- આવકવેરા વિભાગનાપૂર્વ અધિકારી પી.વી.એસ શર્માએ આપઘાતનો પ્રયાસ
- છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી
- શર્મા ને અઠવાગેટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
સુરત : શહેર ભાજપ શહેર ઉપપ્રમુખ અને આવકવેરા વિભાગનાપૂર્વ અધિકારી પી.વી.એસ શર્માએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમના નિવાસસ્થાને આવકવેરા વિભાગની રેડ થઇ હતી. જેમાં અનેક પુરાવા મળ્યા બાદ શનિવારના રોજ આવકવેરા વિભાગના અધિકારી દ્વારા ઉમરા પોલીસ મથકમાં તેમની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના 24 કલાક બાદ શર્માએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પરંતુ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આઇટી વિભાગે શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ પહેલા ITએ રેડ કરી
નિવૃત IT અધિકારી પીવીએસ શર્માએ આપઘાતનો પ્રયાસ પોતાના નિવાસસ્થાને કર્યો છે.પીવીએસ શર્મા ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને હાલ શહેર ભાજપના ઉપપ્રમુખ પણ છે.શર્મા સામે શનિવારના રોજ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.PVS શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ પહેલા ITએ રેડ પાડી હતી. જ્યાં આવકવેરાના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, અખબારનું બોગસ સર્ક્યુલેશન બતાવી સરકારી એજન્સી પાસેથી કરોડો રૂપિયા કમાનાર અખબારનું 30000 સર્ક્યુલેશન બતાવતા પરંતુ માત્ર 900 જેટલી કોપી છાપતા હતા.
નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
આ ગોબાચારી અંગે આવકવેરા વિભાગના અધિકારીઓએ ઉમરા પોલીસ મથકમાં પી વીએસ શર્મા સહિત એકની સામે ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી.પી.વી.એસ.શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે. જેના 24 કલાક બાદ 23 શર્માએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે.શર્મા ને અઠવાગેટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ શર્માની હાલત ગંભીર છે.