સુરત: સુરતમાં કોરોના કેસ વધતા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (Jain International Organisation In Surat)દ્વારા 100 બેડવાળું કોવિડ આઇસોલેશન સેંટર (Covid Isolation Center In Surat) બનાવામાં આવ્યું છે. અહીં દર્દીઓ માટે મનોરંજન થઇ શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્દીઓ નાટક, મૂવી, સીરિયલો જોઇ શકે તે માટે મોટી સ્ક્રીન પણ મુકવામાં આવી છે. અહીં 100 બેડવાળું કોવિડ આઇસોલેશન સેંટર (100 bed covid isolation center In Surat) બનાવામાં આવ્યું છે.
દર્દીઓના મનોકંજન માટે તમામ પ્રકારની સુવિધા
સુરત શહેરમાં કોરોનાના કેસો (Corona Cases In Surat)માં વધારો થતાં શહેરના રાંદેર વિસ્તારમાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા 100 બેડવાળું કોવિડ આઇસોલેશન સેંટર બનાવામાં આવ્યું છે. અહીં દર્દીઓ માટે મનોરંજન થઇ શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્દીઓ નાટક, મૂવી સીરિયલો જોઇ શકે તે માટે મોટી સ્ક્રીન પણ મુકવામાં આવી છે, જે દર્દીઓ પોતાના ઘરે અન્ય સભ્યોને ચેપ ન લાગે તે માટે પણ અહીં આવી મફત સારવાર લઈ શકે છે.
આ પણ વાંચો: Corona In Surat: સુરતમાં છેલ્લા 7 જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ, આગામી 15 દિવસ જોખમી
તમામ પ્રકારની દવાઓ આપવામાં આવે છે
સુરત શહેરમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In Surat)માં કોરોનાના દર્દીઓ વધતા આઇસોલેટ સેન્ટરો (Isolation Centers In Surat)ની જરૂરિયાતો ઊભી થઈ છે. પહેલી અને બીજી લહેરમાં આજ જગ્યા ઉપર સંપૂર્ણ આઇસોલેટ સેંટર ઊભું કરવામાં આવ્યું હતું. પહેલી લહેરમાં 1025 જેટલા દર્દીઓ અને બીજી લહેરમાં 451 જેટલા દર્દીઓ સાજા થયા હતા અને આ તમામ વખતે હોમિયોપેથીક, આયુર્વેદિક, કે એલોપેથીક તમામ પ્રકારની દવાઓ આપવામાં આવે છે. તમામ પ્રકારના ટેસ્ટ પણ કરવામાં આવે છે. રીમિડીશન ઈન્જેકશન અને ઓક્સિજન પણ આપવામાં આવે છે.
એક-બે દિવસોમાં ચાલું કરવામાં આવશે આઇસોલેશન સેન્ટર
ભૂતપુર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહે કહ્યું કે, MD ડોક્ટરોના માધ્યમથી 24 કલાક નર્સોની સાથે હોસ્પિટલ જેવું એક વાતાવરણ ઊભું કરીને લોકોને સાજા કરવાના પ્રયત્નો કર્યા છે. આ આઇસોલેશન સેંટરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે એક-બે દિવસોમાં ચાલું કરી દેવામાં આવશે. એમનો પોતાનો સમય પસાર થાય એના અહીં વાઈફાઈની સિવિધા ઊભી કરવામાં આવી છે. દર્દીઓ નાટક, મૂવી સિરિયલો જોઇ શકે તે માટે મોટી સ્ક્રીન પણ મુકવામાં આવી છે. અહીં લાઈબ્રેરીની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. તેઓ ઝડપથી સાજા થાય તેવી અપેક્ષા સાથે આ ચાલું કરીએ છીએ.
આ પણ વાંચો: Surat City Bus fire: સરથાણામાં રાહદારીને સિટી બસે મારી ટક્કર, રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી