ETV Bharat / city

Congress Executive Meeting: જે સરકારને તમે વોટ આપ્યા તે જ સરકારે તેમને હોસ્પિટલમાં બેડ ન આપ્યાઃ ચાવડા - કોરોનાની બીજી લહેર

છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સરકાર બનાવવા માટે તરસી રહેલી કોંગ્રેસે હવે દરેક જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ (Awareness program) શરૂ કર્યા છે. ત્યારે સુરતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક (District Congress Committee Executive Meeting) યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા હાજર રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય લોકોનું રાજ પાછું લાવવા માટે લડાઈ લડવાની છે.

Congress Executive Meeting: જે સરકારને તમે વોટ આપ્યા તે જ સરકારે તેમને હોસ્પિટલમાં બેડ ન આપ્યાઃ ચાવડા

author img

By

Published : Jul 9, 2021, 2:01 PM IST

  • સુરતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક (District Congress Committee Executive Meeting) યોજાઈ
  • બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Congress state president Amit Chavda) રહ્યા ઉપસ્થિત
  • સામાન્ય લોકોનું રાજ પાછું લાવવાની લડાઈ લડવાની છેઃ ચાવડા
  • રાજ્યમાં કોરોના મહામારી માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ (Namaste Trump Program) જવાબદારઃ ચાવડા

સુરતઃ બારડોલીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક (District Congress Committee Executive Meeting) યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Congress state president Amit Chavda) પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, આપણે સામાન્ય લોકોનું રાજ પાછું લાવવા માટે લડાઈ લડવાની છે. આ સાથે જ તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને આત્મવિશ્વાસ કેળવવાની સલાહ આપી હતી. જો કાર્યકર્તાઓ આત્મવિશ્વાસથી ભરપૂર હશે તો લોકોમાં પણ વિશ્વાસ કેળવી શકશે.

સુરતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ

આ પણ વાંચોઃ 'ચૂંટણી પહેલાં લાગતું હોય છે કે ભાજપનો સફાયો થઈ જશે, પરંતુ સફાયો કોંગ્રસનો જ થઈ જાય છે': કોંગી ધારાસભ્યનો ધડાકો

અમિત ચાવડાએ (Amit Chavda) સરકાર પર કર્યા આકરા પ્રહાર

અમિત ચાવડાએ (Amit Chavda) જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સરકાર સદંતર નિષ્ફળ રહી હતી. બારડોલીના સ્ટેશન રોડ પર મંછાબા હોલ ખાતે ગુરૂવારે યોજાયેલી કારોબારી બેઠકમાં અમિત ચાવડાએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સરકાર ગુજરાતની સાડા 6 કરોડની જનતાને પણ નડે છે અને દેશની સવા સો કરોડની જનતાને પણ નડે છે. જનચેતના કાર્યક્રમ પ્રજા માટે છે. કોઈની વાહવાહી કરવા કે રાજકીય એજન્ડા માટેના કાર્યક્રમો નથી.

બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત
બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રહ્યા ઉપસ્થિતબેઠકમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઇ કોંગ્રેસ કારોબારી બેઠક

ભાજપે બધું વેચવા કાઢ્યું છેઃ ચાવડા

અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે, તમે કોંગ્રેસના કાર્યકરોને ભલે દબાવવાના પ્રયાસો કરો છો પણ લખી રાખજો કે 2022ને હવે બહુ વાર નથી. સમય બદલાવાનો છે. દેશના બંધારણે પ્રજાને જે આઝાદી આપી છે. તે છિનવવાનો પ્રયાસ કરશો નહીં. કોઈને વડાપ્રધાન કે મુખ્યપ્રધાન બનાવવા માટે આ પાર્ટી બનાવવામાં નથી આવી, પરંતુ અંગ્રેજોના જોરજૂલમ સામે લડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે કોંગ્રેસની (Congress) સ્થાપના થઈ હતી. કોરોના માટે નમસ્તે ટ્રમ્પ જવાબદાર કોંગ્રેસે જે કામો કર્યા હતા. તેને માત્ર કલર કરવાનું કામ ભાજપે કર્યું છે. જે યોજના કે સંસ્થાની શરૂઆત કરી તેનો જે હેતુ હતો તે હેતુ ભાજપ જાળવી શક્યું નથી. ભાજપે (BJP) બધું વેચવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારી (Corona epidemic) માટે તેમણે ફેબ્રુઆરી 2020માં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ (Namaste Trump program)ને જવાબદાર ઠેરવ્યો હતો. સરકારની ગંભીર બેદરકારીના કારણે જ કોરોનાની બીજી લહેર આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. 25 વર્ષ જે શાસન કરી રહ્યા છે તે લોકો ગુજરાતની જનતાને એક બેડ ન અપાવી શક્યા.

સી.આર. ભાઉ 5,000 રેમડેસિવિર ક્યાંથી લાવ્યા હતા તેનો જવાબ આપેઃ ચાવડા
રેમડેસિવિર ઈન્જેક્શન (Remedivir injection) બાબતે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સી.આર. પાટીલ 5,000 ઈન્જેક્શન ક્યાંથી ચોરી લાવ્યા તેનો આજે પણ હિસાબ મળતો નથી. ભાજપ શાસનમાં ભ્રષ્ટચાર અને મોંઘવારી બેફામ વધ્યા છે. અને આથી જ ગુજરાતની પ્રજા પરિવર્તન કરવા ઈચ્છી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.