જેવા વ્યક્તિઓ સાથે કનેક્ટ થશે.

શ્રમિકો અને વિદેશી નાગરિકોની જાણકારી મેળવીશું- તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સાથોસાથ પોલીસ ગામના NRI સાથે પણ સંપર્કમાં રહેશે. વિદેશથી નવા કોણ આવ્યા છે? તે અંગેની માહિતી મેળવશે. સાથે સુરત જિલ્લામાં કેટલા શ્રમિકો (Laborers In Surat) આવ્યા? કેટલા પરત ગયા છે? અને કેટલા હાલ પણ ક્યાં છે? તે સમગ્ર માહિતી પોલીસ મેળવશે. અનેકવાર શ્રમિકો જ્યાં પડાવ કરે છે ત્યાં પણ ક્રિમિનલ્સ આવીને રહેતા હોય છે. એ માટે પણ આ ઉપયોગી બની રહેશે.

આ પણ વાંચો: Olpad Youth Murder: ઓલપાડ દીહેણ ગામે ધુળેટીના દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

પ્રોત્સાહન રૂપે ઇનામ સહિત સર્ટિફિકેટ આપવામાં આવશે- સાથે ઉષા રાડા દેસાઈએ કહ્યું હતું કે, પોલીસ જ્યારે ગામને દત્તક લે છે તો 15 દિવસમાં એક વખત ASIથી લઈ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ અધિકારીઓ ગામમાં રાત્રી રોકાણ કરશે. અમે દર 4 મહિનામાં ગામમાં ક્રાઇમ રેટ કેટલો ઓછો થયો છે તેની સમીક્ષા કરીશું અને જે ગ્રામદુત ક્રાઇમને અંકુશમાં રાખી શકશે તેમને પ્રોત્સાહન રૂપે ઇનામ સહિત સર્ટિફિકેટ આપવામાં આવશે. ગામમાં અંધશ્રદ્ધા પણ જોવા મળે છે. ત્યારે એ ગામ માટે NGO સાથે મળીને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે પ્રયાસ પણ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.