સુરત: હિમાલયન સ્ટેલિયન, જે નચરલ ફિટનેસ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા અને યુવાનોને ડ્રગ અને સ્ટીરોઈડના વ્યસન (Use of Steroid and powder) અંગે જાગૃતિ લાવતુ એક નેશનલ પ્લેટફોર્મ છે. તારીખ 2 જુલાઈ અને 3 જુલાઈ 2022ના રોજ સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન (Bodybuilding Exhibition Surat 2022) એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે હિમાલયન સ્ટેલિયન સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચોઃ નાની ઉંમરે બાળકીએ કિક બોક્સિંગમાં જીત્યો બ્લેક બેલ્ટ, જાણો કોણ છે આ છોકરી...
કમિશનરે કર્યું ઉદ્ઘાટનઃ સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં નેચરલ એથલેટ્સને તેમની સખત મહેનત અને પ્રતિભા દ્વારા સ્પર્ધામાં ઉતરીને પોતાની ક્ષમતાઓ દર્શાવવાની તક મળશે.
200થી વધુ સ્પર્ધકોઃ બે દિવસ યોજાનાર આ ફેસ્ટિવલમાં દેશભરમાંથી 280 સ્પર્ધકોએ ભાગ લીધો છે. ફેસ્ટિવલના ઉદ્ઘાટક પોલીસ કમિશનર અજય કુમાર તોમરે પોતાના સંબોધનમાં આ પ્રકારના આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાચી ફિટનેસ એ નેચરલ જ હોય છે. પ્રોટીન અને બોડી વધારવા માટે આજે બજારમાં અનેક દવાઓ મળે છે પરંતુ આવી બાબતો છાશવારે શરીરને નુકસાન જ કરતી હોય છે. નેચરલ એથ્લેટ અને બોડી બિલ્ડર ચોક્કસ જ આ બાબતે સુરતના યુવાનોને જાગૃત કરવા માટે પ્રેરક બનશે. હિમાલયન સ્ટેલિયનના સ્થાપક જીત સેલાલ જણાવ્યુ કે, હિમાલયન સ્ટેલિયન સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજના પાછળનો ઉદ્દેશ્ય નેચરલ એથલેટ્સની ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને હેલ્થ અને ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝમાં તેમની કારકિર્દી બનાવવા પ્રેરિત કરવાનો છે.
આ પણ વાંચોઃ ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને આપશે ટક્કર
શું કહે છે આયોજકઃ જીત સેલાલના જણાવ્યા મુજબ, સ્પોર્ટ્સ એ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે જે સમગ્ર વિશ્વમાં લોકોને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરે છે. જો કે, ડ્રગ અને સ્ટીરોઈડ હંમેશા આ ક્ષેત્રથી દૂર કરનાર સૌથી પડકારજનક અવરોધ છે અને રહેશે. ભારતમાં પણ, તે ખાસ કરીને બોડી બિલ્ડીંગ ઉદ્યોગમાં આ ચર્ચાનો સર્વસામાન્ય વિષય બની ગયો છે.હિમાલયન સ્ટેલિયન નેચરલ એથ્લેટ્સ અને બોડી બિલ્ડરોને એક પ્લેટફોર્મ આપશે જે મોટી સંખ્યામાં ફિટનેસ ઉત્સાહીઓને આરોગ્ય અને તંદુરસ્તીમાં કુદરતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહિત કરશે.
આ મોટો પડકારઃ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રગ તેમજ સ્ટીરોઈડનું વ્યસન એ સૌથી મોટો પડકાર છે, યુવાનો તેમના આરોગ્ય પર તેની અસર જાણ્યા વગર જ તેનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી નેચરલ ફિટનેસ પ્રેક્ટિશનર તરીકે, #DRUGFREEINDIA ના મિશન સાથે 2016 માં તેમની યુટ્યુબ સફરની શરૂઆત કરી હતી. મારો ધ્યેય દરેક ભારતીયને લાંબા ગાળે ડ્રગ અને સ્ટીરોઈડના ઉપયોગની આડઅસરો અને ત્યારબાદના તબક્કે થતી વિવિધ સમસ્યાઓ વિશે જાગૃત કરવાનો છે.હિમાલયન સ્ટેલિયન સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ઓપન બોડીબિલ્ડિંગ, ક્લાસિક ફિઝિક, મેન્સ ફિઝિક અને વુમન્સ બિકીની જેવી સ્પર્ધાઓ યોજાશે.