ETV Bharat / city

Smart city in India: ઉદ્યોગના ડ્રેનેજનું પાણી રિસાયકલ કરી વાર્ષિક 140 કરોડ રૂપિયાની કમાણી કરનાર સુરત દેશનું સ્માર્ટ સિટી બન્યું

છેલ્લા 3 વર્ષથી સ્માર્ટ સિટી(smart city in india)નો એવોર્ડ પોતાના નામે કરીને સુરતે સાબિત કરી દીધું છે કે આ શહેર પ્રોગ્રેસિવ સિટી છે. એક સમયે આ શહેરને ગંદુ શહેર કહેવામાં આવતું હતું ત્યારે કેવી રીતે આ શહેરની કાયાપલટ થઇ ક્યા પ્રોજેક્ટએ સુરતના દેશમાં એક નવી ઓળખ અપાવી આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ ETV Bharat સાથે ખાસ વાતચિત કરી હતી.

ઉદ્યોગના ડ્રેનેજનું પાણી રિસાયકલ કરી વાર્ષિક 140 કરોડ રૂપિયાની કમાણી કરનાર સુરત દેશનું સ્માર્ટ સિટી બન્યું

author img

By

Published : Jun 26, 2021, 3:50 PM IST

Updated : Jun 26, 2021, 6:29 PM IST

  • સુરતે સતત ત્રીજા વર્ષે પણ મેળવ્યો સ્માર્ટ સિટીનો એવોર્ડ
  • રાઉન્ડ વન બેસ્ટ પર્ફોર્મન્સ સિટી એવોર્ડ સહિત અન્ય 4 પ્રોજેક્ટ એવોર્ડ
  • ડ્રેનેજ પાની રિસાઇકલ કરીને રૂ.140 કરોડ વાર્ષિકની કમાણી કરી

સુરત: કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા દર વર્ષે ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ(smart city in India) કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ 2020માં સ્માર્ટ સીટીઝ વચ્ચેની સ્પર્ધામાં સુરતએ સતત ત્રીજા વર્ષે અવ્વલ રહીને સ્માર્ટ સિટી(surat smart city) એવોર્ડ મેળવ્યો હતો. આ ઉપરાંત રાઉન્ડ વન બેસ્ટ પરફોર્મન્સ સિટી એવોર્ડ અને અન્ય 4 પ્રોજેક્ટ એવોર્ડ પણ સુરતે જીત્યા છે. આમ સુરત મનપાએ કુલ 6 એવોર્ડ મેળવીને આખા દેશમાં ડંકો વગાડ્યો છે.

9 અર્બન થીમ અંતર્ગત એર્વોર્ડ મેળવનાર 4 પ્રોજેક્ટ

  • મેક્સિમમ મોબિલીટી વિથ મિનિમમ રિસોર્સ ડાયનામિક સિડયુલિંગ (કેટેગરી-અર્બન મોબેલીટી)
  • ઈન્ટિગ્રેટેડ એન્ડ સસ્ટેનેબલ વૉટર સપ્લાય સિસ્ટમ (કેટેગરી-વોટર)
  • સ્ટ્રિટ ફૉર પીપલ ડેવલપમેન્ટ ઑફ કેનાલ કોરિડોર (કેટેગરી-બિલ્ડ એન્વાયરમેન્ટ)
  • ટર્સરી ટ્રિટમેન્ટ પ્લાન્ટ કન્વર્ઝેશન ઑફ નેચરલ રિસોર્સિસ એન્ડ મેકિંગ સિસ્ટમ સેલ્ફ સસ્ટેનેબલ થ્રુ સેલ ટ્રિટેડ વેસ્ટ વૉટર (કેટેગરી-સેનિટેશન)

