સુરતઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનું ભૂમિ પુજન માટે ગણતરીના કલાકો બાકી છે. સંપૂર્ણ દેશ માટે આ અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિર નિર્માણ થાય તે માટે દેશભરમાં અનેક લોકોએ અનેક બાધાઓ પણ રાખી હતી. જેમાંથી એક છે સુરતના ભરતભાઈ રઘુવંશી.
ભરતભાઈ ભગવાન શ્રીરામના મંદિર નિર્માણના આંદોલનમાં સક્રિય રીતે ભૂમિકા પણ ભજવી હતી. સુરતમાં આયોજિત આંદોલનના કાર્યક્રમોમાં તેઓએ ભાગ પણ લીધા છે. વર્ષ 1992માં કાર સેવામા ભાગ લેનાર સુરતના ભરતભાઇએ જણાવ્યું કે, જે તે સમયે જ્યા સુધી રામ મંદિર નહિ બને ત્યા સુધી ચા નહી પીવાની બાધા લીધી હતી. આજે એ વાતને 28 વર્ષ વીતી ગયા છે. ત્યારે મંદિર પુર્ણ થશે અને પહેલી પુજા કરવામા આવશે ત્યારે આ બાધા છોડવામા આવશે.
ભરતભાઈએ વધુમાં જણાવ્યું કે, તેમની સાથે ચીમનભાઇ શુકલા અને અભય ઉપાધ્યાયે પણ તેમની સાથે રામ મંદિર નિર્માણ માટે બાધા રાખી હતી. અયોધ્યા મંદિર દરમિયાન તેઓએ રાત દિવસ એક કરી મહેનત કરી હતી. દરમિયાન ભરતભાઇએ જ્યા સુધી રામ મંદિર નહિ બને ત્યા સુધી તેઓ ચા નહિ પી તેવી બાધા લીધી હતી. આજે જ્યારે રામ મંદિરનુ ભુમિપુજન થવા જઇ રહ્યું છે, ત્યારે તેમના પણ ખુશીની લહેર જોવા મળી છે.