ETV Bharat / city

ચીખલીના ગૌરક્ષકનું અપહરણ કરી ખંડણી માગનારા 3 આરોપીની જામીન અરજી નામંજૂર

બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ નજીકથી કહેવાતા ગૌરક્ષકોએ વ્યારાથી ભેંસો ભરેલો ટેમ્પો પકડાવવા બાબતે નવસારીના ચીખલીના વેપારીનું અપહરણ કરી માર માર્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી 2 લાખ રૂપિયાની ખંડણી માગવાનાં ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓની જામીન અરજી બુધવારના રોજ બારડોલી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.

bardoli sasions court
bardoli sasions court
author img

By

Published : Oct 1, 2020, 11:05 PM IST

બારડોલી: માણેકપોર ચેકપોસ્ટ નજીકથી કહેવાતા ગૌરક્ષકોએ વ્યારાથી ભેંસો ભરેલો ટેમ્પો પકડાવવા બાબતે નવસારીના ચિખલીના વેપારી યુવકનું અપહરણ કરી માર માર્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી 2 લાખ રૂપિયાની ખંડણી માગવાનાં ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓની જામીન અરજી બુધવારના રોજ બારડોલી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.

26મી ઓગસ્ટના રોજ નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનાં સરમોલીમાં આવેલી દર્શન સોસાયટી ખાતે રહેતા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાલોતરા ગઢસીવાનના 36 વર્ષીય મહાવીરભાઈ હરખચંદ જૈન માણેકપોર ચેક પોસ્ટ પર બેઠા હતા. ત્યારે બપોરના 2.40 વાગ્યાના અરસામાં વ્યારા તરફથી એક કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા ભરત ભરવાડ, જય પટેલ અને જગદીશ પટેલ સહિતના કેટલાક શખ્સોએ મહાવીર જૈનને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી ઢીકા મુક્કી તેમજ લાકડાના સપાટા મારી બે લાખની ખંડણી માંગી હતી. 2 લાખની ખંડણી આપવાની ના પાડવાથી જાનથી મારી નાખવાની ધમકી આપી, મહાવીરને નવસારીના કબીલપોર નજીક ફેંકીને નાસી છૂટ્યા હતા. બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ

આ અંગે મહાવીર જૈને બારડોલી પોલીસ મથકમાં ભરતભાઇ ભરવાડ, જય પટેલ ઉર્ફે નાગરાજ, સંજય ગોળા, જગદીશ ભરવાડ છછર જાતિનો, નેહા પટેલ તેમજ અન્ય બીજા ત્રણ ઇસમો સહિત 8 સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. આ દરમિયાન પોલીસે પિપોદરાના રહેવાસી ભરત રાહા ભડયાદરા, ઉંભેળનો રહેવાસી જય ઉર્ફે નાગરાજ રમેશ પટેલ, નવી પારડીનો રહેવાસી ભરતભાઇ શિવદાસભાઈ વૈષ્ણવ, બારડોલીનો રહેવાસી જગદીશ ઉર્ફે જગો રાહા ભરવાડ, રસિક છગનભાઈ વણપરીયા, જયેશ રણછોડ સાટીયા, બામનોર રાજસ્થાનનો રરહેવાસી રફીક ઇદાભાઈ છચરની રાજસ્થાનની ધરપકડ કરી હતી. જ્યારે નવી પારડીમાં રહેતા રોશન બહાદુર સુમરાની કામરેજથી ધરપકડ કરી હતી.

જે પૈકી ભરત રાહા ભરવાડ, જય ઉર્ફે નાગરાજ રમેશ પટેલ અને જગદીશ ઉર્ફે જગો રાહા ભરવાડે બારડોલીની અધિક જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ જી.એન.પારડીવાલાને કરેલી દલીલને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટના ન્યાયાધીશ બી.એલ. ચૌધરીએ ત્રણેયની જામીન અરજી નામંજૂર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.