ETV Bharat / city

કેન્દ્રીય કેબિનેટમાં ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટર માટે સ્કીમની જાહેરાત, જાણો શું છે આ સ્કીમ... - ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટર

આજે બુધવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મેન મેડ ફાઈબરને લગતી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ શું છે અને તેનાંથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને શું ફાયદો થશે તે જાણવા માટે ETV Bharat દ્વારા સુરતના સાંસદ અને તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન બનેલા દર્શના જરદોષ સાથે વાત કરવામાં આવી હતી.

author img

By

Published : Sep 8, 2021, 7:52 PM IST

  • કાપડ મંત્રાલય દ્વારા સ્કીમની કરાઈ જાહેરાત
  • મેન મડ ફાઈબરને લગતી સ્કીમને અપાઈ મંજૂરી
  • 2 સ્ટ્રક્ચરમાં સમગ્ર સ્કીમને તૈયાર કરવામાં આવી છે

સુરત : કાપડ મંત્રાલય દ્વારા 'મેન મેડ ફાઇબર'ને લઈ સ્કીમની જાહેરાત કરાઈ છે. આ સ્કીમ હાઈ વેલ્યૂ મેન મેડ ફાઇબર (Man Made Fiber) અને ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટર (Technical Textile sector) ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. આ સ્કીમ હેઠળ પાંચ વર્ષમાં ભારત સરકાર તરફથી રૂપિયા 10,683 કરોડની સહાય આપવામાં આવશે. આ સ્કીમ મેન મેડ ફાઇબર (MMF), મેન મેડ અપેરલ (Man Made Apparel) અને ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટર (Technical Textile sector) ના વિવિધ પ્રોડક્ટ્સ માટે બનાવવામાં આવેલ છે.

ભારતીય ટેક્સટાઈલ મેન્યુફેક્ચર સેક્ટરની તમામ મુશ્કેલીઓ થશે દૂર

એક અંદાજ પ્રમાણે આવતા 5 વર્ષમાં આ સ્કીમ હેઠળ રૂપિયા 19,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, રૂપિયા 3 લાખ કરોડનું પ્રોડક્શન અને 7.5 લાખ રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. આજે બુધવારે યુનિયન કેબિનેટે આ સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમના કારણે ઉચ્ચ કક્ષાનું મેન મેડ ફાઇબર (MMF), મેન મેડ અપેરલ (Man Made Apparel) અને ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટર (Technical Textile) માં પ્રોડક્શન થશે તેવી ધારણા છે. આ સ્કીમના કારણે જે ભારતીય ટેક્સટાઈલ મેન્યુફેક્ચર સેક્ટરને આજરોજ સુધી જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તેનું નિવારણ થવાનો અંદાજ કરવામાં આવ્યો છે.

ભારતના પરંપરાગત કોટન સેક્ટરને વધુ સહારો પૂરો પાડશે

આ સ્કીમના કારણે ઉપર જણાવેલા સેક્ટરમાં નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે, નવી તકો સર્જાશે, તેમજ ઉચ્ચ કક્ષાના મેન મેડ ફાઇબર (MMF) અને મેન મેડ અપેરલ (Man Made Apparel)નું પ્રોડક્શન વધશે, તેવી આશા છે. આ સ્કીમના કારણે મેન મેડ ફાઇબર (MMF) અને ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટર (Technical Textile Sector), ભારતના પરંપરાગત કોટન સેક્ટરને વધુ સહારો પૂરો પાડશે.

ઘણો મોટો લાભ મળશે

આ સ્કીમ હાઈ વેલ્યૂ મેન મેડ ફેબ્રિક (Man Made Fabric) ના પ્રોડક્શનમાં, ગારમેન્ટના પ્રોડક્શનમાં અને ટેક્નિકલ ટેક્સટાઈલના પ્રોડક્શનમાં પ્રમોટ કરવાનું કામ કરશે. આ પ્રોડક્ટ પાસે ઘણું સારું એવું માર્જિન હોવાથી ભારતીય ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને જે તકલીફ આવે છે, તે નિવારવાનું કામ કરશે. આ સ્કીમ કેવી રીતે બનાવવામાં આવેલી છે કે, જેથી આ સેગમેન્ટમાં નવું ઇન્વેસ્ટમેન્ટ આવી રહે. આ સ્કીમથી હાઈ વેલ્યૂ MMF (Man Made Fiber) સેગમેન્ટને ઘણો મોટો લાભ મળશે. આ સેગમેન્ટ કોટન સેગમેન્ટ સાથે મળીને મેન મેન ફાઇબર (Man Made Fiber) સેગમેન્ટમાં નવી તકો તેમજ નવા રોજગારની તકો પેદા કરશે.

ભારત સરકારે નેશનલ ટેક્નિકલ ટેક્સટાઈલ મિશનની ઘોષણા કરી છે.

ટેક્નિકલ ટેક્સટાઈલ સેગમેન્ટ એ નવું સેગમેન્ટ છે. તેનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, વોટરમાં, સારવાર ક્ષેત્રમાં, સંરક્ષણ ક્ષેત્રમાં, સિક્યુરિટીમાં, ઓટોમોબાઇલ્સમાં, ઉડ્ડયન ક્ષેત્રમાં થાય છે. આ સેક્ટરની ક્ષમતા વધારવા માટે ભારત સરકારે નેશનલ ટેક્નિકલ ટેક્સટાઈલ મિશનની ઘોષણા કરી છે. તેમાંથી આ સેક્ટરમાં રિસર્ચ અને ડેવલપમેન્ટનો પણ વિકાસ થશે. PLI સ્કીમ આ સેક્ટરમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્શન પણ લાવશે.