સુરત સ્માર્ટ સિટીની ખાસિયત

  • દુષિત જળ રિસાયકલ હેતુ ઝીરો Liquid Discharge પ્લાન્ટ-કુલ 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
  • ખાડી રિ-ડેવલપમેન્ટ બાયૉડાઈવર્સિટી પ્લાન્ટ
  • સ્માર્ટ અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન
  • શહેરીજનો માટે મનીકાર્ડ, સ્માર્ટ કાર્ડ
  • ઘરમાં ડ્યુઅલ વૉટર સપ્લાય સિસ્ટમ
  • સોલાર અને વિન્ડ એનર્જી કરોડો રૂપિયાની આવક
  • તમામ પ્રોજેક્ટ્સમાં ઓનલાઇન પેમેન્ટની સુવિધા
  • 1,600 કરોડ રૂપિયાના 65 પ્રોજેક્ટ પૂર્ણ
  • 2,597 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ ચાલુ છે.

સુરત: એક પ્રોગ્રેસિવ સિટી

સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ ETV Bharatને જણાવ્યું હતું કે, સુરતના તમામ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયા છે. 1,600 કરોડ રૂપિયાના 65 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. શહેરમાં અનેક ઇનોવેટિવ પ્રોજેક્ટ જેવા કે સાયકલ ફૉર ચેન્જ, સ્ટ્રિટ ફોર પિપલ, ટ્રિટેડ વેસ્ટ વૉટર પ્રોજેકટ, અર્બન મોબેલિટી માટે પણ પાલિકા કાર્યરત છે. આ તમામ પ્રોજેક્ટના કારણે સુરતનો રેન્ક પ્રથમ આવ્યો છે. સુરતને પ્રથમ વખત સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે તેવું નથી. છેલ્લા 3 વર્ષથી સુરત સ્માર્ટ સિટી રેન્કિંગમાં નંબર વન છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે સુરત એક પ્રોગ્રેસિવ સિટી છે. ઘણા વર્ષો પહેલા સુરતને લોકો ગંદુ શહેર તરીકે ઓળખતા હતા પરંતુ હવે સુરત સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટી છે. સુરત અર્બન ડિપાર્ટમેન્ટના કોઈપણ વિભાગમાં ભલે તે આવાસ હોય અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે સર્વિસીઝની બાબત હોય તમામમાં સુરત આગળ રહ્યું છે. ક્લાઇમેટ સ્માર્ટ સિટી ફ્રેમ વર્કમાં પણ સુરત નંબર વન આવ્યું છે. ડેટા મેચ્યોરિટી અસેસમેન્ટ ફેમવર્કમાં ડેટા ઉપયોગ કરીને જે રીતે પોલિસી ડ્રાઈવ કરવામાં આવે છે તેમાં પણ ભારત સરકારે સુરતને પ્રથમ ક્રમ આપ્યો છે.

ડ્રેનેજ વૉટર થકી 500 કરોડ રૂપિયાની આવક થાય તે માટેનું આયોજન

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રિટેડ વેસ્ટ વૉટર પ્રોજકટમાં સુરત આખા દેશમાં એક મોડેલ છે. ડ્રેનેજનું જે પાણી છે તેને સેકન્ડરી ટ્રીટ કર્યા પછી તેને ટર્સરી ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. ટર્સરી ટ્રિટમેન્ટ વૉટરને તેના પેરામિટર આધારે ઉદ્યોગોને આપવામાં આવે છે. આનાથી બે લાભ થાય છે જળ સ્ત્રોત જેવા કે નદીના પાણી કે જેનો ઉપયોગ ઉદ્યોગમાં થતો હતો તે અટકી જાય. લોકો આ પાણીનો ઉપયોગ કરી શકે છે અને ટ્રિટેડ પાણીનો કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ઉપયોગ થયા છે, સાથે જ તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ તેમજ શહેરના બાગ-બગીચાઓમાં પણ કરવામાં આવે છે. ડ્રેનેજ વૉટરથી રિસાયકલ કરીને વાર્ષિક 140 કરોડ રૂપિયાની આવક થાય છે. 250 MLD પાણી ઉત્પન્ન થાય છે. આવનાર દિવસોમાં ડ્રેનેજ વૉટરથી 500 કરોડ રૂપિયાની આવક થાય તે માટેનું આયોજન છે.

Last Updated : Jun 26, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.