સુરત: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન (patidar anamat andolan) સમયે અમદાવાદમાં પાટીદારો સામે થયેલાં 10 જેટલા કેસ (Cases Against Patidar) પરત ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ (Patidar Anamat Andolan Samiti)ના કન્વીનર અલ્પેશ કથીરિયાએ 140થી વધુ પેન્ડિંગ કેસો (Pending Cases Against Patidar)નો ઝડપથી નિકાલ કરવા તેમજ પરિવારને નોકરી આપવાની બાબતે સરકાર ત્વરિત નિર્ણય લે એમ જણાવ્યું છે.
હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી- પાટીદાર અનામત આંદોલનને લઈને આજે સરકાર તરફથી અમદાવાદમાં પાટીદારો સામે થયેલા કેસ (Cases Against Patidar In Ahmedabad) પરત ખેંચવાની જાહેરાત કરાઈ છે. જો કે બીજી તરફ પાટીદારોની માંગ છે કે અન્ય કેસોનો પણ ઝડપથી નિકાલ લાવવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં સરકાર વિરુદ્ધ કાર્યક્રમો યોજવાની રણનીતિ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી કે 23 માર્ચ સુધીમાં સરકારે પાટીદારો સામેના કેસ પરત ન ખેંચ્યા તો આખા રાજ્યમાં આંદોલન (Protest In Gujarat) શરુ કરવામાં આવશે. જેને લઈને સરકારે આ પગલું લીધું હોવાનું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Patidar Anamat Andolan Cases Withdraw : પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પાછા લેતી સરકાર, હાર્દિકને રાહત
10 જેટલા કેસને અમદાવાદની કોર્ટમાંથી પરત કરવામાં આવ્યાં- માહિતી અનુસાર અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલ 2 કેસ ઉપરાંત નરોડા, રામોલ, બાપુનગર, સાબરમતી, નવરંગપુરા, શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1-1 કેસ અને ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch)માં નોંધાયેલ એક કેસ પરત ખેંચી લેવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકાર તરફથી જે કેસો પરત ખેંચવાની બાબત છે તેમાંથી 10 જેટલા કેસને અમદાવાદની કોર્ટમાંથી પરત કરવામાં આવ્યાં છે . પરંતુ તેની સામે 140થી પણ વધારે એવા કેસ છે જેને પરત ખેંચવામાં આવ્યા નથી તેની કાર્યવાહી સરકારે ઝડપથી કરવી જોઈએ.
આ પણ વાંચો: Naresh Patel Khodaldham: નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવવાને લઈને 30 માર્ચ સુધીમાં જાહેર કરશે અંતિમ નિર્ણય
ઝડપી નિરાકરણ લાવવું જોઇએ- વધુમાં તેમણે જણાવ્યું કે, સાથોસાથ પરિવારને નોકરી આપવાની પણ બાબત છે જે સરકાર સામે પેન્ડિંગ છે. તો આ બંને બાબતે સરકારે ત્વરિત નિર્ણય લેવો જોઈએ. આ લડાઈમાં ઘણા બધા સમયથી અમે માંગણી કરી રહ્યા છીએ. આ બાબતે ઝડપી નિરાકરણ લાવીને આ મુદ્દાને અહીં જ પૂર્ણ કરવો જોઈએ.