સ્કીમમાં બે પ્રકારના સ્ટ્રક્ચર રાખવામાં આવ્યા છે

ટેક્નિકલ ટેક્સટાઈલને સરળ ભાષામાં સમજીએ તો એવું ફેબ્રિક કે એવું મટિરિયલ જે ચોક્કસ કામ માટે બનાવવામાં આવતું હોય. ખાસ કરીને કોટન સિવાયનું મટીરીયલ જેમ કે, પોલિસ્ટર, સ્પેશિયલ મેટલ અને સ્પેશિયલ પ્રકારના મટિરિયલ્સનો તેમાં ઉપયોગ થાય છે. જેમ કે, વિવિધ પ્રકારના સુરક્ષા જેકેટ, PPE kit, વિવિધ પ્રકારના ફાઇબરના શૂઝ, સર્જીકલ પ્રક્રિયામાં વપરાતા કપડા, પેરાશૂટનું મટિરિયલ, એર બેગનું મટિરિયલ, લગેજ બેગનું મટિરિયલ, લેપટોપ બેગનું મટિરિયલનો સમાવેશ થાય છે. આ સ્કીમમાં બે પ્રકારના સ્ટ્રક્ચર રાખવામાં આવ્યા છે:

સ્ટ્રક્ચર નંબર 01:

જેમાં કોઈ કંપની, વ્યક્તિ કે સંસ્થા ઓછામાં ઓછું રૂપિયા 300 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં કરશે અને જે સ્કીમમાં આપેલી પ્રોડક્ટ લાઈનનું પ્રોડક્શન કરશે. તેને આ સ્કીમનો લાભ મળશે. પહેલા બે વર્ષમાં કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે અને પછીના પાંચ વર્ષમાં તેને પ્રોડક્શન કરવાનું રહેશે. પ્રોડક્શન ઓછામાં ઓછું 600 કરોડ રૂપિયાનું કરવાનું રહેશે. તેમને તેના પ્રોડક્શન પર 15 ટકા લેખે ઈન્સેન્ટિવ પણ મળશે. પછીના વર્ષોમાં જે તે પ્રોડક્શનમાં વધારો કરશે, તે પ્રમાણે 14 ટકા, પછીના વર્ષે 13 ટકા. આમ, 5 વર્ષ સુધી આ સ્કીમનો લાભ મળતો રહેશે.

સ્ટ્રક્ચર નંબર 2:

જેમાં કોઈ કંપની, વ્યક્તિ કે સંસ્થા ઓછામાં ઓછું રૂપિયા 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં કરશે અને જે સ્કીમમાં આપેલી પ્રોડક્ટ લાઈનનું પ્રોડક્શન કરશે, તેને આ સ્કીમનો લાભ મળશે. પહેલા બે વર્ષમાં કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે અને પછીના પાંચ વર્ષમાં તેને પ્રોડક્શન કરવાનું રહેશે. પ્રોડક્શન ઓછામાં ઓછું રૂપિયા 200 કરોડનું કરવાનું રહેશે. તેમને તેના પ્રોડક્શન પર 11 ટકા લેખે ઈન્સેન્ટિવ મળશે. પછીના વર્ષોમાં જે તે પ્રોડક્શનમાં વધારો કરશે. તે પ્રમાણે 10 ટકા, પછીના વર્ષે 9 ટકા. આમ, 5 વર્ષ સુધી આ સ્કીમનો લાભ મળતો રહેશે. આ સ્કીમમાં વૃદ્ધિ કરતા કેટલાક જિલ્લાઓ, ટિયર 3, ટિયર 4 શહેરો અને ગ્રામ્ય ક્ષેત્રે રોકાણ કરતી સંસ્થાઓને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. જેથી અંતરિયાળ વિસ્તારોમાં વધુ રોકાણ આકર્ષી શકાય. આ પગલાંથી અંતરિયાળ વિસ્તારોમાં સ્થાનિક રોજગારીની વિશાળ તકો ઊભી થશે.

ગ્રૂપ ઓફ કંપનીઝમાં માત્ર એક જ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે

માત્ર ભારતમાં રજીસ્ટર્ડ થયેલી કંપનીઓ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે. લાભ મેળવવા માટે કંપનીઓએ તેમની ફેક્ટરીમાં દેશની અંદર જ મોટા પ્રમાણમાં વેલ્યુ એડીશન કરવું પડશે. ગ્રૂપ ઓફ કંપનીઝમાં માત્ર એક જ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. એક્સપોર્ટમાં મળતા વિવિધ લાભ જેમ કે, ભરેલી ડ્યુટી પાછી આપવી (duty remission), ડ્યુટી ભરવામાં મુક્તિ (duty exemption) જેવા સ્કીમના લાભો મળતા રહેશે.

મહિલાઓને તેનો સીધો લાભ મળશે

એક અંદાજ પ્રમાણે આવનારા 5 વર્ષમાં આ સ્કીમ હેઠળ રૂપિયા 19,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, રૂપિયા 3 લાખ કરોડનું પ્રોડક્શન અને 7.5 લાખ રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં હાલનો સમય જોતા મહિલાઓનું પ્રદાન ખૂબ વધારે છે. જેથી મહિલાઓને તેનો સીધો લાભ મળશે. આ સ્કીમના કારણે જે રાજ્યોમાં ટેક્સટાઇલનો વિકાસ વધારે છે. જેવા કે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાને તેનો સીધો લાભ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.