- વિવાહનાં રીતિરિવાજોમાં કન્યાદાન સૌથી અગત્યનું માનવામાં આવે છે
- પિતા પોતાની દીકરીનો હાથ તેના જીવનસાથીના હાથમાં સોંપે છે
- કન્યાદાનનુ બીજું નામ છે,પાણિગ્રહણ.
સુરત : હિંન્દુ ધર્મમાં વિવાહ એક સર્વશ્રેષ્ઠ સંસ્કાર (Importance Of Marriage In Hinduism) છે, અને તેમાં પણ કન્યાદાન શ્રેષ્ઠ દાન ગણાય (Importance of Kanyadan In Marriage) છે. જે વ્યક્તિ જીવનમાં એક વખત કન્યાદાન કરે છે તે આ જન્મમાં તો ઠીક પરંતુ બીજા જન્મમાં પણ સ્વર્ગમાં એના માટે દ્વાર ખૂલી જાય છે. કન્યાદાનએ સર્વશ્રેષ્ઠ મહાદાન (Kanyadan Is Mahadan) કહેવાય છે. કન્યાદાન અંગે સુરતના જાણીતા પંડિત ડૉ સતીષ ઝાએ જણાવ્યું હતું કે, કન્યાદાન (Kanyadabn In Marriage Rituals) કરવાથી સ્વર્ગની સમસ્ત ઉપલબ્ધિ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. કન્યાદાનનુ (Kanyadan) બીજું નામ પાણિગ્રહણ છે, તેનો મતલબ લગ્નમાં કન્યાના હાથનો સ્વીકાર કરવો, હસ્તમેળાપ, વરના હાથમાં કન્યાનો હાથ હોય છે, તેમાં શંખ, કુંકુ ચોખાવાળું ફૂલ તેની અંદર સ્વર્ણ લઈને કન્યાનું દાન કરવામાં આવે છે.
આ પણ વાંચો: મોડું ન કરો, આ વર્ષે લગ્નના 15 મુહૂર્ત બાકી
કન્યાના સારા સંસ્કાર ત્રણેય કુળને તારસે
કન્યાદાન પછી તેના ઉપરથી પિતાનો અધિકાર હટી જાય છે અને પતિનો અધિકાર આવે છે. કન્યાએ જે પણ વસ્તુઓ પહેરી હોય છે સંપૂર્ણ સહિત વરને દાન કરવામાં આવે છે. હાલ કન્યાદાનમાં આપણે અત્યારે તો ઘર ગ્રિહસ્તી સંબંધી જે કોઈપણ વસ્તુ છે તે બધું જ આપીએ છીએ, પ્રાચીન શાસ્ત્રોમાં કહેવાતુ હતું કે કન્યાનેે ધાતુની વસ્તુ અપાવી. પરંતુ મૌલિક અધિકાર એવા છે કે કન્યાને જે ભૌતિક સામગ્રી દાન કરીએ છીએ તેના કરતા તો કન્યાને સારા સંસ્કાર આપવા. આ સારા સંસ્કાર જેની જોડે રહેશે તે તમારૂ કુળ, પતિનુ કુળ અને મોસાળનુ કુળ આ ત્રણેય કુળને તારસે.
કન્યાદાન જેવુ બીજુ કોઈ પુણ્ય આ દુનિયામાં નથી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કન્યાદાન એ સાધારણ દાન નથી અત્યારે તો ઘણી જગ્યાએ કન્યાદાન બાબતે અનેક પ્રકારના રૂઢી રિવાજો પણ ચાલી રહ્યા છે. કન્યાદાન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન છે. જેમાં પિતા પોતાની પુત્રીને વરને સોંપે છે, અને કન્યાદાન કર્યા પછી કન્યા પર વરનો અધિકાર હોય છે અને ત્યારબાદ કન્યાની સંપૂર્ણ જવાબદારી વર વહન કરે છે. કન્યાદાનએ સાધારણ વાત નથી. કન્યાદાન જેવુ બીજુ કોઈ પુણ્ય આ દુનિયામાં નથી.
આ પણ વાંચો: લગ્ન પહેલા શા માટે છે પીઠી ચોળવાનો રિવાજ ?
કન્યાદાનમાં દીકરીને આપેલ વસ્તુ પાછી લઈ શકાય નહિ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કન્યાદાન કરતી વખતે વ્યક્તિને અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જે વસ્તુ દીકરીને આપો છો તે પાછી લઈ શકાય નહિ. કેટલીવાર લોકોને બતાવવા માટે આપણે દાન કરતા હોઈએ છીએ, અનેક પ્રકારની વસ્તુઓ આપતા હોઈએ છીએ અને ત્યાર પછી તે વસ્તુ પર પોતાનો અધિકાર જમાવતા હોઈએ છીએ. દાન આપ્યા પછી પોતાનુ સ્વામિત્વ સમાપ્ત થઈ જતું હોય છે.દાનનો અર્થ પોતાનો સ્વામિત્વ ભાવ જ્યાં નષ્ટ થાય, અને બીજાનો સ્વામિત્વ ભાવ જ્યાં જાગૃત થાય તેને દાન કહેવાય, જે તમે ભક્તિભાવપૂર્ણ આપો છો તેનો ભોગ વરને પ્રાપ્ત થાય છે તેના પર પછી માતા-પિતાનો અધિકાર રહેતો નથી.