સુરત -રાજ્યમાં ફરીથી કોરોના કેસો વધી (Corona Cases Rises in Surat ) રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. કેસ વધતાની સાથે જ હોસ્પિટલના ડીન અને સુપરિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં તબીબો સાથે મહત્વની બેઠક (Meeting held at the Surat New Civil Hospital ) કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં 38 જેટલા નવા કોરોના કેસ (New Corona Positive Cases in Surat) આવતા નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. આ બેઠકમાં કોવિડ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, અને દવા પુરવઠા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Corona Fourth Wave : કોરોનાની ચોથી લહેરને લઈને તંત્ર સજ્જ
10 ગૃહિણીઓ સંક્રમિત -સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 38 નવા કોરોના કેસ આવ્યાં (Corona Cases Rises in Surat ) તેમાં 10 જેટલી ગૃહિણીઓ પણ સંક્રમિત થઇ છે. તે સાથે વેપારીઓ, દુકાનદારો, તેમજ સિનિયર સિટીઝન સંક્રમિત (New Corona Positive Cases in Surat)થયા છે. ગતરોજ શહેરમાં 12 જેટલા લોકો કોરોના સંક્રમિત થયા હતા અને બે લોકો કોરોનામુક્ત થયા હતાં.
આ પણ વાંચોઃ બાળકોને કોરોનાથી બચાવવા તમામ શાળાઓમાં કરાશે કોરોના વેક્સિનેશન ડ્રાઈવ
આ 4 દર્દીઓમાંથી એક 4 વર્ષની બાળકી પણ છે - નવી સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા (Corona Cases Rises in Surat ) છે જેને લઈને આજે અમે એક મીટિંગ (Meeting held at the Surat New Civil Hospital ) રાખી હતી. એમાં તમામ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી સાથે RMO અને સુપ્રિટેન્ડન્ટ રાખીને તમામ પ્રકારના કાર્યો ઉપર ધ્યાન આપવામાં આવે તે રીતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં 4 જેટલા કોરોના પેશન્ટ છે. આ 4 દર્દીઓમાંથી એક 4 વર્ષની બેબી (New Corona Positive Cases in Surat)પણ છે.