ETV Bharat / city

જૈન સાધુ-સાધ્વીઓ માટે પણ કોવિડ કેર સેન્ટર કરાયું શરુ

સુરત કોરોનાની કપરી પરિસ્થિતિમાં શહેરમાં હોસ્પિટલોની સાથે શરુ કરાયેલા કોવિડ કેર સેન્ટરનો ફાળો પણ વિશેષ છે. ત્યારે સુરતમાં ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીઓ માટે પણ કોવિડ કેર સેન્ટર શરુ કરાયું છે. જ્યાં તેઓ સારવાર મેળવે છે, તો બીજી તરફ 100 જેટલા સાધુ-સાધ્વીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે.

100 જેટલા સાધુ-સાધ્વીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

author img

By

Published : May 6, 2021, 12:46 PM IST

  • જૈન સાધુ-સાધ્વીઓ માટે પણ કોવિડ કેર સેન્ટર કરાયું શરુ
  • 100 જેટલા સાધુ-સાધ્વીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
  • 125 બેડની સવલત સાથેનું આઈસોલેશન સેન્ટર કરાયું શરુ

સુરત: દેશભરમાં કોરોના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરાઇ છે. હાલ 18 વરસથી ઉપરના નાગરિકો આધારકાર્ડ બતાવીને વેક્સિન લઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટી સમસ્યા જૈન સાધ્વી અને મુનિઓ સાધુ હતી. કારણ કે દીક્ષા લીધા બાદ તેઓ પોતાની ઓળખ બદલી દેતા હોય છે. તેમનું નામ પણ બદલાઈ જતું હોય છે. સંસારિક મોહમાયાથી દૂર તેઓ સંયમના માર્ગે ચાલતા હોય છે. જેથી તેમની પાસે પોતાના ઓળખનો કોઈપણ પુરાવો હોતો નથી. ખાસ કરીને આધાર કાર્ડ હોતું નથી, ત્યારે આ જૈન સાધ્વી અને સાધુઓને કેવી રીતે વેક્સિનેશન કરી શકાય એ મોટો પ્રશ્ન હતો. જેથી જૈન સમાજ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તંત્ર સાથે આ સમસ્યા અંગેની ચર્ચા કરી હવે સુરત શહેરમાં જૈન સાધુ-સાધ્વીને વેક્સિનેશન આપવામાં આવી રહી છે.

જૈન સાધુ-સાધ્વીઓ માટે પણ કોવિડ કેર સેન્ટર કરાયું શરુ

આ પણ વાંચો: પાટણમાં ચાતુર્માસના પ્રારંભે જૈન સાધુ ભગવંતોનુું આગમન

જરૂરિયાતમંદ દર્દીઓને રેમડેસીવીર ઈન્જેક્શન પણ અપાય છે

સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર દ્વારા અડાજણ કોમ્યુનિટી હોલમાં 125 બેડની સવલત સાથેનું આઈસોલેશન સેન્ટર શરુ કરાયું છે. જેમાં MD, MBBS તબીબો કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. સાથે જ મનોચિકિત્સકની સલાહ મુજબ દર્દીઓના મનોરંજન માટે LED સ્ક્રીન પણ રખાઈ છે. જેમાં લાફિંગ ક્લબ, હળવા યોગ અને કસરત કરાવવામાં આવે છે. આ આઈસોલેશન સેન્ટરમાં જૈન સાધુ અને સાધ્વીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જ્યાં અન્ય લોકોની માફક કોરોનાથી સંક્રમિત થયેલા સાધુ અને સાધ્વીઓને સારવાર અપાઈ છે. આઈસોલેશન સેન્ટરમાં દર્દીની જરૂરિયાત મુજબ એલોપેથી, આયુર્વેદિક અને હોમીયોપેથિક દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રેમડેસીવીર ઈન્જેક્શન પણ અપાય છે.

આ પણ વાંચો: જામનગરમાં ઓક્સિજનની અછત દૂર કરવા જૈન સમાજ આવ્યો આગળ

ચારેય સંપ્રદાયના 200થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ બિરાજમાન હશે ત્યાં વેક્સિન મૂકાશે

નિરવ શાહે કહ્યું કે, જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત આ સંપ્રતિ કોવિડ કેર સેન્ટર ખાતે 4 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના વૃદ્ધ સહિત 325થી વધુ સામાન્યથી ગંભીર બિમારીવાળા દર્દીઓ સારા થઈને ઘરે ગયા છે. બીજી તરફ સાધુ-સાધ્વીઓ માટે વિશિષ્ટ અને અલાયદી રીતે વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં 8 જેટલા જૈન સાધુ અને સાધ્વી કોરોનાની સારવાર લઈ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 2 આજે સાજા થઈને પરત જશે. આવનારા બે-ત્રણ દિવસોમાં પ્રથમ ડોઝ બાકી હોય તેવા ચારેય સંપ્રદાયના 200થી વધુ જૈન સાધુ-સાધ્વીઓને ગુરુ ભગવંતો જ્યાં બિરાજમાન હશે ત્યાં વેક્સિન મૂકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.