ETV Bharat / city

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં સિટી બસમાં લાગી આગ, ડ્રાઇવરના સમયસૂચકતાને કારણે જાનહાની ટળી

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા રંગીલા પાર્ક પાસે અચાનક સીટી બસમાં આગ લાગતા ડ્રાઇવરના સમયસૂચકતાને કારણે પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.

A fire broke out in Surat
A fire broke out in Surat
author img

By

Published : Sep 24, 2021, 3:36 PM IST

  • સુરતમાં આગ લાગવાની ઘટના
  • સીટી બસમાં આગ લાગી
  • કોઇ પ્રકારની જાનહાનિ નહીં

સુરત: શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા રંગીલા પાર્ક પાસે શુક્રવારે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ બ્લુ કલરની સીટી બસમાં અચાનક આગ લાગતા બસના ડ્રાઈવર દ્વારા સમયસૂચકતાને ધ્યાનમાં લેતા તરત જ તમામ પ્રવાસીઓને બસ નીચે ઉતારી દેવામાં આવ્યા હતા તથા ડ્રાઇવર દ્વારા તરત પરિવારને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કોઇ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં સિટી બસમાં લાગી આગ

આ પણ વાંચો: સાંતલપુર ગરામડી પાટિયા નજીક ટ્રેલરમાં આગ લાગતા રાજસ્થાનનો ચાલક જીવતો ભૂંજાયો

શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હતી

આગ લગતા પ્રવાસીઓ તથા ડ્રાઈવર બસના નીચે ઉતરી ગયા હતા. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ આવે તે પહેલા આખી બસને આગે પોતાના ઝપેટમાં લઇ લીધી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. સૂત્રોની માહિતી અનુસાર બસમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હતી.

આ પણ વાંચો: કોલકત્તા: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.