સુરત : ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું (36th National Games in Surat) 29 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના કુલ 8 શહેરોમાં વિવિધ રમતો ચાલી રહી છે. ત્યારે સુરતના દિન દયાલ સ્ટેડિયમમાં (Pandit Dindayal Upadhyay Indoor Stadium) આજથી બેડમિન્ટનની શરૂઆત કરવામાં આવી છે. આ ગેમ્સની શરૂઆત ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડી, અર્જુન એવોર્ડી અને ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના (Badminton player PV Sindhu started Games) હસ્તે કરવામાં આવ્યું છે.
બેડમિન્ટન માટે 8 રજ્યોમાંથી 162 જેટલાં ખિલાડીઓ આવ્યા : સુરત શહેરના મહાનગરપાલિકાના કમિશનર બાંછાનિધિ પાનીએ (Municipal Commissioner Banchanidhi Pani) જણાવ્યું હતું કે, એમણે ત્યાં ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું સુરતમાં ખુબ જ સરસ રીતે ટેબલ ટેનિસની શરૂઆત કરવામાં આવી હતી. ગઈકાલથી (શનિવાર) બેડમિન્ટનની શરૂઆત કરવામાં આવી હતી. બેડમિન્ટન માટે 8 રજ્યોમાંથી કુલ 162 જેટલાં ખિલાડીઓ આવી ચુક્યા છે. ગઈકાલથી (શનિવાર) આ ગેમ્સની શરૂઆત પણ આપણા દેશના ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડી, અર્જુન એવોર્ડી અને ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના હસ્તે કરવામાં આવ્યું હતું. તેં આપણા સુરત માટે ખુબ જ આનંદની વાત છે.
પીવી સિંધુએ ગેમ્સને લઈને શું કહ્યું : આ ગેમ્સ ચાલુ થવા પેહલા જ ગઈકાલે જ આપણા દેશના ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સ્ટેડિયમની મુલાકાત લઈ કેટલાક ખિલાડીઓ જોડે રમીયા પણ હતા. તેમણે કહ્યું હતુ કે, આ 36મી ગેમ્સના કારણે અન્ય લોકોમાં પણ અનેક ગેમ્સમાં જોડાવા માટે તૈયારી થશે. એટલે ધીરે ધીરે આપણે ત્યાં અનેક ગેમ્સમાં ઘણા ખિલાડીઓ હવે નજરે જોવા મળશે. આજની આ 36મી નેશનલ ગેમ્સના બેડમિન્ટનમાં મિક્સની પ્રથમ મેચમાં ગુજરાતે ઉત્તરાખંડને હરાવ્યું હતું. ત્યારબાદ ગુજરાતે 2-1 થી ઉત્તરાખં ને માત આપી પ્રથમ સેટ હારી ગયા બાદ ગુજરાતની ટીમે કમબેક કર્યું છે.