સુરતઃ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. તંત્ર દ્વારા સૌ કોઈને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ લોકો એકબીજાથી ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે. જેને લઈ ખાસ સુરતની એક ખાનગી કંપની દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ તબીબોને ઓટોમેટિક ટ્રોલી અર્પણ કરવામાં આવી છે. જેથી દવા અથવા તો દર્દીને કોઈ ચીજ-વસ્તુઓ આપવાની હોય તો આ ટ્રોલીના માધ્યમથી આપી શકાય અને એકબીજાને અડયા વિના જ સોસીયલ ડિસ્ટનસિંગ પણ જાળવવામાં ખૂબ જ સરળતા રહે છે. ઓટોમેટિક ટ્રોલીની ખાસિયત એ છે કે, માત્ર બે દિવસમાં તેને તૈયાર કરવામાં આવી છે. જે સંપૂર્ણ રિતે સ્ટેનલેસ સ્ટીલ છે અને વારંવાર તેને સેનીટાઈઝ પણ કરી શકાય છે. એક રિમોન્ટ કંટ્રોલ આધારિત આ ઓટોમેટિક ટ્રોલી છે.
જેનું વજન 45 કિલો જેટલું છે. જેથી ટ્રોલી પર 25થી 30 કિલો સુધીનું વજન ધરાવતી વસ્તુઓ જેવી કે, પાણીની બોટલ સહિત અન્ય ચીજ- વસ્તુઓનો ભાર ટ્રોલી ઉપાડી શકે છે. એટલું જ નહીં પરંતુ આ ઓટોમેટિક ટ્રોલી 50 મીટરની ત્રિજ્યા સુધીમાં રિમોન્ટ કંટ્રોલથી ઓપરેટ થઇ શકે છે.