ETV Bharat / city

ઓનલાઈન શિક્ષણમાં કંઈ ખબર ન પડતા બોર્ડના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા - ઓનલાઈન ક્લાસ

કોરોનાના કારણે ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, વિદ્યાર્થીઓમાં ઓનલાઈન શિક્ષણની વિપરિત અસર જોવા મળી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે, ઓનલાઈન શિક્ષણ લીધું તો ખરા પણ કંઈ ખબર ન પડી, પરંતુ હવે શાળાઓ શરૂ થઈ જતા શિક્ષકોની રૂબરૂ પૂછી શકાશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ કંટાળાજનક લાગી રહ્યું છે.

રાજકોટમાં ઓનલાઈન શિક્ષણમાં કંઈ ખબર ન પડતા બોર્ડના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

author img

By

Published : Feb 18, 2021, 2:11 PM IST

  • ઓનલાઈન ક્લાસથી પરિણામ પર અસર જોવા મળશે
  • ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે બન્યો માથાનો દુખાવો
  • 12 આર્ટ્સ અને કોમર્સમાં 30 માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો હશે

સુરતઃ કોરોના મહામારીના કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ ઓનલાઈન શિક્ષણ કેટલાક વિદ્યાર્થીઓ માટે માથાનો દુઃખાવો સાબિત થયું છે. શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના બોર્ડના પેપરોનું માળખું તૈયાર કરી દીધું છે. હવે તો તૈયારી કરવા માટે પણ ઓછો સમય વધ્યો છે. ઓનલાઈન શિક્ષણમાં કંઈ ખબર ન પડી હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો. કારણ કે, વિદ્યાર્થીઓનું માનવું છે કે, ઓનલાઈન અને શાળામાં ભણાવવું એ બંને તદ્દન અલગ વાત છે. વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન ક્લાસનો સમય વધારવાની માગ કરી રહ્યા છે. હાલ, ગુજરાતમાં ધોરણ 9થી 12ના ક્લાસ શરૂ થઈ ગયા છે, પરંતુ વિદ્યાર્થીઓને 3થી 4 કલાક જ શિક્ષણ આપવામાં આવે છે. હવે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસથી મૂંઝવણમાં પડી ગયા છે.

ઓનલાઈન ક્લાસથી પરિણામ પર અસર જોવા મળશે
ઓનલાઈન ક્લાસથી પરિણામ પર અસર જોવા મળશે

ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનું માળખું તૈયાર

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બોર્ડના પેપરોનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 અને 12ના ધોરણોની વાત કરવામાં આવે તો 12 આર્ટ્સ અને કોમર્સમાં તમે 30 માર્ક્સના વૈકલ્પિક સવાલો હશે. જોકે, ધોરણ 12 સાયન્સમાં પેહલાંની જેમ 50 માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો હશે અને બાકીના પ્રશ્નો જેમ હતા તેમ જ રાખવામાં આવ્યા છે. આ બધા જ પેપરોમાં પ્રશ્નો ખૂબ જ સરળ બનાનવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.