- દિયરે ભાભીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના
- દિયરે ભાભીને ઉપરા છાપરી 10 જેટલા ચપ્પુના ઘા ઝીંકી હત્યા
- આરોપી દિયરે સામેથી પોલીસ સ્ટેશને જઈને પોલીસને જાણ કરી
સુરત : શહેરમાં ધણા સમયથી લૂંટ, હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ગોડાદરા વિસ્તારમાં દિયરે ભાભીની હત્યા કરી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. પરિવારથી અલગ રહેવાની જીદ કરી દિયરે ચપ્પુ વડે ભાભીની હત્યા કરી હતી અને બાદમાં જાતે જ પોલીસ મથકમાં હાજર થઇ ગયો હતો.
આ પણ વાંચો: 20 હાજારની રકમની વસુલાત માટે દંપતીની હત્યા
ભત્રીજી સામે જ ભાભીને રહેસી નાખી
આ ઘટના ગતરોજ મંગલારે સવારના બહી હતી, દિયર હરિરામ ઘરમાં હતો, આ સમયે ભાભી રસોડામાં ગયા તેમની પાછળ હરીરામ જઈને ચપ્પુ વડે તેની ભત્રીજી સામે જ ભાભીને 10 જેટલા ચપ્પુના ઘા ઝીંકી રહેસી નાખી હતી. હત્યા કરી હરીરામ ફરાર થઇ ગયો હતો. બીજી તરફ દીકરીએ બુમાબુમ કરતા તેના પિતા પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
શું છે ઘટના ?
રાજસ્થાનના ઝાલોરના વતની અને 25 વર્ષ અગાઉ રોજગાર માટે સુરત આવેલા 47 વર્ષીય જેઠારામ પટેલ હાલ પરિવાર સાથે ગોડાદરામાં રહે છે. નાનાભાઈ હરીરામ સાથે લીંબાયત વિસ્તારમાં રાજારામ ટ્રેડર્સના નામે કરીયાણાની દુકાન ધરાવે કે. છેલ્લા 20 વર્ષથી તેની સાથે જ રહેતા હરીરામનો પરિવાર હાલમાં વતન રહે છે. આ દરમિયાન 6 દિવસ અગાઉ હરીરામે દુકાન અલગ કરી તેના ઉપરના મકાનમાં પરિવાર સાથે રહેવું છે તેમ કહેતા ભાઈ જેથારામ અને તેમના પત્ની અગ્રબેને ના પાડીને કહી, સાથે જ રહેવા કહ્યું હતું. તે બાબતે તેઓની વચ્ચે ઝગડો પણ થયો હતો. ઝગડા બાદ હરીરામ વતન ચાલ્યો ગયો હતો અને ગત રવિવારે વતનથી પરત આવ્યો હતો. આ સાથે બાજી જ દિવસે દિયરે ભાભીની ચપ્પુ વડે હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો: કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ભાઈએ સગા ભાઈનું ઢીમ ઢાળી દીધું
હત્યા કરી આરોપી પોલીસ મથકમાં હાજર
ભાભીની હત્યા કર્યા બાદ દિયર પોલીસ મથકે પહોચ્યો હતો અને પોલિસને કહ્યું હતું કે મેં મારી ભાભીની હત્યા કરી છે. આ સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે તેની તાત્કાલિક અટકાયત કરી હતી. તો બીજી તરફ તેના ભાઈની ફરિયાદ લઈને આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.