- રેમડેસીવીર મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું
- મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો લુલો બચાવ
- પાટીલે દેશના અલગ-અલગ રાજ્યમાંથી ઇન્જેક્શન ખરીદ્યાઃ હર્ષ સંઘવી
સુરત : ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, ભાજપ કાર્યાલય પર લોકોને નિઃશુલ્ક રેમડીસીવીર ઇન્જેક્શન મળી રહેશે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. પાટીલ પાસે આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ મુદ્દે સુરત શહેરના મજુરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સી.આર. પાટીલે બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામમાં સંપર્ક કરી ત્યાંથી 5000 ઇન્જેક્શનનો જથ્થો ખરીદ્યો છે. સુરતમાં લોકો ઇન્જેક્શન મેળવવા માટે સમગ્ર શહેરમાં ફરી રહ્યા છે. ત્યારે મહાનગરમાં સી.આર.પાટીલ દ્વારા દેશભરમાંથી આસામ, બિહાર અને અન્ય જગ્યાએથી જે કંઈ પણ ઇન્જેક્શનનો જથ્થો મેળવી સુરતમાં ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મને પણ જાણકારી નથી કે, ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો.
- ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર ઇન્જેક્શન કેવી રીતે મળી શકે?
એક તરફ સુરતમાં લોકો ઇન્જેક્શન મેળવવા સવારથી અલગ-અલગ હોસ્પિટલ બહાર લાઈનો લગાવીને ઉભા છે. લોકોને ઇન્જેક્શન મળી રહ્યા નથી. ત્યારે ભાજપના સી.આર.પાટીલને ઇન્જેક્શન કેવી રીતે મળ્યા તે પણ એક મોટો સવાલ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમ મુજબ આ ઇન્જેક્શન ક્યારેય પણ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર અને લોકોના આધારકાર્ડ વગર આપી શકાતા નથી.
આ પણ વાંચોઃ લાઇસન્સ વિના રેમડેસીવીર રાખવા એ દવાઓનું બ્લેક માર્કેટિંગ, ગુનો નોંધાવો જોઈએ : કોંગ્રેસ ધારાસભ્ય
- સી.આર. પાટીલ પાસે ઇન્જેક્શન કેવી રીતે પહોંચ્યાં?
ઉલ્લેખનીય છે કે, રાજકીય નેતા પાસે આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શન કેવી રીતે પહોંચ્યાં? આ મામલે જાણે ગુજરાતના તંત્રમાં કોઇ ખામી હોય તેવું જણાઈ રહ્યું છે. જો સી.આર.પાટીલને સરળતાથી ગણતરીના કલાકોમાં 5000 ઇન્જેક્શન મળી શકતા હોય તો હૉસ્પિટલોને કેમ નહીં? લોકોને શા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે તે એક મોટો સવાલ છે.
રેમડેસીવીર મુદ્દે ગુજરાતના રાજકારણમાં ગરમાવો...
આ પણ વાંચોઃ રેમડેસીવીર મુદ્દે રાજકારણ : સીઆર પાસે ઇન્જેક્શન!!! CM અજાણ, વિપક્ષના પ્રહાર
- સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જે કારણે કોરોનાની સારવારમાં વપરાતા રેમેડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે, છ છ કલાક લાઇનમાં ઉભા રહેવા છતા લોકોને ઇન્જેક્શન મળતા નથી. જે વચ્ચે સી. આર. પાટીલે સુરત શહેરમાં ભાજપ 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન મફત આપશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ અને આપે પાટીલ અને ભાજપની આકરી ટીકા કરી અનેક આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચોઃ રેમડેસીવીરની રાજનીતિ, જાણો શું કહે છે ભાજપ અને કોંગ્રેસના નેતા
- કોરોના પોઝિટિવ દર્દીઓના પરિજન પોતાના દર્દીઓના જીવ બચાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી ઇન્જેક્શનની અછતનો સામનો કરી રહ્યા છે. સુરતના કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી આ ઇન્જેક્શન નહીં મળતાં સિવિલ હોસ્પિટલમાં લાંબી કતારો પણ જોવા મળી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, 3 લાખ ઇન્જેક્શનનો જથ્થો ગુજરાતને મળશે. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ હોસ્પિટલની બહાર જાહેરાત કરી હતી કે, ભાજપના કાર્યકર્તાઓ જરૂરિયાત મંદ લોકોને નિ:શુલ્ક આ ઇન્જેક્શન આપશે.
આ પણ વાંચોઃ સી.આર.પાટીલ રેમડેસીવીર ક્યાંથી લાવ્યા એ એમને જ પૂછો: મુખ્યપ્રધાન
- સી.આર. પાટીલે સુરત માટે 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હોવાના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, સી.આર. પાટીલે સુરતની ચિંતા કરીને 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા તેમણે કેવી રીતે કરી..? આ પ્રશ્નનો ચોક્કસ જવાબ સી.આર.પાટીલ જ આપી શકશે. સરકાર તરફથી અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેમડેસીવીર ઇન્જેક્શનને લઇ વિવાદ શરૂ થયો છે.