- ધોરણ 11ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- કોરોના રેપિડ ટેસ્ટ દરમિયાન રિપોર્ટ આવ્યો પોઝિટિવ
- સ્કૂલમાં 14 દિવસ માટે ધોરણ 11 કોમર્સનો વર્ગખંડ બંધ
સુરતઃ શહર સહિત રાજ્યમાં ધોરણ 6 થી 12ની સ્કૂલો ખુલી ગઈ છે. સુરતની તમામ સ્કૂલોમાં કોવિડ રેપિડ ટેસ્ટ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકા ભવન સ્કૂલમાં કોરોના રેપિડ ટેસ્ટ દરમિયાન ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ધોરણ 11ના વર્ગખંડને અને આખી સ્કૂલને સેનેટાઇઝ કરવામાં આવશે
ભૂલકા ભવન સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થીને રેપિડ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવતા કોવિડની ટીમ દ્વારા સ્કૂલના પ્રિન્સિપલ અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રિન્સિપલ વચ્ચે આ વાતને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાલ ફક્ત 14 દિવસ માટે ધોરણ 11 કોમર્સનો વર્ગખંડ બંધ રાખવામાં આવશે. ત્યારબાદ ધોરણ 11ના વર્ગખંડને અને આખી સ્કૂલને સેનેટાઇઝ કરવામાં આવશે.
સુરત મ્યુનિસિપલ કમિશનર અને તમામ શાળાઓના આચાર્યો વચ્ચે બેઠક
વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા. પાલિકા તંત્ર દોડતું થઇ ગયું હતું. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને સુરતની તમામ સ્કૂલોના આચાર્યની બેઠક સુરત મ્યુનિસિપલ કમિશ્નર સાથે કરવામાં આવશે. બુધવારે સાંજે 5:30 વાગ્યે સુરત સાયન્સ સેન્ટર ખાતે આ બેઠક કરવામાં આવશે.