ETV Bharat / city

VNSGUમાં હિન્દુ ધર્મ વિશેનો અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ 2022 23 થી કરાશે શરુ

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન આર્ટ્સ ફેકલ્ટીમાં હિંદુ ધર્મ વિશે (Course on Hindu Dharm) અભ્યાસક્રમ શરુ થશે. આ પ્રકારનો અભ્યાસક્રમ ઉત્તર પ્રદેશની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં (Banaras Hindu University) ચાલે છે, પરંતુ ગુજરાતમાં પ્રથમવાર આવો કોર્ષ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ( VNSGU ) સુરતમાં પણ આપવામાં આવશે.

VNSGUમાં "હિન્દુ ધર્મ" વિશેનો અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ 2022-2023થી શરુ થશે

author img

By

Published : Nov 10, 2021, 4:30 PM IST

Updated : Aug 10, 2022, 6:43 PM IST

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) હવેથી આર્ટ્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજયુએશન કરનાર વિદ્યાર્થીઓને હિંદુ ધર્મના વિષય ઉપર હિંદુ ધર્મ વિશે ( Course on Hindu Dharm) અભ્યાસક્રમ શરુ થશે. ભારત દેશમાં હિંદુ ધર્મ ઉપર અભ્યાસ ઉત્તર પ્રદેશના બનારસમાં આવેલ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ( BHU ) આપવામાં આવે છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી શરુ થનારો કોર્સ બે વર્ષનો હશે. યુનિવર્સિટી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં સિન્ડિકેટ સભ્ય ડો. સ્નેહલ જોશીએ સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિંદુ ધર્મ ઉપર અભ્યાસ આપવામાં આવે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિ તથા તમામ સેનેટ સભ્યોએ આ મુદ્દે ચર્ચાઓ કરી હિંદુ ધર્મ ઉપર અભ્યાસક્રમ શરુ કરવા પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. હવેથી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના આગામી શૈક્ષણિક વર્ષ 2022 23માં હિન્દુ ધર્મ વિશે ભણાવવામાં આવશે.

હિન્દુ ધર્મ અભ્યાસ માટે 1000 પુસ્તકોનો ઓર્ડર

ગુજરાત રાજ્યમાં પ્રથમવાર હિન્દુ સ્ટડીસ (Hindu Studies) નામનો વિષય આર્ટ્સ ફેકલ્ટીમાં અનુસ્નાતકમાં ડીગ્રી અભ્યાસક્રમ શરૂ થશે. આ અભ્યાસક્રમ મૂળ બનારસ હિંદુ યુનિવર્સિટીએ (Banaras Hindu University)બનાવ્યો છે. આ અભ્યાસક્રમ હાલ 13 યુનિવર્સિટીઓમાં ચાલે છે. Vnsgu 14મી યુનિવર્સિટી છે. પ્રથમ વર્ષે જે ભાષાઓ છે તેની સાથે જ અલગ-અલગ વિષયો ભણાવવામાં આવશે અને સેમેસ્ટર 2માં મોડર્નટેન વિચારધારા છે એના પણ પ્રકરણો ભણાવવામાં આવશે. એે કુલ 1000 પુસ્તકોનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

આ રીતે ગોઠવાશે વ્યવસ્થા

યુનિવર્સિટી સાથે જે 245 જે અલગ-અલગ એકમો છે એની અંદર છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ, એક વર્ષનો ડિપ્લોમાં કોર્ષ અને ત્રણ વર્ષનો હિન્દુ સ્ટડીસ નામના અભ્યાસક્ર્મની પરવાનગી આપવામાં આવી રહી છે. સાંજે 4 થી 9 કલાક અભ્યાસક્રમનો સમય રહેશે. એવી જ રીતે તમામ કોલેજો અને સેન્ટરો ઉપર પણ સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમાં કોર્સ શરૂ કરી શકાશે. જ્યાં સુધી અભ્યાસનો સવાલ છે ત્યાં સુધી ભારતની અંદર જે લોકો અલગ અલગ વિષયો ઉપર નિષ્ણાત છે. એ Ph.D NET CLET હોવું જરૂરી નથી પણ જે વિષય છે એ લોકોને UGC એ પરવાનગી આપી છે કે 40 ટકા ઓનલાઇન અભ્યાસ કરાવી શકાશે. મૂલ્યાંકનની વાત કરવામાં આવે તો ઓનલાઇન એસેસમેન્ટ પણ શરૂ થઇ ચૂક્યું છે. યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રેમસાગર જેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના સંચાલકો જોડે બેઠક કરી હતી અને એમના નેતૃત્વ હેઠળ છ વર્ષ યુનિવર્સિટી ચાલી હતી. અભ્યાસક્રમની અંદર તમામ જે ધર્મ ગ્રંથો છે તેના ઓર્ડર આપી દેવામાં આવ્યાં છે. એ જ પુસ્તકોમાંથી મૂલ્યાંકન પણ હશે અને એમાંથી જ આગળની પ્રક્રિયાઓ હશે.

આ પણ વાંચોઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે ડૉ.કિશોરસિંહ ચાવડા દ્વારા લાભ પાંચમનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું

આ પણ વાંચોઃ ઓનલાઈન એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓને ક્લાસીસના સંચાલકો લખાવી રહ્યા હતા જવાબ, જાણો પછી શું થયું...

Last Updated : Aug 10, 2022, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.