- હાર્દિક પટેલની સુરત ખાતે પાર્ટીમાં યુવાઓને જોડવા સમીક્ષા બેઠક
- શિક્ષાની વાત હોય કે રોજગારની 'જીસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની ભાગીદારી'
- OBC કાયદાનો હું હાર્દિક સ્વાગત કરું છું : હાર્દિક પટેલ
સુરત : કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે ગુરૂવારે સુરતની મુલાકાતે છે, તેઓ 2 દિવસ સુધી શહેરના પુણા ગામ વિસ્તાર ખાતે આવેલા સરદાર ફાર્મ ખાતે પાર્ટીમાં યુવાઓને જોડવા માટે મુલાકાત કરી સમીક્ષા કરશે. આ દરમિયાન તેઓએ શાળા ફી તેમજ સ્થાનિક સમસ્યા બાબતે લોકોની રજૂઆતો સાંભળશે. સુરતની મુલાકાતે આવેલા હાર્દિક પટેલે ( Hardik Patel ) ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે સંસદમાં પસાર થયેલા 127માં સુધારણા બિલ (127th Constitutional Amendment Bill ) OBC List અંગેના કાયદા વિશે જણાવ્યું હતું કે, આ કાયદાનું હાર્દિક સ્વાગત છે, સાથોસાથ તેઓએ કહ્યું હતું કે, જાતિગત વસ્તીગણતરી (Ethnic census) પણ થવી જોઈએ.
દરેક યુવાનો કોંગ્રેસની વિચારધારા સાથે
હાર્દિક પટેલ આજે ગુરૂવારે સુરતની મુલાકાતે છે, તેઓએ જણાવ્યું હતું કે, યુવાનો દર વખતે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. કોરોના મહામારી વખતે મધ્યમ વર્ગીય પરિવારની જે સ્થિતિ થઈ છે હું માનું છું કે આવી પરિસ્થિતિમાં લોકોની રાય સરકારને માનવી જોઈએ, મધ્યમ વર્ગીય પરિવાર હાલ શાળાની ફી ભરી શકતો નથી, ગુજરાત ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં સરકારને દરેક મોરચા પર લોકો સાથે ઊભો રહેવું જોઈએ. સુરતમાં ઘણા બધા વાલીઓ કહે છે કે, શાળાની ફી માફ થવી જોઈએ અથવા તો અડધી લેવી જોઈએ, પરંતુ શિક્ષણ સાથે જોડાયેલા માફિયાઓ તેમની વાત સાંભળતા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બીજી વાત એ છે કે 25 લાખની વસ્તીવાળા વિસ્તારમાં એક પણ સરકારી કોલેજ નથી. તેઓએ પાટીદાર વિસ્તારના નામો લઈને જણાવ્યું હતું કે, જે લોકો ભારતીય જનતા પાર્ટીને મજબૂતી આપવા માટે પ્રયાસ કરે છે, તેવી પ્રજા સાથે ભાજપ અન્યાય કરે છે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પૂછવામાં આવેલા પ્રશ્નો...
પ્રશ્ન : સુરતના વિસ્તારોને કોંગ્રેસનો ગઢ બનાવવા માટેની જદોજહદ ચાલી રહી છે ?
હાર્દિક પટેલ : જ્યારે પાણી ચાલ્યું જાય, ત્યારે એનો અર્થ એ નથી કે ત્યાં ઘર બનાવી લેવામાં આવે, જ્યારે આ પાણી સુનામી બનીને પરત આવશે, ત્યારે આ ઘરને ઉખાડીને ફેંકી દેશે. એ ન સમજવું જોઈએ કે શું શું થયું હતું, અમે એક્ટિવ થઈને જનતાની સેવા કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
પ્રશ્ન : પ્રદેશ અને સ્થાનિક સ્તર પર સંગઠનની રચના ક્યારે થશે ?
હાર્દિક પટેલ : ટૂંક સમયમાં પ્રદેશ ઇન્ચાર્જની નિયુક્તિ થશે અને જો નેતૃત્વ પરિવર્તનની વાત થશે તો તે પણ કરવામાં આવશે, અમારો મુખ્ય ઉદ્દેશ નેતૃત્વ કે નેતા નથી, અમારો ઉદ્દેશ જનતાની સેવા છે, અને તે અમે કરીશું.
પ્રશ્ન : OBC કાયદાને કઈ રીતે જુઓ છો ?
હાર્દિક પટેલ : OBC કાયદાનો હું હાર્દિક સ્વાગત કરું છું, OBC કાયદા પર જે નિર્ણય કેન્દ્ર સરકાર અને વિપક્ષના સહયોગથી થયું છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ જે 50 ટકા અનામતની સીમા છે તેને વધારવા હવે ચર્ચા થવી જોઈએ, કારણ કે 1931માં થયેલી વસ્તી ગણતરીને આધારે 52 ટકા OBC વસ્તી ગણીએ છીએ, પરંતુ હાલ જે સ્થિતિ છે તેના આધારે વસ્તી ગણતરી પણ થવી જોઈએ, વર્ષ 2011માં જે વસ્તી ગણતરી થઈ હતી તેના આંકડા અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા નથી, વર્ષ 2021માં જાતિગત વસ્તી ગણતરી થવી જોઈએ, તમામ સમાજનું આર્થિક અને સામાજિક સર્વે થવું જોઈએ, જેથી ખબર પડે કે અમે ક્યા સમાજના વિકાસ માટે અમારે કામ કરવું જોઈએ.
પ્રશ્ન : OBC ક્વોટામાં પાટીદાર સમાજને શામેલ કરવો જોઇએ ?
હાર્દિક પટેલ : સર્વે થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
પ્રશ્ન : જે સમાજની સંખ્યા વધારે છે, પ્રભુત્વ વધારે છે, તે સમાજના વ્યક્તિને મુખ્યપ્રધાન બનવું જોઈએ ?
હાર્દિક પટેલ : જે વ્યક્તિ તમામ સમાજ અને પ્રત્યેક જ્ઞાતિની મદદ કરી શકે અને તેમની આંખમાં આંસુ ન લાવે તેવા મુખ્યપ્રધાન હોવું જોઈએ. જ્યાં સુધી પ્રતિનિધિત્વની વાત છે, ભલે તે શિક્ષાની વાત હોય કે, રોજગારની 'જીસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની ભાગીદારી'.
પ્રશ્ન : આદોલનના લોકો સાથે મળીને શું ચર્ચા થશે ?
હાર્દિક પટેલ : તમામ લોકો મને મળશે, તમામ સમાજના લોકો, અમારા સાથીદાર, અમારા વિરોધીઓ પણ મને મળશે, સુરત અને પ્રદેશના મહાન લોકો માટે કામ કરીશું.
પ્રશ્ન : આંદોલનકારીઓને ક્યા પક્ષમાં જોવા માટે આપ સલાહ આપશો ?
હાર્દિક પટેલ : હું કોંગ્રેસનો વિકલ્પ પસંદ કરવો જોઈએ, હું જ્યાં છું ત્યાનો વિકલ્પ આપીશ.
આ પણ વાંચો: