સુરત શહેરમાં લાલગેટ વિસ્તારમાં આવેલી દખતર ખ્વાન રેસ્ટોરામાં (Dakhtar Khwan Restaurant in Surat) પોલીસે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પોલીસે 60 કિલો ગૌમાંસ પકડી (cow beef seized) પાડ્યું છે. જોકે, આ રેસ્ટોરામાં નોનવેજ આઈટમો સાથે બીફ મિક્સ કરાતું હોવાની પોલીસને શંકા હતા. તેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. અહીંથી ગૌમાંસ પકડાતા પોલીસે રેસ્ટોરાંના માલિક સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. જોકે, આ રેસ્ટોરાંને 4 વર્ષથી બીફ સપ્લાય કરનારો વ્યક્તિ ભાગી છૂટ્યો હતો.
FSL સેમ્પલમાં થયો ખૂલાસો લાલગેટ વિસ્તારમાં આવેલી આ રેસ્ટોરામાં નોનવેજની આઈટમમાં ગૌમાંસ મિક્સ કરવામાં (cow beef seized from Surat) આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી. આ શંકાના આધારે 11મી સપ્ટેમ્બરે સુરતની લાલગેટ પોલીસે રેસ્ટોરાંના ફ્રીઝમાંથી પ્લાસ્ટિકની થેલીમાં 60 કિલો ગૌમાંસ પકડી પાડ્યું હતું અને ત્યારબાદ એફએસએલમાં સેમ્પલો (FSL Report) તપાસ માટે મોકલ્યા હતા.
રેસ્ટોરાંના માલિકની ધરપકડ એફ એસએલમાં રિપોર્ટમાં (FSL Report) ગૌમાંસની પુષ્ટિ (cow beef seized from Surat) થઈ ત્યારે પોલીસે દોડતી થઈ હતી. લાલગેટ પોલીસે (lal gate police station) 14 મી સપ્ટેમ્બરે ફરિયાદ પણ દાખલ કરી હતી. તેના જ આધારે લાલગેટ દિલ્હી પોલીસે રેસ્ટોરાંના માલિક સરફરાઝ મોહમ્મદ વઝીર ખાન અને હોટલને ગૌમાંસ આપનાર ખાટકી અંસારની સામે ગુનો પણ નોંધ્યો હતો.
સપ્લાયર ફરાર જોકે, ફરિયાદ બાદ રેસ્ટોરાં માલિકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ખાટકી ફરાર થઈ ગયો છે. ખાટકી અંસાર સુરતના બધા વિસ્તારમાં રહે છે અને હોળી બંગલા પાસે નોનવેજની દુકાન ધરાવે છે.
નોનવેજમાં મિક્સિંગ હાલ સુરતમાં કેટલાક વિસ્તારમાં નોનવેજની લારીઓ હોટલ અને રેસ્ટોરરાંમાં મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને પોલીસ દ્વારા (surat police raid news) ચેકિંગ કરવામાં આવે તો નોનવેજમાં મિક્સિંગ કરીને લોકોને નોનવેજ આઈટમ આપતું હોવાનું પકડાઈ શકે છે આ હોટલમાં છેલ્લા ચાર વર્ષથી ચાલે છે અને શહેરના ઘણા લોકો અહીં નોનવેજ આઈટમો ખાવા માટે આવતા પણ હતા. આઈટમોમાં ગૌમાંસ ખવડાવી દીધું હોવાનું બની શકે છે.