- ભાજપ પ્રદેશ પ્રમુખે સુરતમાં આપી હાજરી
- ભાજપાની 25 વર્ષની વિકાસગાથા બૂકનું કર્યું વિમોચન
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આપ્યા સંકેત
સુરતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ આગામી દિવસોમાં ભાજપના ચૂંટણી નિરીક્ષકો 3 દિવસ માટે સુરત આવશે, ત્યારે એ પહેલાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના કાર્યકરોને ઉમેદવારી માટે સંકેત આપ્યો છે. સુરત ખાતે ભાજપાની 25 વર્ષની વિકાસગાથા બૂકના વિમોચન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, જ્યારે નિરીક્ષણ આવે ત્યારે 55 વર્ષના લોકો અરજી કરે નહીં.
55 વર્ષથી વધારે લોકો ટિકિટની આશા રાખે નહીંઃ સી.આર.પાટીલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. જેથી તમામ પક્ષો દ્વારા ચૂંટણીને લઇ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. ભાજપના નિરીક્ષકો ટૂંક સમયમાં ઉમેદવારો માટે સુરત આવશે અને ભાજપના કાર્યકર્તાઓ નિરીક્ષકો સામે પોતાની દાવેદારી નોંધાવશે, ત્યારે આ પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં સ્પષ્ટ કહ્યું છે કે, 55 વર્ષથી વધારે લોકો નિરીક્ષકો સામે અરજી લઈને નહીં આવે. સી.આર.પાટીલની આ વાતના સંકેતનો માધ્યમ ગણાઇ શકે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કદાચ ભાજપ આ વખતે ૫૫ વર્ષથી વધારે વયના લોકોને અગાઉની જેમ તક આપશે નહીં.
કોર્પોરેટરનો ફોર્મ ભરતા પહેલા નીતિ નિયમો આપવામાં આવ્યા
આ ઉપરાંત સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતમાં 24 તારીખે નિરીક્ષકો આવશે. જેથી કોર્પોરેટરનો ફોર્મ ભરતાં પહેલા નીતિ નિયમો આપવામાં આવ્યા છે. જેમાં તમે સરકારની યોજનાનો લાભ કેટલા લોકોને આપ્યો છે, તેની વિગત લખવી પડશે.